પાકિસ્તાની વ્યક્તિએ અમેરિકામાં બતાવી ક્રૂરતા, પત્ની, સાસુ અને 4 વર્ષની પુત્રીની ગોળી મારી કરી હત્યા

પાકિસ્તાની વ્યક્તિએ અમેરિકામાં બતાવી ક્રૂરતા, પત્ની, સાસુ અને 4 વર્ષની પુત્રીની ગોળી મારી કરી હત્યા
Crime
Image Credit source: Pexels

અમેરિકામાં રહેતા એક પાકિસ્તાની મૂળના વ્યક્તિએ (Pakistan Origin Man) પોતાના જ પરિવારની નિર્દયતાથી હત્યા કરી નાખી. તેણે તેની ચાર વર્ષની પુત્રીને પણ છોડી ન હતી.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 22, 2022 | 9:11 PM

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પાકિસ્તાની મૂળના એક વ્યક્તિએ (Pakistan Origin Man) તેની પત્ની, ચાર વર્ષની પુત્રી અને સાસુની ગોળી મારીને હત્યા કરી નાખી. પોલીસ અને મીડિયા રિપોર્ટ્સમાં આ ઘટનાની જાણકારી મળી છે. હેરિસ કાઉન્ટી શેરિફ એડ ગોંઝાલેઝે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ અધિકારીઓ ગુરુવારે વહેલી સવારે ગોળીબારના અહેવાલો મળ્યા બાદ ચેમ્પિયન ફોરેસ્ટ વિસ્તારમાં વિંટેજ પાર્ક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ (Murders in US)માં પ્રવેશ્યા હતા અને એક ઘરની અંદર ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. તેણે કહ્યું કે આ વ્યક્તિના શરીર પાસે સેમી-ઓટોમેટિક શોટગન મળી આવી છે.

એડ ગોંઝાલેઝે ટ્વીટમાં કહ્યું, ‘આ વ્યક્તિ તેની અલગ રહેતી પત્નીના ઘરે ગયો હોય તેવું લાગે છે. જે બાદ તેણે ત્યાં જઈને તેની પત્ની, ચાર વર્ષની પુત્રી અને સાસુની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જે બાદ તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળેથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યાંથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. આ પરિવાર મૂળ દક્ષિણ એશિયાનો હતો. એડ ગોંઝાલેઝના જણાવ્યા મુજબ, તેઓ છૂટાછેડા લેવાના હતા અને પતિ-પત્ની બંને અલગ રહેતા હતા.

પોલીસે નામો જાહેર કર્યા નથી

સ્થાનિક પોલીસે હજુ સુધી તેમના નામ જાહેર કર્યા નથી પરંતુ મૃતકોની ઓળખ સાદિયા મંઝૂર, તેની પુત્રી ખદીજા મોહમ્મદ અને માતા ઇનાયત બીબી તરીકે કરી છે, ઇસ્લામિક સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન મુજબ, જેણે તેના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી હતી. આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ તરીકે કરવામાં આવી છે. સાદિયા હ્યુસ્ટન પીસ એકેડમીમાં ટીચર હતી. તેમને ઈસ્લામિક સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટનના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે યુએસ ફેડરલ જ્યુરીએ પાકિસ્તાની મૂળના એક અમેરિકન પરિવારને પાકિસ્તાની મહિલાની જબરદસ્તીથી મજૂરી કરવાના કેસમાં 12 વર્ષની સજા ફટકારી છે. ફેડરલ જ્યુરીએ પરિવારના સભ્યો ઝાહિદા અમાન, મોહમ્મદ નોમાન ચૌધરી અને મોહમ્મદ રેહાન ચૌધરીને 12 વર્ષથી વધુ સમયથી પીડિતને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવા બદલ દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં દોષિતોને 5 થી 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એક પ્રેસ રિલીઝ મુજબ, ‘પીડિતાને પાકિસ્તાની-અમેરિકન પરિવાર દ્વારા થપ્પડ, લાત અને ધક્કો મારવામાં આવ્યો હતો. તેને લાકડાના પાટિયા વડે માર પણ મારવામાં આવ્યો હતો. એક પ્રસંગે મહિલાને હાથ-પગ બાંધીને સીડી પરથી નીચે ખેંચવામાં આવી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati