Rajkot : તોફાન કરતા પુત્રની માર મારીને હત્યા કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી

આ અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે તાલુકા પોલીસે સૌરભના પિતા સિધ્ધરાજ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Rajkot : તોફાન કરતા પુત્રની માર મારીને હત્યા કરનાર પિતાની પોલીસે ધરપકડ કરી
Rajkot Police arrested a father his son died After Beating (File Photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 16, 2021 | 11:21 AM

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા અને ત્યાં જ ચોકીદારીનું કામ કરતા સિધ્ધરાજ નેપાળી નામના પિતાએ તેના 8 વર્ષના પુત્ર સૌરભને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતુ.આ અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે તાલુકા પોલીસે(Police) સૌરભના પિતા સિધ્ધરાજ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.વી,ધોળાના કહેવા પ્રમાણે સિધ્ધરાજે બુધવારની રાત્રે તેનો પુત્ર સૌરભ જમતો ન હતો અને તોફાન કરતો હોવાથી લાકડી વડે ફટકાર્યો અને તેનું માથું દિવાલમાં ભટકાવ્યું હતું  જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ અંગે મૃતક બાળકના માતાની ફરિયાદ લઇને સિધ્ધરાજ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પિતાએ તેનો પુત્ર રમતો હતો ત્યારે પડી ગયાની આપી હતી કેફિયત

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

બુધવારની રાત્રે સૌરભ અચાનક જ બેભાન થઇ ગયો ત્યારે તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાંથી સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો,તે સમયે સૌરભના પિતા સિધ્ધરાજે સૌરભ રમતાં રમતાં પડી ગયો હોવાની કેફિયત આપી હતી જો કે તેના મૃત્યુ બાદ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે તેના શરીર પર ઇજાના નિશાન હતા જેથી પોલીસને શંકા ગઇ અને વધુ તપાસ કરતા આખો મામલો સામે આવ્યો.

પતિએ દારૂ પીધેલી હાલતમાં માર માર્યો-મૃતકના માતા

બાળકના માતા વનિતાબેન નેપાળીએ તેના પતિ સિઘ્ઘરાજ પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે તેનો પતિ દારૂ પી ઘરે આવ્યો હતો અને પુત્રને ફટકારવા લાગ્યો હતો જે બાદ તેની તબિયત લથડી હતી અને તે મોતને ભેટ્યો હતો.રાત્રીના સમયે તેના પિતાએ માર મારતા તે સૂઇ ગયો હતો અને પછી અચાનક જ રાત્રે ઉઠીને રડવા લાગ્યો હતો જેથી તેને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ઼વામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ પણ વાંચો :  PM Modi: મહારાષ્ટ્ર કેરળ સહિત 6 રાજ્યનાં મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાન મોદીની આજે બેઠક, કોરોનાની સ્થિતિ પર ચર્ચા

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચ્યો 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">