Valsad: નવસારીનો પોલીસકર્મી દારૂ સાથે ઝડપાયો, નંબર વગરની કારમાં લઈ જતા હતા દારૂ

પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં ફરતા હોવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ સામે આવતા રહે છે. ત્યારે વલસાડમાં નવસારીનો પોલીસકર્મી દારૂ સાથે રંગેહાથ ઝડપાયો છે.

| Updated on: Apr 07, 2021 | 4:48 PM

પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં ફરતા હોવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ સામે આવતા રહે છે. ત્યારે વલસાડમાં નવસારીનો પોલીસકર્મી દારૂ સાથે રંગેહાથ ઝડપાયો છે. આ પોલીસકર્મી આરોગ્યકર્મીને સાથે રાખીને દારૂ લઈ જઈ રહ્યો હતો. ત્યારે પારડી પોલીસે બાતમીના આધારે કલસર ચેકપોસ્ટ પર ચેકિંગમાં પોલીસકર્મીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે નંબર વગરની સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરવામાં આવી રહ્યા છે.

 

ત્યારે ચેકિંગમાં પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તે નાસી છૂટવામાં નિષ્ફળ રહ્યો હતો અને દારૂની હેરફેર વખતે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પોલીસકર્મી નંબર વગરની કારમાં દારૂ લઈને જતો હતો. કાર ચાલક અને અંદર સવાર વ્યક્તિની પૂછપરછ કરીને પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે કાર ચાલક પોલીસકર્મી નીકળ્યો હતો અને અંદર સવાર વ્યક્તિ આરોગ્યકર્મી હોવાનું જણાવ્યું હતું.

 

બંને આરોપીઓ નવસારીના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે પોલીસે સ્વીફટ કાર અને દારૂનો જથ્થો કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે બર્થ-ડે પાર્ટી હોવાના કારણે આ દારૂનો જથ્થો લઈ જવાતો હતો અને રૂપિયા 26,000ની કિંમતનો દારૂ હોવાની વિગતો સામે આવી છે.

 

આ પણ વાંચો: ગુજરાતનું એક એવુ ગામ, જ્યા નળ છે, પાઈપલાઈન છે, પાણીની ટાંકી પણ છે, પરંતુ તેમા પાણી નથી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">