શરમજનક: વૃદ્ધ મોલાનાની ‘અશ્લીલ હરકત’નો વિડીયો લીક, મદરેસાના વિદ્યાર્થી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ

પીડિતે કહ્યું હતું કે તેણે 2013 માં લાહોરમાં જામિયા મંજુરુલ ઇસ્લામીયામાં પ્રવેશ લીધો હતો. પરીક્ષા દરમિયાન મોલાના મુફ્તિ રેહમાને તેના પર ચીટીંગનો આરોપ લગાવી પોતાની જાળમાં ફસાવ્યો.

શરમજનક: વૃદ્ધ મોલાનાની 'અશ્લીલ હરકત'નો વિડીયો લીક, મદરેસાના વિદ્યાર્થી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ
મોલાના મુફ્તી અઝીઝુર રહમાન
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 1:57 PM

પાકિસ્તાનનો એક મોલાના તેના ખરાબ કૃત્યો માટે ચર્ચામાં આવ્યો છે. મોલાના મુફ્તી અઝીઝુર રહમાન (Maulana Mufti Azizur Rehman)નો અશ્લીલ વિડીયો નેટ પર લીક થઇ જવાથી વિવાદ જન્મ્યો છે. આ વિડીયોમાં મોલાના મદરેસામાં એક વિદ્યાર્થી સાથે યૌન સંબંધ બાંધતો જોવા મળી રહ્યો છે. ઘટના પર વિવાદ થતા લાહોર પોલીસે મુફ્તી અઝીઝુર રહેમાન સામે ગુનો નોંધ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પીડિતે 17 જૂને મૌલાના વિરુદ્ધ FIR નોંધાવી હતી.

FIR માં પીડિતે કહ્યું હતું કે તેણે 2013 માં લાહોરમાં જામિયા મંજુરુલ ઇસ્લામીયામાં પ્રવેશ લીધો હતો. પરીક્ષા દરમિયાન મુફ્તિ રેહમાને તેના અને બીજા વિદ્યાર્થી પર ચીટીંગનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ પીડિતને પરીક્ષા આપવા માટે ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. નારાજ વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે મદરેસાના આ નિર્ણય બાદ તેણે મુફ્તિ રેહમાન પાસે માફી માંગી હતી.

વિદ્યાર્થીએ માફી માંગ્યા બાદ પણ મોલાન તેના નિર્ણય પર અડગ રહ્યો. બાદમાં આ વિદ્યાર્થીએ જે જણાવ્યું ટે ચોન્કાવ્નારું હતું. વિદ્યાર્થીએ કહ્યું કે “મોલાનાએ મને કહ્યું કે જો હું તેની સાથે યૌન સંબંધ બાંધીને તેને ખુશ કરું તો તે કંઇક વિચારી શકે છે. પીડિતે કહ્યું કે આ દરખાસ્ત પછી જાતીય શોષણ સિવાય તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ત્રણ વર્ષ સુધી મોલાના કરતો રહ્યો શોષણ

વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર વૃદ્ધ મુફ્તિ રેહમાને વચન આપ્યું હતું કે યૌન સંબંધ બાંધ્યા બાદ તે પ્રતિબંધો હટાવી દેશે. એટલું જ નહીં મુફ્તીએ પરીક્ષામાં પાસ કરવાનું વચન પણ આપ્યું હતું. આ દરમિયાન તે દર શુક્રવારે વિદ્યાર્થીનું ત્રણ વર્ષ સુધી શોષણ કરતો રહ્યો. પરંતુ ત્યાર બાદ મુફ્તી તેના વચનોથી ફરી ગયો.

ત્રણ વર્ષ બાદ કરવા લાગ્યો બ્લેકમેલ

પીડિતના જણાવ્યા અનુસાર આ બાદ મોલાના મુફ્તી બ્લેકમેઇલિંગ પર ઉતરી ગયો હતો અને તેને રોજ સંબંધ બાંધવાનું કહેવા લાગ્યો. જ્યારે વિદ્યાર્થીએ આ અંગે મદરેસા પ્રશાસનને ફરિયાદ કરી ત્યારે તેઓએ પણ વિદ્યાર્થીનો વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો. એટલું જ નહીં વિદ્યાર્થીએ કહ્યું કે મુફ્તિ રેહમાન ઉચ્ચ પદની વ્યક્તિ છે, તેથી તેણે મારા પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો.

પીડિતને ધમકી આપી રહ્યો છે મોલાના

જ્યારે કોઈ રસ્તો ના બચ્યો ત્યારે વિદ્યાર્થીએ પોતાનો મુદ્દો સાબિત કરવા માટે મુફ્તીનો એક વિડિઓ બનાવ્યો અને વફાકુલ મદારીસ અલ અરબ નાઝિમને બતાવ્યો. આ પછી મુફ્તીએ વિદ્યાર્થીને ધમકાવવાનું શરૂ કર્યું. તે જ સમયે ઓડિઓ-વિડીયો રેકોર્ડિંગ જોયા પછી મુફ્તીને પદથી હાંકી કાઢીને મદરેસાએ બહારનો રસ્તો બતાવ્યો છે.

પીડિતનું કહેવું છે કે મુફ્તીના પર્દાફાશ બાદ તે અને તેના પુત્રો સતત તેને ધમકાવતા રહ્યા છે. વિદ્યાર્થીએ કહ્યું છે કે આ ધમકીઓ અંગે મુફ્તી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. તે જ સમયે, વિડીયો વાયરલ થયા પછી, પાકિસ્તાનમાં લોકોએ મૌલાના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: PM મોદીએ શરૂ કર્યું મહાઅભિયાન, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયાર કરાશે 1 લાખ વોરિયર્સ

આ પણ વાંચો: 20700ના આંકડાને લોકો કેમ કરાવી રહ્યા છે ટ્રેન્ડ? શા માટે લોકો આના પર બનાવી રહ્યા છે મજેદાર મિમ્સ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">