Narendra Giri Death: સીબીઆઈએ મહંત નરેન્દ્ર ગિરીના મોતની શરૂ કરી તપાસ, નોંધાઈ એફઆઈઆર

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંદર્ભે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ શુક્રવારે FIR નોંધી છે.

Narendra Giri Death: સીબીઆઈએ મહંત નરેન્દ્ર ગિરીના મોતની શરૂ કરી તપાસ, નોંધાઈ એફઆઈઆર
Narendra Giri Death

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંદર્ભે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ શુક્રવારે FIR નોંધી છે. સાથે જ સીબીઆઈની ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. CBIએ ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ FIR નોંધાવી છે. મહત્વનું છે કે, આ પહેલા કેન્દ્ર સરકારે મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુની સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી.

મળતા અહેવાલો અનુસાર આ કેસની તપાસ સીબીઆઈના દિલ્હી એકમ દ્વારા કરવામાં આવી રહી છે. જેની જવાબદારી સીબીઆઈના એએસપી કેએસ નેગીને સોંપવામાં આવી છે. જ્યોર્જ ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, સીબીઆઈની ટીમે ગુરુવારથી પ્રયાગરાજમાં ધામા નાખ્યા છે. ઉત્તરપ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ સરકારના સૂચનો પર મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુની તપાસ માટે સીબીઆઈને સોંપવા અંગે 22 સપ્ટેમ્બરે સચિવ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયને પત્ર લખ્યો હતો.

આનંદ ગિરી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

અધિક મુખ્ય સચિવના પત્ર પર, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે 23 સપ્ટેમ્બરે સીબીઆઈ દ્વારા આ મામલાની તપાસ કરાવવાની ઉત્તર પ્રદેશ સરકારની વિનંતી સ્વીકારી. સોમવારે મહંત નરેન્દ્ર ગિરી તેમના મઠના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ મહંત નરેન્દ્ર ગિરીએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

જ્યોર્જ ટાઉન પોલીસ સ્ટેશનમાં અમર ગિરિ પવન મહારાજ વતી સોમવારે મોડી રાત્રે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

જો કે, સ્થળ પર મળેલી કથિત સુસાઇડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરીના આ પગલા વિશે ત્રણ વ્યક્તિઓને મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરી, બડે હનુમાન મંદિરના પૂજારી આદ્યા પ્રસાદ તિવારી અને તેનો પુત્ર સંદીપ તિવારી જવાબદાર હોવાની વાત લખી હતી. કોર્ટે કથિત સ્યુસાઇડ નોટમાં સામેલ ત્રણ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. આ દરમિયાન, મહંત નરેન્દ્ર ગિરીને સમાધિ આપ્યા પછી, લગભગ તમામ સંતો અને વિવિધ અખાડાના સંતો તેમના મઠોમાં પાછા ફર્યા અને મહંત નરેન્દ્ર ગિરીની શ્રીમથ બાગંભરી ગદ્દીમાં સન્નાટો છવાયો હતો.

આનંદ ગિરી મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય છે, જ્યારે આદ્ય પ્રસાદ તિવારી બડે હનુમાન મંદિરના પૂજારી છે. પ્રયાગરાજ SSP એ આ કેસમાં 18 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના પણ કરી હતી. મહંત નરેન્દ્ર ગિરીને શ્રદ્ધાંજલિ આપવા પ્રયાગરાજ પહોંચેલા મુખ્યમંત્રી આદિત્યનાથે મંગળવારે પત્રકારોને કહ્યું હતું કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. તેમણે કહ્યું કે કેસ સાથે સંબંધિત દરેક પાસા ખુલ્લા કરવામાં આવશે અને દોષિતોને સજા આપવામાં આવશે.

 

આ પણ વાંચો: ONGC recruitment 2021: ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati