સસ્તા સોનાની લાલચ આપી ભુજમાં 20 લાખની લુંટ કરનાર કુખ્યાત આરોપી ઝડપાયો

સસ્તા સોનાની લાલચ આપી ભુજમાં 20 લાખની લુંટ કરનાર કુખ્યાત આરોપી  ઝડપાયો
Robber of Rs 20 lakh was caught By Police in Bhuj for offering cheap gold

કચ્છના 3 શખ્સોએ રાજસ્થાનથી કચ્છ સસ્તુ સોનુ આપવાની કહી બોલાવ્યા હતા અને અડધો કિલો સોનુ આપવાનુ કહ્યુ હતુ. ત્યાર બાદ ભુજના એરફોર્સ સ્ટેશન રોડ નજીક બોલાવી તેની પાસેથી 20 લાખ રૂપીયા પડાવી લીધા હતા.

Jay Dave

| Edited By: Chandrakant Kanoja

Nov 15, 2021 | 11:29 PM

સસ્તા સોનાના (Gold) નામે ઠગાઇ કરવાના કિસ્સામાં કચ્છની (Kutch) કુખ્યાત ટોળકીઓ ગુજરાત(Gujarat)નહી ગુજરાત બહાર પણ કુખ્યાત છે. કચ્છમાં દરિયાઇ વિસ્તાર આવેલો હોવાથી અને અગાઉ દાણચોરી થતી હોવાથી પોલીસના(Police)અનેક પ્રયત્નો છતા અનેક લોકો આવી ઠગ ટોળકીના જાસામાં આવી જ જાય છે. આવોજ એક કુખ્યાત શખ્સ પોલીસની ઝડપમાં આવ્યો છે.

જેમાં 12 તારીખે રાજસ્થાનના(Rajasthan)એક વેપારીએ ભુજ બી-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે કચ્છના 3 શખ્સોએ રાજસ્થાનથી કચ્છ સસ્તુ સોનુ આપવાની કહી બોલાવ્યા હતા અને અડધો કિલો સોનુ આપવાનુ કહ્યુ હતુ. ત્યાર બાદ ભુજના એરફોર્સ સ્ટેશન રોડ નજીક બોલાવી તેની પાસેથી 20 લાખ રૂપીયા પડાવી લીધા હતા.

પોલીસે આ મામલે 3 શખ્સો સામે ફરીયાદ નોંધ્યા બાદ આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ તથા ભુજ બી-ડીવીઝન પોલીસે આજે ટોળકીના મુખ્ય સુત્રધાર એવા અબ્દુલ કાસમ અજાણીયાની ધરપકડ કરી છે.

જ્યારે અન્ય બે શખ્સ સુલ્તાન કુંભાર તથા ફીરોઝને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. અબ્દુલ બજાણીયા તથા તેના સાગરીતોએ ઠગાઇ સાથે પૈસા પડાવવા માટે ફરીયાદી દિલીપ અર્જુન આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અબ્દુલ અજાણીયા કુખ્યાત કચ્છમાં ભુજ તથા અન્ય વિસ્તારની કેટલીક ટોળકીઓ સસ્તા સોનાના નામે ચીટીંગ કરવા માટે કુખ્ચાત છે જે પૈકી ભુજના અબ્દુલ બજાણીયા અને તેના સાગીરતો સામે પણ 3 થી વધુ મોટા ચીટીંગના ગુન્હાઓ નોંધાયેલા છે તો વડી પચ્છિમ કચ્છના કેટલાક પોલીસ કર્મચારીઓ સાથેના સંબધોને લઇને પણ અબ્દુલ બજાણીયા ચર્ચામાં રહ્યો હતો

જેમાં તાજેતરમાં પણ લાખો રૂપીયાની ઠગાઇની ફરીયાદ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઇ હતી. ઠગ ટોળકી વિવિધ માધ્યમોથી વેપારીઓનો સંપર્ક કર્યા બાદ તેને સસ્તા સોનાના નામે ઠગી લે છે. જો કે રાજસ્થાનના વેપારીએ પૈસા આપવાની આનાકાની કર્યા બાદ તેને ધમકી આપી પૈસા લુંટી અબ્દુલ અજાણીયા અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા.

પરંતુ પોલીસ ફરીયાદ નોંધાયા બાદ હાલ તેની ધરપકડ કરી લેવાઇ છે. સંભવત અન્ય ગુન્હામાં સંડોવણી ખુલવા સાથે તેની અન્ય ગુન્હામાં પણ ધરપકડ પોલીસ કરી શકે છે.

ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કચ્છની ઠગ ટોળકીએ ઠગાઇ કર્યાના અનેક કિસ્સાઓ ભુજ પોલીસ મથકે નોંધાયેલા છે જે પૈકી કુખ્યાત અબ્દુલ અજાણીયા ફરી એકવાર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. જો કે હવે તેની ઉંડાણપુર્વકની તપાસમાં પોલીસ શુ મહત્વની કડીઓ ખોલે છે તે જોવુ રહ્યુ.

આ પણ  વાંચો :  ભરૂચના આમોદમાં ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ, 9 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ પણ  વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 235એ પહોંચી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati