પંજાબ : MUKHTAR ANSARIને રૂપનગરથી ઉત્તરપ્રદેશ લઇ જવા રવાના થઇ UP પોલીસ, પત્નીએ સુપ્રીમ કોર્ટ પાસે રક્ષણ માંગ્યું

પંજાબ : ગેરકાયદેસર વસુલીના કેસમાં MUKHTAR ANSARI જાન્યુઆરી 2019 થી પંજાબની રૂપનગર જેલમાં છે.

  • Tv9 webdesk42
  • Published On - 16:53 PM, 6 Apr 2021
પંજાબ : MUKHTAR ANSARIને રૂપનગરથી ઉત્તરપ્રદેશ લઇ જવા રવાના થઇ UP પોલીસ, પત્નીએ સુપ્રીમ કોર્ટ પાસે રક્ષણ માંગ્યું
FILE PHOTO

યુપી પોલીસ MUKHTAR ANSARI ને રૂપનગરથી લઈને નીકળી ચુકી છે. મુખ્તાર અંસારીને યુ.પી. પોલીસે એમ્બ્યુલન્સમાં બેસાડ્યો હતો. રૂપનગર જેલમાંથી યુપી પોલીસે મુખ્તારને પાછળના ગેટ પરથી ઝડપથી બહાર કાઢ્યો હતો. આજે સવારે સાડા ચાર વાગ્યે ઉત્તર પ્રદેશ પોલીસ સાત વાહનોમાં રૂપનગર પોલીસ લાઇન પહોંચી ગયા. ગેંગસ્ટરથી રાજકારણી બનેલા MUKHTAR ANSARI ઉત્તરપ્રદેશમાં ઘણા કેસોમાં વોન્ટેડ છે. ગેરકાયદેસર વસુલીના કેસમાં મુખ્તાર અંસારી જાન્યુઆરી 2019 થી પંજાબની રૂપનગર જેલમાં છે.

ઉત્તરપ્રદેશ પોલીસનો 150 અધિકારીઓનો કાફલો
ઉત્તર પ્રદેશ પોલીસની આધુનિક હથિયારો સાથેની પીએસીની કંપની સહિત 150 સભ્યોની ટુકડી સોમવારે સવારે મઉના બસપાના ધારાસભ્ય MUKHTAR ANSARIને લઈને રવાના થઈ હતી. સુપ્રીમ કોર્ટે 26 માર્ચના રોજ કરેલા આદેશમાં નોંધ્યું હતું કે અંસારી ઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના અનેક કેસોમાં કથિત રીતે સામેલ છે, જેમાં હત્યાના પ્રયાસ, હત્યા, છેતરપિંડી અને કાવતરું વગેરે ગુનાઓમાં તેની સંડોવણી છે. આ તમામ કેસોમાંથી 10 કેસોમાં સુનાવણી વિવિધ કેસમાંથી વિવિધ તબક્કામાં પહોંચી છે.

અન્સારીની પત્નીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યું રક્ષણ
MUKHTAR ANSARI ની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કરી છે અને રક્ષણ માંગ્યું છે. તેણે પોતાના પતિ મુખ્તર અન્સારીને એન્કાઉન્ટરથી બચાવવા માટે અરજી કરી છે. મુખ્તારના પરિવારજનોને ડર છે કે પંજાબથી યુપી જવાના માર્ગમાં તેમની સાથે કંઇક અઘટિત ઘટના બની શકે છે. તેમની અરજીમાં મુખ્તારની પત્નીએ કહ્યું છે કે ભૂતકાળમાં યુપીમાં કેદીઓની બદલી દરમિયાન એન્કાઉન્ટર થયા છે અથવા સુનાવણી દરમિયાન તેમની હત્યા કરવામાં આવી છે. મુખ્તારની પત્નીએબ્રિજેશ સિંહ સાથેની દુશ્મનીનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે એમ પણ કહ્યું કે ભૂતકાળમાં પણ તેના પતિ પર હુમલો કરવામાં આવ્યાં છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને કડક સુરક્ષા સૂચના આપવી જોઈએ.

ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં તૈયારીઓ
ઉત્તરપ્રદેશના બાહુબલી ગણાતા કુખ્યાત શખ્સ મુખ્તાર અંસારી(MUKHTAR ANSARI)ને ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવનાર છે જેને પગલે બાંદા જેલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાંદા જેલના વહીવટીતંત્રનું કહેવું છે કે તેમની પાસે હંમેશાં પ્રોટોકોલ હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે, પરંતુ મુખ્તાર અંસારી કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્તાર અંસારી માટે બાંદા જેલમાં એક વિશેષ સેલની પસંદગી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ આવ્યા બાદ અહીં જે કેસ કરવામાં આવ્યા છે તેના આધારે સુનાવણી માટે આ જેલમાં વ્યવસ્થા કરવામાં આવશે. સુનાવણી સમયે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ મુખ્તાર અંસારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ત્યારબાદ કોર્ટના આદેશ બાદ પૂછપરછ માટે મુખ્તાર અંસારીને ઉત્તરપ્રદેશ પોલીસને સોપવામાં આવશે.

મુખ્તાર અંસારી પર 14 ગુનાહિત કેસો
ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારી પર 14 ગુનાહિત કેસો નોંધાયેલા છે જેને કારણે આ કેસોની સુનાવણી માટે ઉત્તરપ્રદેશ પોલીસે પંજાબ સરકાર પાસે મુખ્તાર અંસારીની કસ્ટડીની માંગણી કરી હતી. ગેરકાયદેસર વસુલીના કેસમાંમુખ્તાર અંસારી જાન્યુઆરી 2019 થી પંજાબની જેલમાં છે. ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં કહ્યું હતું કે અંસારી કોર્ટમાં સતત ગેરહાજર રહેવાના કારણે તેના વિરુદ્ધના કેસોમાં સુનાવણી થઈ રહી નથી.ઉત્તરપ્રદેશ સરકારની અરજી પર પંજાબ સરકારે અંસારીની કસ્ટડી આપવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. પંજાબ સરકારે મુખ્તાર અંસારીની તબિયતનું કારણ દર્શાવ્યુંહતું. જેલ અધિક્ષક દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટમાં જણાવાયુ છે કે મુખ્તાર અંસારી હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, ડિપ્રેશન, કમરનો દુખાવો અને ચામડીની એલર્જીથી પીડિત છે.