Navsari : સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર, રિસોર્ટ માલિક સહિત 5 સામે ફરિયાદ

નવસારીની યુવતી સાથે સ્ટેટ હાઇવે પર આવેલા એક જાણીતા રિસોર્ટમાં અઘટિત ઘટના ઘટી છે. આ અંગેની તેમજ યુવતી સાથે ગેંગરેપ થયાની આશંકા દર્શાવતી લેખિત રજૂઆત જિલ્લા પોલીસ વડાને ગ્રામ્ય પોલીસ મથકમાં કરાતા પોલીસે ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

Navsari : સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર, રિસોર્ટ માલિક સહિત 5 સામે ફરિયાદ
Dombivali Gang Rape
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 2:48 PM

નવસારીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના આવી સામે છે. નવસારીની યુવતી સાથે સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર જાણીતા રિસોર્ટમાં સામૂહિક દુષ્કર્મ આચરાયુ છે. જાણીતા રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખવામાં આવી હતી. પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હતી. પરંતુ યુવતી ભાનમાં આવી ત્યારે નવસારીની ખાનગી હોસ્પિટલમાં હતી. રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયાની લેખિત ફરિયાદ કરાઈ છે.

નવસારીના સ્ટેટ હાઈવે પર એક જાણીતા રિસોર્ટમાં આ ઘટના બની છે. યુવતીએ રિસોર્ટના માલિક સહિત 5 સામે ફરિયાદ નોંધાવી છે. ગ્રામ્ય પોલીસે લેખિત ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તે સ્ટેટ હાઈવે પર આવેલ જાણીતા રિસોર્ટમાં નોકરી કરે છે. આ રિસોર્ટમાં નોકરીનો પ્રસંગ હોવાથી તેને અવારનવાર ત્યાં રોકાવુ પડે છે. ગઈકાલે એક લગ્ન પ્રસંગ હોવાથી તેણે તેમાં આઈસ્ક્રીમ ખાધો હતો, જેના બાદ તે બેહોશ થઈ હતી. તે જ્યારે ભાનમાં આવી ત્યારે તે રિસોર્ટમાં નહિ, પરંતુ હોસ્પિટલમાં હતી.

નવસારીની યુવતી સાથે સ્ટેટ હાઇવે પર આવેલા એક જાણીતા રિસોર્ટમાં અઘટિત ઘટના ઘટી છે. આ અંગેની તેમજ યુવતી સાથે ગેંગરેપ થયાની આશંકા દર્શાવતી લેખિત રજૂઆત જિલ્લા પોલીસ વડાને ગ્રામ્ય પોલીસ મથકમાં કરાતા પોલીસે ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. નવસારીમાં રહેતી યુવતી જાણીતા રિસોર્ટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. રિસોર્ટમાં લગ્ન પ્રસંગ હોવાથી તેને ત્યાં રોકાવાની ફરજ પાડવામાં આવી હતી. રાત્રે આઇસક્રીમ ખાધા બાદ તે બેભાન થઇ ગઇ હતી. તે દરમિયાન યુવતીને ગંભીર હાલતમાં નવસારીની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જ્યાં તેની સારવાર કરાઇ હતી. જોકે, યુવતીએ રિસોર્ટમાં તેની સાથે બેભાન થયા બાદ અઘટિત ઘટના ઘટી હોવાનું અને સામૂહિક દુષ્કર્મ કરાયાની આશંકા વ્યકત કરી ડીએસપી અને ગ્રામ્ય પોલીસ મથકમાં લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો હતો. આ પ્રકરણમાં ગ્રામ્ય પોલીસે રિસોર્ટના કેટલાક લોકોના નિવેદનો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે, તે બાદ વધુ તપાસ ન થતાં યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનામાં ન્યાયની માંગણી કરી હતી. ગ્રામ્ય પોલીસે આ બાબતે સત્ય હકીકત બહાર લાવવા માટે કાર્યવાહી શરૂ કર્યાની માહિતી સાંપડી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">