Ahmedabad: પોલીસ જવાને લમણે ગોળી મારીને કરી આત્મહત્યા, પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને FSLની મદદથી તપાસ શરૂ કરી

પરિવારજનોએ ગંભીર આરોપ સાથે તેમના દીકરાને ન્યાય મળે અને યોગ્ય તપાસ થાય તેવી એક માંગ કરી છે. જેને લઇને આ કેસ એન ડિવિઝન રિયાઝ સરવૈયા એસીપીને સોંપવામાં આવી છે.

Ahmedabad: પોલીસ જવાને લમણે ગોળી મારીને કરી આત્મહત્યા, પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને FSLની મદદથી તપાસ શરૂ કરી
પ્રતિકાત્મક તસ્વીર
Mihir Soni

| Edited By: Rahul Vegda

Jul 15, 2021 | 9:54 PM

Ahmedabad: પાલડી (Paldi) પોલીસ સ્ટેશન (Police Station)માં પોલીસ કર્મચારીએ લમણે ગોળી મારીને આપઘાત (suicide) કરી લેતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ કર્મચારીના આપઘાતથી પરિવારના આક્રંદે હોસ્પિટલને ગજાવી નાખી હતી. ત્યારે આ પોલીસ કર્મચારીએ આપઘાત નહીં પરંતુ હત્યા થયાનો પરિવાર આક્ષેપ કરીને આક્રોશ વ્યકત કર્યો હતો. આ ઘટનાથી પાલડી પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો.

પાલડી પોલીસ સ્ટેશનમાં (Paldi Police Station) એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયા (Umesh Bhatiya)એ ગ્લોક પીસ્ટલ (Pistol)થી લમણે ગોળીમારીને આપઘાત (Suicide) કરી લીધો હતો. આ ઘટનાથી પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. 2009માં પોલીસમાં ભરતી થયેલા ઉમેશ ભાટીયા છેલ્લા પાંચ વર્ષથી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અગાઉ તે વેજલપુર પોલીસ સ્ટેશનમાં હતા, ત્યાં ટ્રાન્સફર થયા બાદ પાલડી આવ્યા હતા.

Ahmedabad a policeman from Paldi police station shot himself and committed suicide

પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયા – ફાઇલ ફોટો

એકાઉન્ટ વિભાગનો દરવાજો બંધ કરી અને…

11 મહિનાથી એકાઉન્ટ વિભાગમાં હેડ રાઈટર તરીકે ફરજ બજાવતા હથિયારોની જવાબદારી ઉમેશભાઈની હતી.જેથી ચાવી પણ તેમની પાસે રહેતી હતી. આજે સવારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એકાઉન્ટ વિભાગનો દરવાજો બંધ કરીને પોતાની ચેર ઉપર બેસી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.

જો કે રિવોલ્વર વડે ગોળી મારી આપઘાત કરતા ધમાકેદાર અવાજ આવતાં જ પોલીસ મથક સ્ટાફ ચોંકી ઉઠ્યો અને એકાઉન્ટ રૂમ દોડી તપાસ કરતા ઉમેશ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જે બાદ વીએસ હોસ્પિટલમાં ખસેડતા હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાનો પરિવારે આક્ષેપ કરીને પોલીસ ઉચ્ચ અધિકારી પર ગંભીર આરોપ લગાવીને આક્રોશ વ્યકત કર્યો હતો.

વોટ્સએપ સ્ટેટ્સ પર ગુડ મોર્નિંગ લખી આવજોની ઈમોજી મૂકી

ઉમેશ ભાટીયા સવારે 9.00 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વોટ્સએપ સ્ટેટ્સ પર ગુડ મોર્નિંગ લખી આવજોની ઈમોજી મૂકીને આપઘાત કર્યો હતો. અંતિમ સમયે સવારે 9.43 વાગ્યે શી ટીમ ગાડી ડ્રાઈવર ન હોવાથી ગાડીમાં ડ્રાઈવર માટે પોલીસ કર્મી ઉમેશ સાથે વાતચીત થઈ હતી.

જે બાદ સવારે 9.50 વાગ્યે પોલીસકર્મી ઉમેશે રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં આપઘાતને લઈને અનેક સવાલ ઉઠ્યા છે. ત્યારે આપઘાતમાં ઉપયોગ કરેલ સર્વિસ રિવોલ્વર કોઈના નામે ઈસ્યૂ કરવામાં ન આવી હતી. આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પોલીસ કર્મી ઉમેશ આપઘાત કરી ન શકે તેવો વ્યક્તિ હોવાનું સ્ટાફ કહી રહ્યાં છે, ત્યારે મૃતક ઉમેશના સગા માસીના દિકરાએ પણ બે દિવસ પહેલા વેજલપુર ખાતે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો, જેની પણ પોલીસ તપાસ કરશે.

પોલીસ કર્મી ઉમેશ ભાટીયાના પિતા પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. રમણભાઈ એએસઆઈ તરીકે નિવૃત થયા હતા. જો કે મૃતક ઉમેશની પત્ની પારુલ અને 10 વર્ષનો દિકરો ક્રિનીલ, 9 વર્ષની દિકરી ધ્રુવી સાથે સરખેજ ગામમાં રહેતા હતા. હાલ ઉમેશે આપઘાત કરી લેતા પિતાની ઘડપણની લાઠી તુટી જતા તેઓ આઘાતમાં સરી પડયા છે.

અચાનક ઉમેશના આપઘાતથી પરિવાર જ નહીં પોલીસ મિત્રો પણ શોકમાં ડૂબ્યા છે. ત્યારે પાલડી પોલીસે આ આપઘાત કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને FSL, સીસીટીવી ફુટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક ઉમેશના પરિવારજનોએ ગંભીર આરોપ સાથે તેમના દીકરાને ન્યાય મળે અને યોગ્ય તપાસ થાય તેવી એક માંગ કરી છે. જેને લઈને આ કેસ એન ડિવિઝન રિયાઝ સરવૈયા એસીપીને સોંપવામાં આવી છે. ત્યારે બીજી બાજુ આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા એફ.એસ.એલ મદદ લઈ અને ડેડબોડીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે. જો કે પોલીસ તપાસમાં આપઘાત કરવા પાછળ ક્યાં કારણો સામે આવે છે જે જોવું રહ્યુ.

આ પણ વાંચો: PM Modi એ ગાંધીનગરમાં વર્ચ્યુઅલ લોકાર્પણ પહેલા ટ્વિટ કર્યું, કહ્યું રસપ્રદ વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati