નગ્ન ડાન્સ બાદ રાજકોટની ઈમ્પિરીયલ હોટેલમાં મેનેજરના નાકની નીચે ચાલતું જુગારધામ પકડાયું, 10 જુગારીઓની ધરપકડ

નગ્ન ડાન્સ બાદ રાજકોટની ઈમ્પિરીયલ હોટેલમાં મેનેજરના નાકની નીચે ચાલતું જુગારધામ પકડાયું,  10 જુગારીઓની ધરપકડ
Rajkot : Police busts high profile Gambling Den from Imperial Hotel, Police arrested 10 accused

નગ્ન ડાન્સ બાદ રાજકોટની ઈમ્પિરીયલ હોટેલ ફરી વિવાદમાં આવી છે. આ શખ્સો પાસેથી પોલીસે 10 લાખ રૂપિયા અને બે કાર તથા 10 મોબાઇલ મળીને કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Mohit Bhatt

| Edited By: Nakulsinh Gohil

Nov 10, 2021 | 9:20 PM

RAJKOT : રાજકોટના યાગ્નિક રોડ પર આવેલી ઇમ્પિરીયલ પેલેસ હોટેલમાં હાઇપ્રોફાઇ જુગારધામ ઝડપાયું છે. હોટેલના છઠ્ઠા માળે આવેલા 605  નંબરના રૂમમાં આ જુગારધામ ચાલતું હોવાની ક્રાઇમ બ્રાન્ચ પાસે સચોટ માહિતી હતી, જેના આધારે પોલીસે દરોડો કર્યો હતો અને 10 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા છે.પોલીસે આ શખ્સો પાસેથી મોંધીદાટ ગાડીઓ પણ પકડી પાડી છે.

આ શખ્સો જુગાર રમતા પકડાયા 1.નરેન્દ્રસિંહ જાડેજા 2.અરવિંદ ફળદુ 3.રાજુ મહેતા 4.કમલેશ પોપટ 5.ભરત દલસાણીયા 6.પ્રદિપ ચાવડા 7.મનીષ સોની 8.કરણ પરમાર 9.વિપુલ પટેલ 10.રસિક ભાલોડીયા

નરેન્દ્રસિંહ જાડેજા મુખ્ય સૂત્રધાર પોલીસના કહેવા પ્રમાણે આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા છે. જેઓ રાતૈયાના રહેવાસી છે.તેઓ આ જુગારધામ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. જો કે કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

હોટેલ મેનેજર જવાબ ન આપી શક્યા આ અંગે ઇમ્પિરીયલ હોટેલના મેનેજર રાહુલ અધિકારી ક્રાઇમ બ્રાન્ચે જવાબ આપવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેઓએ મિડીયા સાથેની વાતચીતમાં પહેલા તો આવું કંઇ બન્યું નથી તેવું કહ્યું હતું. જો કે ત્યારબાદ તેઓએ જુગારધામની વાતને સ્વીકારી હતી અને રૂમની અંદર કોઇ વ્યક્તિ શું કરે છે તેની જાણ ન હોવાનો રાગ આલોપ્યો હતો. પરંતુ હોટેલ સંચાલકોની પણ બેદરકારી સામે આવી છે.

ઇમ્પિરીયલ હોટેલના મેનેજર-રિસેપ્સનીસ્ટ સામે પણ નોંધાયો ગુનો પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે હોટેલના મેનેજર જોન કુરીઆ કોશ દ્વારા રિસેપ્સનીસ્ટ પ્રીતિ પટેલને ફોન કરીને કહ્યું હતું કે હું આપને આઇડી પ્રુફ ઇ-મેઇલ કરૂ છું તમે નરેન્દ્રસિંહ અથવા વિપુલભાઇને રૂમ આપી દેજો. મેનેજરે રૂમ માટે આઇડી પ્રૂફ સોહીલ કોઠીયાનું આપીને બેદરકારી દાખવી હતી જેને લઇને પોલીસ દ્વારા મેનેજર અને રીસેપ્શનીસ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

એક રૂમના 15 હજાર,એક વખતના નરેન્દ્રસિંહને 500 રૂપિયા મળતા હતા. આ અંગે DCP પ્રવીણકુમાર મીણાએ કહ્યું હતું કે દોઢ વાગ્યે પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તપાસ કરી હતી અને તપાસમાં જુગાર રમતા પકડાયા છે.આ શખ્સો પાસેથી 10 લાખ રૂપિયા અને બે કાર તથા 10 મોબાઇલ મળીને કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસ તપાસમાં નરેન્દ્રસિંહને એક પટ્ટના 500 રૂપિયા મળતા હતા.જો કે કેટલા સમયથી આ ચાલતું હતુ જેની પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા

આ પણ વાંચો : ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati