Sabarkantha: ચંદન ચોર ટોળકી ઝડપાઇ, 21 ગુનાનો ભેદ ઉકેલાયો, જાણો શેના માટે ચંદનનો કરાતો હતો ઉપયોગ

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વસાઇ વિસ્તારમાં કુદરતી ચંદનના વૃક્ષોની ચોરીએ સ્થાનિકોને પરેશાન કરી મુક્યા હતા. આ દરમ્યાન પોલીસે ટોળકીને ઝડપી લેતા રાહત થઇ છે. ચોરી કરીને ચંદનને પ્રતિ કિલો 6 હજારના ભાવે ઉદયપુરમાં વેચવામાં આવતુ હતુ.

Sabarkantha: ચંદન ચોર ટોળકી ઝડપાઇ, 21 ગુનાનો ભેદ ઉકેલાયો, જાણો શેના માટે ચંદનનો કરાતો હતો ઉપયોગ
Sandalwood gang arrested
Avnish Goswami

| Edited By: Pinak Shukla

Aug 16, 2021 | 9:01 PM

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાનો પશ્વિમનો વસાઇ પંથક એટલે ચંદનની ખેતી માટે જાણીતો વિસ્તાર છે. આ વિસ્તારમાં કુદરતી ચંદન મોટા પ્રમાણમાં ઉછેરાતી હોય છે. વિસ્તારમાં ચંદન તસ્કરોએ ખેડૂતો અને સ્થાનિક લોકોને પરેશાન કરી મુક્યા હતા. આ દરમ્યાન સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) ચંદન ચોર ટોળકીને ઝડપી લીધી છે. 8 આરોપીઓને પોલીસે ઝડપી લઇને 21 ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો.

ઇડરના વસાઇ પટ્ટામાં છેલ્લા એક દશકા થી ચંદન ચોરોએ ત્રાસ વર્તાવી મુક્યો છે. વિસ્તારના ખેડૂતો અને સ્થાનિક લોકો એ અનેક રજૂઆતો અને પોલીસ ફરીયાદો કરવા છતાં તસ્કરો હાથ લાગતા નહોતા. તો બીજી તરફ તસ્કરો પણ બેફામ બની ચુક્યા હતા. છેલ્લા એક માસ દરમ્યાન એક બાદ એક ચંદનના વૃક્ષો ચોરી થવા લાગ્યા હતા. કુદરતી ચંદનની ચોરીને પગલે ખેડૂતોએ સાબરકાંઠા એસપીને રજૂઆતો કરાઇ હતી.

જેને લઇ SP નિરજ બડગુર્જરે LCB અને SOG ની ટીમો દ્વારા ચંદન ચોરીને ઉકેલવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. જેમાં સફળતા મળી હતી. પોલીસે એક બાદ એક 55 જેટલા શંકાસ્પદોની તપાસ શરુ કરી હતી. જેમાં તેઓની પૂછપરછ કરીને કડી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસને રાજસ્થાનની ટોળકી સામેલ હોવાની પ્રાથમીક જાણકારી મળી હતી.

એલસીબી ની ટીમના જેપી રાવ સહિતના અધિકારીએ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જુદા જુદા ગામોમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં શંકાસ્પદો પર નજર રાખવાની શરુ કરી હતી. એક બાદ 14 આરોપીઓને પોલીસે તારવી લીધા હતાં. જેમાંથી પોલીસે 8 આરોપીઓની ટોળકીને એક સાથે જુદી જુદી ટીમો રચીને ઓપરેશન મુજબ ધરપકડ કરીને હિંમતનગર લઇ આવ્યા હતા. જ્યાં તેમની પૂછપરછ હાથ ધરતા ઇડર પંથકમાંથી 49 જેટલા ચંદનના વૃક્ષો ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ 21 ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી હતી.

