Sabarkantha: વડાલીના વેપારીનું અપહરણ, વેપારીની પત્ની પાસે માંગી લાખો રૂપિયાની ખંડણી

અપહરણકારોએ વડાલીમાં નવાનગર પાસે કારમાં આવી બાઇક પર જઇ રહેલા આધેડ વેપારીનું ફિલ્મી ઢબે કર્યુ અપહરણ કર્યું હતું. વેપારીનું અપહરણ કર્યા બાદ અપહરણકારોએ વેપારીની પત્નીને ફોન કરી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 2:40 PM

Sabarkantha:સાબરકાંઠા જિલ્લાના વડાલી ( Vadali) અપહરણ અને ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. અપહરણકારોએ વડાલીમાં નવાનગર પાસે કારમાં આવી બાઇક પર જઇ રહેલા આધેડ વેપારીનું ફિલ્મી ઢબે કર્યુ અપહરણ  (Kidnapping) કર્યું હતું. વેપારીનું અપહરણ કર્યા બાદ અપહરણકારો (kidnappers) એ વેપારીની પત્નીને ફોન કરી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. અપહરણકારોએ વેપારીની પત્નીને રૂ.40 લાખ લઇ અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવવા કહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ SOG સહીતની ટીમો બનાવી અપહરણકારોને ઝડપી પાડવા આદેશ આપ્યા છે. આ અપહરણકારોમાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા સેવાઈ રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">