સાબરકાંઠા: ચોરીનો આંતક મચાવતી ગરબાડાની ચડ્ડી ગેંગ પ્રાંતિજ પોલીસના હાથે ઝડપાઈ, 35 ચોરીઓના ભેદ ઉકેલાયા

પ્રાંતિજ પોલીસે ચડ્ડી ગેંગને ઝડપી પાડી છે. પ્રાંતિજ વિસ્તારમાં થયેલી ચોરીની તપાસને લઈને પોલીસ તસ્કરોનું પગેરુ મેળવતા ગરબાડાની ચડ્ડી ગેંગના ત્રણ શખ્શોને ઝડપી લીધા છે. સાબરકાંઠા અને રાજ્યના અન્ય જિલ્લાઓના મળીને 35 જેટલા ગુન્હાઓને પ્રાંતિજ પોલીસ શોધવામાં સફળ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો માટે જાણે કે મોકળુ મેદાન બની ચૂક્યુ છે. વાહન ચોરી અને ઘરફોડ […]

સાબરકાંઠા: ચોરીનો આંતક મચાવતી ગરબાડાની ચડ્ડી ગેંગ પ્રાંતિજ પોલીસના હાથે ઝડપાઈ, 35 ચોરીઓના ભેદ ઉકેલાયા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:46 PM

પ્રાંતિજ પોલીસે ચડ્ડી ગેંગને ઝડપી પાડી છે. પ્રાંતિજ વિસ્તારમાં થયેલી ચોરીની તપાસને લઈને પોલીસ તસ્કરોનું પગેરુ મેળવતા ગરબાડાની ચડ્ડી ગેંગના ત્રણ શખ્શોને ઝડપી લીધા છે. સાબરકાંઠા અને રાજ્યના અન્ય જિલ્લાઓના મળીને 35 જેટલા ગુન્હાઓને પ્રાંતિજ પોલીસ શોધવામાં સફળ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો માટે જાણે કે મોકળુ મેદાન બની ચૂક્યુ છે. વાહન ચોરી અને ઘરફોડ તેમજ મંદીર ચોરી પણ જાણે કે સામાન્ય બની ચૂકી છે. આ દરમ્યાન પ્રાંતિજ પોલીસે પણ પોતાના વિસ્તારમાં થયેલી ચોરીને લઈ તપાસ હાથ ધરી હતી. તસ્કરોને ઝડપી પાડવા માટે હાથ ધરેલી કવાયત દરમ્યાન પ્રાંતિજ પોલીસને હિંમતનગરના ગઢોડા નજીક એક રોડ પ્લાન્ટમાં કામ કરતા શ્રમીકો સુધી કડી મળી આવી હતી. જેને લઈને પ્રાંતિજ પોલીસે ત્રણ શંકાના દાયરામાં રહેલા શખશો પર ધોંસ વધારી દીધી હતી અને જેને લઈને પોલીસને તેઓ ચડ્ડી ગેંગના સભ્યો હોવાની ચોંકાવનારી કડીઓ મળતા જ ત્રણેય શખ્શોને ઝડપી પાડ્યા હતા.

 Sabarkantha: Chori no aatank machavti garbada ni chadi gang pratinj police na hate jadpai 35 chorio na bhed ukelaya

