પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. દિલ્હીના બે યુવક અને યુવતીઓની પણ આ છેતરપીંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને હજારો લોકો સાથે ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઇ છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ બ્રીજ કેપિટલ નામનું બનાવટી ફિસિંગ વેબ પેજ બનાવી તમામ ડેટા મેળવતા હતા. જે મુદ્રા લોન મેળવનાર ઇચ્છૂક ગૂગલમાં સર્ચ કરે ત્યારે બ્રિજ કેપિટલ નામનુ પેજવાળુ લીંક ઓપન થાય.  જે લીંકમાં લોન મેળવનાર ઇચ્છુક નામ, મોબાઇલ નંબર સમગ્ર માહિતી ભરતા હતા અને આ ડેટા આરોપી મેળવ્યા બાદ કોલ સેન્ટર મારફતે જરૂરિયાતમંદને ફોન પર લોન આપવાનું કહી છેતરપીંડી આચરતા હતા.

આરોપીઓ 50 હજારથી 1 લાખ સુધી અલગ અલગ ટેક્સ અને ચાર્જસ માગતા હતા

સાયબર ક્રાઇમનીં તપાસમાં બહાર આવ્યું છે કે આ કોલ સેન્ટરનો મુખ્ય આરોપી અનિલ જોશી છે. જે હાલ ફરાર થઈ ચૂક્યો  છે. આરોપીઓ ભોગ બનાવવા લોકોને બનાવટી લેટર પણ મોકલી આપતા હતા.  હાલ તો આ ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 22 જેટલા મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાયબર કાઈમ બ્રાંચ એસીપી જે.એમ.યાદવ કહ્યું કે તપાસમાં સામે આવ્યુ છે કે છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપી અનિલ જોષી દ્વારા દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતું. વધુમાં આરોપીઓ 50 હજારથી લઈને  1 લાખ રુપિયા સુધીના અલગ અલગ ટેક્સ અને ચાર્જેસના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા.
જેમાં માત્ર ગુજરાત જ નહિ પરંતુ રાજ્યભરમાં અસંખ્ય લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે અમદાવાદના અસારવા વિસ્તારના સિધ્ધરાજસિંહ ડાભી નામના યુવક જોડે પાંચ લાખની લોન આપવાના બહાને 1 લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હતા. પ્રધાનમંત્રી મુદ્રા લોન નામે ચાલતુ બોગસ કોલ સેન્ટર દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં અનેક જગ્યાએ ચાલતુ હોવાની માહિતીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાચની પીઆઇ વી.ડી.બારડ ટીમ સાથે દિલ્હીમાં તપાસ તેજ કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati