રાજકોટ : સંબંધોને લાંછન લગાવતી ઘટના, જસદણમાં પાલક પિતાએ અપંગ પુત્રી પર આચર્યું દુષ્કર્મ

મોટાદડવા ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતા શખ્સે વિસાવદરની ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા, આરોપી સાથે તેની પત્નિ અને તેની 21 વર્ષની અપંગ પુત્રી પણ સાથે રહેતી હતી.

રાજકોટ : સંબંધોને લાંછન લગાવતી ઘટના, જસદણમાં પાલક પિતાએ અપંગ પુત્રી પર આચર્યું દુષ્કર્મ
Rajkot: In Jasdan, a foster father raped a disabled daughter (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 4:45 PM

જયારે હવસ વ્યક્તિની માથે સવાર થઇ જાય ત્યારે તમામ સંબંધોને ભૂલી જાય છે, આવુ જ કંઈક રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ (Jasdan) તાલુકાના મોટા દડવા ગામની કે જ્યાં એક પાલક પિતાએ તેની પાલક પુત્રી ઉપર પોતાની હવસ (Rape) કાઢી અને સંબંધોને લજવ્યા છે.

રાજકોટના જસદણ તાલુકાના એક ગામમાં પાલક પિતાએ અપંગ પુત્રી પર દુષ્કર્મ આચાર્યાની આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. માતાએ બીજા લગ્ન કર્યા હોવાથી અપંગ પુત્રી પાલક પિતા સાથે 6 મહિનાથી રહેતી હતી, પરંતુ એકલતાનો લાભ લઈ પાલક પિતા મારી નાખવાની ધમકી આપી અપંગ પુત્રી પર બે વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

બનેલ ઘટના મુજબ  જસદણના એક ગામ રહેતા અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતા શખ્સે વિસાવદરની ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા, આરોપી સાથે તેની પત્નિ અને તેની 21 વર્ષની અપંગ પુત્રી પણ સાથે રહેતી હતી. અને મોટા દડવા ગામ તે તેના નવા પતિ સાથે રહેતી હતી, પાલક પુત્રી અપંગ હોવાથી ચાલી પણ શકતી ન હતી અને ઘરે રહેતી હતી, સાથે સાથે તેની માતા પણ બહાર મજૂરી કામ માટે જાય ત્યારે અપંગ પુત્રીને ઘરે એકલા રહેવું પડતું હતું. આ દરમિયાન એકલતાનો લાભ લઇ નરાધમની નજર બગડી હતી અને તેણે એકલતાનો લાભ લઈને તેની પાલક પુત્રી સાથે જ ન કરવાનું કર્યું હતું. અને તેને પિતા પુત્રીના સબંધોને લજવ્યા હતા, સાથે સાથે આ નરાધમ પ્રવીણે તેની અપંગ અને ચાલી ન શકતી પાલક પુત્રીને ધમકી આપી હતી કે જો આ વાત કોઈ ને કહીશ તો મારી નાખીશ.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

નરાધમની ધમકીથી ડરી ગયેલ પાલક પુત્રી એ આ વાત કોઈને કરી ના હતી, હજી તો આ ઘટના ભુલાય ન હતી ત્યાં જ તેના પાલક બાપ(આરોપી)ના મનમાં વાસનાનો કીડો સળવળી ઉઠ્યો અને ફરી તેણે તેની પાલક દીકરીનો ફાયદો ઉઠાવીને તેની સાથે રાક્ષસ પણ ના કરે તેવી રીતે ન કરવાનું કર્યું હતું.

21 વર્ષય અપંગ પાલક દીકરીથી તેના પાલક પિતાની હવસ અને ત્રાસ સહન ન થતા અંતે તેણે તેને સમગ્ર હકીકત તેને તેની માતાને કહેતા તેણે આટકોટ પોલીસમાં જઈને સમગ્ર હકીકત કહી હતી. અને તેને આધારે આટકોટ પોલીસે દુષ્કર્મની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી હતી અને તાત્કાલિક આ નરાધમને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.

હવસ ખોર નરાધમ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના એક ગામમાં રહે છે અને તે ટ્રક ડ્રાઈવર નું કામ કરે છે, આ દરમિયાન તેનો સંપર્ક જૂનાગઢ જિલ્લાના વિસાવદરની મહિલા સાથે થયો, વિસાવદરની આ મહિલાને તેના આગળના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને તેના પગલે તેણે મોટા દડવાના શખ્સ સાથે લગ્ન કરીને રહેતી હતી, જે જોતા આ નરાધમ 21 વર્ષય અપંગ યુવતીનો પાલક પિતા થાય, અને તેણે આજે પિતા પુત્રીના સબંધોને લજવ્યા છે, હાલ તો નરાધમ તેની કરતૂતો માટે જેલમાં છે. પરંતુ તેણે કરેલ કૃત્ય માટે અને તેણે લજાવેલ પિતા પુત્રીના સબંધો માટે કોઈપણ સજા ટૂંકી પડે તે ચોક્કસ છે.

આ પણ વાંચો :Anand: ખંભાતના હિંસાગ્રસ્ત વિસ્તારમાં તોફાનીઓ પર UPની જેમ બુલડોઝર નીતિ અપનાવાઇ, તોફાનીઓના ગેરકાયદે દબાણો દૂર કરાયા

વરાછામાં કોલેજ સહિતની માંગણીઓ પુરી કરવા કોંગ્રેસ મેદાને, ધારાસભ્યોની ઓફિસ પર શંખનાદ સાથે લોલીપોપનું કરાશે વિતરણ

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">