ઓનલાઈન પ્રેમનું પરિણામ પણ આવ્યું ઓફલાઈન, NRI છોકરીને લગ્નજાળમાં ફસાવીને માગ્યું દહેજ, આખરે મામલો પોલીસ મથક પહોચ્યો

અમદાવાદમાં NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પતિ અમેરિકા લઈ જવાનું દબાણ કરીને રૂપિયા 21 લાખની માંગ કરી રહ્યો છે.

ઓનલાઈન પ્રેમનું પરિણામ પણ આવ્યું ઓફલાઈન, NRI છોકરીને લગ્નજાળમાં ફસાવીને માગ્યું દહેજ, આખરે મામલો પોલીસ મથક પહોચ્યો
NRI woman files complaint against husband for threatening to make pornographic videos viral

Ahmedabad: NRI મહિલાને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા છે. પતિ અમેરિકા લઈ જવાનું દબાણ કરીને રૂપિયા 21 લાખની માંગ કરી રહ્યો છે. ઘટનાની વાત કરીએ તો અમેરિકામાં રહેતી NRI મહિલા હેતલ ઠકકરે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે કે, તેના પતિ જીગ્નેશ ઠક્કર દ્રારા મહિલાને માનસિક ત્રાસ આપવામા આવે છે.

તેનો પતિ અમેરિકા લઈ જવાની જીદ પકડે છે જયારે દહેજના 5 લાખની માંગ કરતા તેને પાંચ લાખ આપ્યા હતા. પરંતુ તેમ છતા તે વધુ 21 લાખની માંગ કરીને પરેશાન કરતો હોવાનો આક્ષેપએ ફરિયાદમા કર્યો છે.

જીગ્નેશ ઠક્કર અને હેતલ 2016મા ફેસબુક મારફતે મળ્યા હતા. બાળપણમાં બન્ને મિત્રો હતા. પરંતુ હેતલ પરિવાર સાથે અમેરિકા જતા રહ્યાં હતા. બન્નેના ડિવોર્સ થઈ ગયા છે. જેથી ફેસબુક દ્રારા બન્ને ફરી સપંર્કમા આવ્યા અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો. ઓકટોબર 2016માં હેતલ અમદાવાદ આવ્યા અને જીગ્નેશ સાથે કોર્ટમા પ્રેમ લગ્ન કર્યા હતા.

ત્યાર બાદ ઘોડાસર ખાતે પોતાની સાસરીમા રહેવા પણ ગઈ હતી. જીગ્નેશએ અંગત પળ દરમ્યાન પત્નીના અશ્લીલ ફોટો પાડી લીધા હતા અને અમેરિકાનુ સીટીઝન મેળવવા સતત દબાણ કરતો હતો. લગ્ન બાદ પતિના આ વર્તનથી હેતલ ગભરાઈ ગઈ અને અમેરિકા પરત જતી રહી હતી. જીગ્નેશ તેના ફોટો સોસીયલ મિડીયામા વાયરલ કરવાની ધમકી આપતો હતો અને છુટાછેડા મેળવવા માટે 21 લાખની માંગણી પણ કરતો હતો. જેથી હેતલબેન અમેરિકાથી અમદાવાદ આવીને પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહિલા પૂર્વ પોલીસે પતિ-પત્નીના ઝઘડા અને આક્ષેપોને લઈને મહિલાની ફરિયાદ નોંધી છે. એટલુ જ નહિ મહિલાએ ફરિયાદમા આક્ષેપ કર્યો છે કે તેના પતિ વિરૂધ્ધ અન્ય પોલીસ સ્ટેશનમા પણ ચોરી કે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે ગુનાહિત ઈતિહાસ અને મોબાઈલની તપાસ શરૂ કરી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણની પોલીસે તપાસ હાથ ધરી, 

સોલા સિવિલ હોસ્પિટલના PNC વોર્ડ માંથી એક દિવસની નવજાત બાળકીના અપહરણની ગંભીર ઘટના સામે આવી છે.બાળકીને ઉઠાવી લઈ જનાર શખ્સને શોધવા માટે સોલા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં પાંચ વર્ષથી CCTV કૅમેરો બંધ હાલતમાં હોવાની  ગંભીર બેદરકારી સામે આવી છે.

એક તરફ નવજાત બાળકીની માતાનો આક્રંદ તો બીજી તરફ પોલીસની તપાસ કાર્યવાહી. જેમાં એક દિવસની નવજાત બાળકી નું સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે PNC વોર્ડ માંથી અપહરણ કરી અજાણી વ્યક્તિ ફરાર થઇ ગઈ હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ પણ વાંચો: Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

Click on your DTH Provider to Add TV9 Gujarati