RAJKOT : યુવતી પર અત્યાચારનો વરવો કિસ્સો, યુવતીએ સોશિયલ મીડિયા થકી માગી મદદ

પૂર્વ પતિની હેરાનગતિથી પરેશાન એક યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં યુવતીએ પતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 5:20 PM

ગુજરાતમાં ઘરકંકાસ, શારીરિક-માનસિક અત્યાચાર, પારિવારીક ઝઘડા, આડા સંબંધોની ઘટના અને છુટાછેડા બાદ વિવાદની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજકોટમાં એક યુવતી પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ પતિની હેરાનગતિથી પરેશાન એક યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં યુવતીએ પતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ડિવોર્સ લીધા બાદ પણ પતિ હેરાન કરે છે, પૂર્વ પતિ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપે છે. આવા આરોપો યુવતીએ લગાવ્યા છે.

તો પૂર્વ પતિના ત્રાસથી યુવતીનું જીવવું મુશ્કેલ બન્યું છે અને પીડિત યુવતીએ પોતાનું જીવન બચાવવા મદદ માંગી છે. પોતાના 4 વર્ષના પુત્ર સાથે સોશિયલ મીડિયામાં યુવતીએ મદદ માંગી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, યુવતી રડતા રડતા આજીજી કરી રહી છે કે મદદ કરો, પૂર્વ પતિના ત્રાસથી બચાવો. નહીં તો આપઘાત કરી લઈશ. રાજકોટમાં ચારિત્ર્ય પર શંકા રાખીને મારપીટ કરતા પતિ સાથે યુવતીએ છુટાછેડા લઇ લીધા હતા. છુટાછેડા બાદ પણ પૂર્વ પતિ હેરાન કરતો હોવાનો આક્ષેપ કરી રહી છે યુવતી. હાલ તો આ યુવતી અત્યાચારને લઇને મદદની માગ કરી રહી છે.

આ પણ વાંચો : Good News: ખેડૂતોને કપાસના મળશે સારા ભાવ, પરંતુ ખેડૂતોને આ બાબતોનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોની સલાહ

આ પણ વાંચો : Aryan Khan Drug Case: ડ્રગ્સના ખોટા કેસ કરનાર સમીર વાનખેડેની ટીમમાં કોણ કોણ સામેલ? ક્રાંતિ રેડકરે નવાબ મલિકને જડબાતોડ જવાબ આપ્યો

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">