ડ્રગ્સ કેસમાં NCBએ અભિનેતા એજાજ ખાનને લીધો કસ્ટડીમાં, બટાટા ગેંગનો ભાગ હોવાનો લાગ્યો છે આરોપ

અભિનેતા એજાજ ખાન (Ajaz Khan)ને ડ્રગ્સ કેસમાં NCBએ કસ્ટડીમાં લઈ લીધો છે. મંગળવારે જ્યારે એજાજ રાજસ્થાનથી મુંબઈ પરત ફર્યા, ત્યારબાદ NCBએ તેમને કસ્ટડીમાં લઈ લીધા.

ડ્રગ્સ કેસમાં NCBએ અભિનેતા એજાજ ખાનને લીધો કસ્ટડીમાં, બટાટા ગેંગનો ભાગ હોવાનો લાગ્યો છે આરોપ
Ajaz Khan (File Image)

અભિનેતા એજાજ ખાન (Ajaz Khan)ને ડ્રગ્સ કેસમાં NCBએ કસ્ટડીમાં લઈ લીધો છે. મંગળવારે જ્યારે એજાજ રાજસ્થાનથી મુંબઈ પરત ફર્યા, ત્યારબાદ NCBએ તેમને કસ્ટડીમાં લઈ લીધા. NCBની ટીમ એજાજની અંધેરી અને લોખંડવાલાના ઘણા ઠેકાણાઓ પર છાપેમારી પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ડ્રગ્સ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ આ કેસમાં એજાજનું નામ સામે આવ્યું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NCBની ટીમને એજાજ ખાન અને બટાટા ગેંગની વચ્ચે થોડી લિંક મળી છે. તેને લઈ NCBએ એજાજ ખાનને કસ્ટડીમાં લીધો છે. NCBએ શનિવારે રાત્રે મોટી કાર્યવાહી કરતા મુંબઈના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂખ બટાટાના પુત્ર શાદાબ બટાટાની લગભગ 2 કરોડના MD ડ્રગ્સની સાથે ધરપકડ કરી હતી. હવે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શાદાબ સાથે પૂછપરછ પછી એજાજની ધરપકડ કરી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આવું પ્રથમવાર નથી કે અભિનેતા આવી મુશ્કેલીમાં ફસાયો હોય. ગયા વર્ષે અભિનેતાની ફેસબૂક પર એક વિવાદિત વીડિયો પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેમની કલમ 153A હેઠળ ધરપકડ થઈ હતી. આ પહેલા 2018માં મુંબઈમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. તેમની બેલાપુર હોટલથી ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસ પર એજાજ ખાને ક્યારેય કોઈ કમેન્ટ કરી નથી.

ત્યારે મંગળવારે અભિનેતાએ અરેસ્ટ થયા પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘આરઝૂ અબ તેરે દિલ મેં’ના ગીત પર લિપ સિંક કરી રહ્યા હતા. તેમને આ વીડિયોને શેયર કરતા લખ્યું હતું કે ‘કસમ કી કસમ હમ તેરે હે હમ’.

આ પણ વાંચો: Ahmedabad : છેલ્લા સાત મહિનામાં સાયકલની કિંમતોમાં ધરખમ વધારો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati