Anand: સંચાર સલામતીને જોખમમાં મુકી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા 2 ઇસમોની ધરપકડ

પોલીસે આ બંને ઇસમો પાસેથી કુલ  2, 77, 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Anand: સંચાર સલામતીને જોખમમાં મુકી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા 2 ઇસમોની ધરપકડ
Police arrests 2 for illegally running a call centre in Anand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:48 PM

આણંદ(Anand) જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી  ગેરકાયદેસર (Illegal call Center) રીતે ચાલતા કોલ સેન્ટર તથા સીમ બોક્ષની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી આણંદ એલસીબી (LCB) તથા એસ.ઓ.જી(SOG)ની ટીમોને મળતા  આ પ્રકારના ગોરખધંધાનો પર્દાફાશ કરવા પોલીસે ટીમો કાર્યરત હતી. જે બાબતે ટેકનીકલ/હ્યુમન ઇન્ટેલીજન્સ (Human Intelligence) અન્વયે તપાસ ચાલુ હતી. 18 ઓગસ્ટના રોજ  પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી આણંદને બાતમી મળી હતી  કે, બોરસદ જે.ડી.પટેલ હાઇસ્કુલ નજીક આવેલ સાકરીયા સોસાયટી મેમણ કોલોનીમા રહેતા બાબરઅલી મકબુલ અહેમદ અંસારી તથા તેના કાકાના દિકરા મીરફસલ ઉર્ફે સોનુ મકસુદ અહેમદ નાઓ ભેગા મળી સીમબોક્ષ ચલાવી રહ્યા છે.

પોલીસની ટીમોએ બાતમી વાળી જગ્યાએ રેડ પાડી જ્યાંથી તેમને બન્ને ઇસમો મળી આવતા તેઓની પુછપરછ કરતા પોતાના રહેણાંક મકાનમાં આવેલ પ્રથમ માળે ગેરકાયદેસર સીમ બોક્ષ ચલાવતા હોય અને આ સીમ બોક્ષમાંથી તેઓના સંપર્કવાળા માણસોના કહેવા મુજબ સીમ બોક્ષ ઓપરેટ કરી પોતાનો આર્થીક ફાયદો મેળવતા હોવાની બાબત સામે આવી હતી.

મળેલી હકિકતના આધારે બોરસદ પોલીસ તેઓના ઘરે જઇ તપાસ કરતા રહેણાંક મકાનાના પહેલા માળે લેપટોપ તથા ડીનસ્ટાર કંપનીના 32 પોર્ટના ગેટ વેના બે અલગ અલગ ડીવાઇસ બે વાઇફાઇ રાઉટર સાથે કનેકટ કરેલા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા. જે ડીવાઇસમાં અન્ય રાજયના સીમકાર્ડ નાખેલ હતા. જે ગેરકાયદેસર રીતે સીમ બોક્ષ/સીમ બેંક ચલાવવા માટે તેને લગતા જુદાજુદા ડીવાઇસ, રાઉટર તેમજ ત્રાહીત વ્યક્તિઓના નામના સીમકાર્ડ ખરીદી સીમ બોક્ષ ઉભુ કરી દુબઇથી જલીલ નામનો આકા ISD કોલને GSM નેટવર્કમાં તબદીલ કરતા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તેમજ ગેરકાયદેસર રીતે VOIP દ્રારા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરી ભારતમાં વિદેશથી આવતા કોલને સાદા વોઇસ કોલમાં ગેરકાયદેસર રીતે DOT ની ગાઇડ લાઇન વિરુધ્ધ ભારતમાં રીસીવરને મોકલી આપી કોલ કરનારની ઓરીજીનલ આઇડેન્ટીટી છુપાવી રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મુકી તેમજ ભારત સરકારને આર્થીક નુકશાન પહોચાડી ટેલીફોન કંપનીઓ સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરતા હતા.

પોલીસે આ બંને ઇસમો પાસેથી કુલ  2, 77, 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની આગળની વધુ તપાસ એલ.ડી.ગમારા, પો.ઇન્સ. સાયબર ક્રાઇમ પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.

આરોપીઓના નામઃ-

  1. બાબરઅલી મકબુલ અહેમદ અંસારી. રહે, બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા.બોરસદ જી.આણંદ
  2.  ફૈસલ મકસુદ અહેમદ અન્સારી રહે,બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા.બોરસદ જી.આણંદ

કબજે કરેલ મુદ્દામાલ

લેપટોપ

સીમ બોક્સ, સિમ બેંક – 4

મોબાઇલ -૩

વાઇફાઇ રાઉટર

સીમકાર્ડના કવર-49 તેમજ સીમકાર્ડ – 61

આ પણ વાંચો –

શરમજનક! પત્નીએ લાજ કાઢવાની ના પાડતા પતિને આવ્યો ગુસ્સો, 3 વર્ષની માસૂમ પુત્રીની કરી નાખી હત્યા

આ પણ વાંચો –

Akshay Kumar ની આ 9 ફિલ્મો જે ક્યારેય રિલીઝ ન થઈ, ડૂબતા ડૂબતા બચી છે ખિલાડીની કારકિર્દી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">