દિલ્હીથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અશરફને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો, ISIએ બાંગ્લાદેશ મારફતે પહોંચાડ્યો હતો ભારતમાં

દિલ્હીની એક કોર્ટે સોમવારે પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અશરફને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. આતંકી પાસેથી એકે-47 અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા.

દિલ્હીથી પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અશરફને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો, ISIએ બાંગ્લાદેશ મારફતે પહોંચાડ્યો હતો ભારતમાં
Pakistani militant Ashraf captured from Delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:04 PM

દિલ્હીની એક કોર્ટે સોમવારે પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અશરફને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. આતંકી પાસેથી એકે-47 અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. આ આતંકવાદીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા તાલીમ આપ્યા બાદ ભારત મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે સ્લીપર સેલ છે. ભારતમાં તેને કેવી રીતે મદદ કરવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહાએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ મોહમ્મદ અશરફ નામના પાકિસ્તાની નાગરિકની દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી તે ભારતમાં રહેતો હતો અને ધૂમ્રપાન કરતો હતો. આ પાકિસ્તાની પંજાબના નારોવાલનો રહેવાસી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મોહમ્મદ અશરફ પાકિસ્તાની છે પરંતુ તે સંપૂર્ણ ભારતીય નાગરિક બનીને જીવતો હતો. તેણે મોહમ્મદ નૂરીના નામે તેના બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા. તે શાસ્ત્રી નગરના આરામ પાર્ક વિસ્તારની નજીકના ઘરમાં રહેતો હતો. તેણે ગાઝિયાબાદની એક મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા, પરંતુ બાદમાં તેને છોડી દીધી હતી.

આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો હતો

ડીસીપીએ કહ્યું કે, મોહમ્મદ અશરફના કહેવા પર હથિયારો મળી આવ્યા છે. તે એક મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. ISIએ તેને હથિયારો ચલાવવાની તાલીમ આપી હતી. બાદમાં તેને બાંગ્લાદેશ થઈને ભારત પહોંચ્યો હતો. તે ભારતીય પાસપોર્ટ દ્વારા સાઉદી અને થાઈલેન્ડ પણ ગયો છે. સ્પેશિયલ સેલે તેની પાસેથી એક હેન્ડબેગ, બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

અશરફ પાસેથી એકે -47 બંદૂક, મેગેઝિન અને 60 ગોળીઓ મળી આવી છે. તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યું હતું. અશરફના સ્થળ પર કાલિન્દીકુંજ ઘાટ પરથી 50 કારતુસ અને બે પિસ્તોલ મળી આવી છે. તેણે આ શસ્ત્ર યમુનાની રેતીમાં છુપાવ્યું હતું.

આ કલમો હેઠળ નોંધાયેલ કેસ

મોહમ્મદ અશરફ વિરુદ્ધ UAPA, વિસ્ફોટક અધિનિયમ, આર્મ્સ એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે તહેવારોની સીઝનમાં કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો હતો. ભારતમાં તેના મદદગારોની શોધ ચાલુ છે.

આ પણ વાંચો: Big Breaking : દિલ્લીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, AK-47 રાઇફલ સહિત વિસ્ફોટકો કબજે કરાયા

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">