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્રણેય શખ્શોને ઝડપી લઈને તપાસ હાથ ધરતા તેમણે સાબરકાંઠા જિલ્લામાં આચરેલા ત્રણ જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો.  ગરબાડાની ચડ્ડી ગેંગ તરીકે ઓળખાતી સાબરકાંઠા પોલીસે ગુન્હાઓ તો ઉકેલ્યા છે, પરંતુ તેમના ચડ્ડી ગેંગ તરીકેની ઓળખનું પણ કારણ છે. આ ગેંગના લોકો શરીર પર ચડ્ડી પહેરવા સિવાય કોઈ જ કપડુ પહેરતા નહીં જેથી તેઓ સરળતાથી ઝડપાઈ ના શકે તેમજ તેમની ઓળખ કરવામાં પણ મુશ્કેલી રહે. ચડ્ડી પહેરીને દોડવા અને દિવાલ કુદવામાં પણ સરળતા રહેવાના કારણે ચડ્ડી પહેરી ચોરી કરવાનું પસંદ કરતા હતા. ચડ્ડીના ખિસ્સામાં પથ્થરના ટુકડા પણ રાખતા જેથી કોઈ જાગી જાય તો છુટા પથ્થર પણ મારતા હતા. આમ ચડ્ડી ગેંગ જ્યાં પણ જતી ત્યાં આંતક મચાવતી હતી. પ્રાંતિજ પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર પ્રહલાદસિંહ વાઘેલા કહ્યું હતુ કે વિસ્તારમાં કેટલીક ચોરીઓને લઈને તપાસ હાથ ધરી જેમાં બાતમી અને શંકાને આધારે આ ત્રણેય શખ્શોની ભુમિકા તપાસતા શંકા મજબુત બનતા તેમની પુછપરછ હાથ ધરી હતી અને તેમની પાસેથી ચોરીના ભેદ ઉકલવામાં સફળતા મળી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હજુ અમને આશા છે કે ચડ્ડી ગેંગનો લીડર મળી આવશે તો વધુ ભેદ ઉકેલી શકાશે અને એ દિશામા પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસે ત્રણેય ચડ્ડી ગેંગના સભ્યોની તપાસ દરમ્યાન ના માત્ર પ્રાંતિજ વિસ્તારના જ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો. પરંતુ તેઓએ એક બાદ એક જિલ્લાઓમાં પણ આચરેલી ચોરીઓ અંગેના પણ ખુલાસાઓ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેઓેએ પ્રાંતિજ પોલીસની પુછપરછ દરમ્યાન અમદાવાદ શહેરમાં 14 જેટલી ચોરીઓ આચરી હોવાનું કબૂલ કર્યુ હતુ. જેમાં અમદાવાદના સોલા, વેજલપુર, કાગડાપીઠ, વાડજ, સરખેજ, કાલુપુર, માધુપુરા વિસ્તારમાંથી રોકડ અને ઘરેણાંની ચોરી આચરી હતી. આ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ જેવા મહાનગરો, તેમજ અમરેલી, ખેડા, ગાંધીનગર અને નવસારી જિલ્લાઓમાં પણ ગરબાડાની ચડ્ડી ગેંગે ચોરીઓ આચરી છે. કુલ 35 જેટલી ચોરીઓ આચરી હોવાનું સામે આવ્યુ છે. મુખ્ય સુત્રધાર સહિત અન્ય ત્રણ આરોપીઓની પણ પ્રાંતિજ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાના આવ્યા પછી તેમના માર્ગદર્શનને લઈ ગુન્હાશોધક માટે હોંશીયાર અધિકારીઓ અને પોલીસ કર્મીઓમાં પ્રોત્સાહન વધ્યુ હોય એમ છેલ્લા એક માસ દરમ્યાન ગુન્હા શોધવાની હારમાળા સર્જાઈ છે.

Sabarkantha: Chori no aatank machavti garbada ni chadi gang pratinj police na hate jadpai 35 chorio na bhed ukelaya

ઝડપાયેલા આરોપી

1. વિજયકુમાર શકરાભાઈ બારીયા 2. મુકેશભાઈ રાયસંગભાઈ બારીયા

3. મુકેશભાઈ દિપાભાઇ પલાસ

(ત્રણેય  રહે. સરસોડા તા.ગરબાડા. જિ. દાહોદ)

ફરાર આરોપીઓ

1. પ્રકાશ દિતીયાભાઈ પલાસ મુખ્ય આરોપી

2. પંકજભાઈ મગનભાઈ પલાસ

3. રઈલાભાઈ ઉર્ફે રઈલો કાળાભાઈ ઉર્ફે કાળીયો પલાસ

(ત્રણેય  રહે. સરસોડા તા.ગરબાડા. જિ. દાહોદ)

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">