ટુ વ્હીલર પર ટોળકી રાજસ્થાન થી આવી ચોરી કરી જતી હતી

આરોપી ટોળકી બાઇક પર આવતી હતી. આ માટે એક દંપતિ વસાઇ વિસ્તારમાં પહેલા થી રહેતુ હતુ. જ્યાંથી તે માહિતી આપતા અને તેના મુજબ તસ્કરો ટોળકી સ્વરુપે આવી ને ચોરી કરતા હતા. ઝાડને કાપીને તેમાંથી થડના ભાગમાંથી એક એક ફુટના ટુકડા કાપીને લઇ જવામાં આવતા હતા. જે ટુકડાને હાર્ટ વુડ તરીકે ઓળખવામાં આવે છે. જેને ઉદયપુરમાં એક વહેપારીને વેચવામાં આવતુ હતુ. જે ચંદન કુદરતી હોવાને લઇને તેની ખૂબ માંગ રહેતી હતી. ખાસ કરીને આ ચંદનનો ઉપયોગ કોસ્મેટીક પ્રોડકશન અને ચંદન પાવડર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રીમંત લોકોનો અંતિમ સંસ્કાર દરમ્યાન પણ ઉંચા દામે તેને માંગ કરતા રહેતા હોય છે.

હજુ પણ જારી રહેશે અભિયાન

ચંદન ચોર ટોળકીને ઝડપી લેતા પોલીસને રાહત થઇ છે. પરંતુ સાબરકાંઠા પોલીસનુ આ અભિયાન હજુ પણ જારી રહેશે. કારણ કે પોલીસની પકડ થી હજુ 6 આરોપીઓ દુર છે. આ ઉપરાંત પણ અન્ય મદદગારોને પણ શોધી નિકાળવામાં આવશે. જે સ્થાનિક રીતે રહીને તસ્કરોને મદદ કરી રહ્યા છે.

પકડાયેલ આરોપીઓ

  1. ચુનીલાલ ભેરૂલાલ મોહનલાલ ગામેતી. રહે. સાંદર ગામ, પોસ્ટ-પડાવલી કલ્લા, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન)
  2. ગોપારામ ઉર્ફે ગોપીલાલ ધર્મારામ ગંગારામ ખોખરીયા ઉ.વ.૨૬ રહે. નીચલી સાંદર, સાંદર ગામ, પોસ્ટ-પડાવલી કલ્લા, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન)
  3. પ્યારેચંદ હીરાલાલ વક્તાજી ગામેતી ઉ.વ.૨૦ રહે.નાલ(મોકી), તા.ગોગુન્દા, થાણા-ગોગુન્દા, જી.ઉદયપુર (રાજસ્થાન)
  4. ગણેશ ભુરારામ પિતોબા ખરાડી ઉ.વ.૩૩ રહે. માલાવડી, કચ્ચાકેલા ફળા, તા.ગોગુન્દા, થાણા-ઓગના, જી.ઉદયપુર (રાજસ્થાન).
  5. કાંન્તિલાલ ખેતાજી લાલાજી ગમાર ઉ.વ.૩૦ રહે. માંડવા,થાના-પાનરવા, તા.ઝાડોલ, થાણા-પાનરવા, જી.ઉદયપુર (રાજસ્થાન)
  6. સોમાજી નાનજીભાઇ બેરાજી સુવેરા ઉ.વ.૫૦ મુળ રહે.આંબા,તા-ઝાડોલ,જી-ઉદેપુર, રાજસ્થાન હાલ રહે-દીલીપભાઇ દેસાઇના કુવા ઉપર, વસાઇ, તા. ઇડર, જી.સાબરકાંઠા
  7. મોહમદઅસલમ હાજીઅહેમદબક્ષ કરીમબક્ષ શેખ ઉ.વ.૪૩,હાલ રહે. ૩૨, ગનગૌર કોમ્પલેક્ષ, મલા તલાઇ, ૮૦ ફીટ, થાણા-અંબામાતા, જી.ઉદયપુર, મુળ રહે- બોરવડી, કહરવાડી, જાકીરા હુસેન માર્ગ, ઉદેપુર (રાજસ્થાન).
  8. વર્ષાબેન સોમાજી નાનજીભાઇ સુવેરા ઉ.વ.૪૫ મુળ રહે.આંબા, તા-ઝાડોલ,જી-ઉદેપુર, રાજસ્થાન હાલ રહે-દીલીપભાઇ દેસાઇના કુવા ઉપર, વસાઇ, તા. ઇડર, જી.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો, શું ટી-20 વિશ્વ કપમાં રમી શકશે દેશ? બોર્ડે કહી આ મહત્વની વાત

આ પણ વાંચોઃ IND vs ENG: ભારતે 298 રને દાવ ડીકલેર કર્યો, ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર રાખ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati