Narendra Giri Death Case: CBIને હાથ લાગી એક ઓડિયો ક્લિપ, આનંદ ગિરીનો અવાજ હોવાની શંકા, વોઇસ સેમ્પલ માટે કોર્ટ પાસે માંગી પરવાનગી

આ કેસની તપાસ કરી રહેલા CBI અધિકારી કે.એસ. નેગીએ CJM કોર્ટમાં અરજી દાખલ કરીને નરેન્દ્ર ગિરીના મૃત્યુમાં સત્ય બહાર લાવવા માટે આનંદ ગિરીના અવાજના નમૂના લેવાની પરવાનગી માંગી છે.

Narendra Giri Death Case: CBIને હાથ લાગી એક ઓડિયો ક્લિપ, આનંદ ગિરીનો અવાજ હોવાની શંકા, વોઇસ સેમ્પલ માટે કોર્ટ પાસે માંગી પરવાનગી
CBI seizes audio clip, suspects Anand Giri's voice
TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Nov 12, 2021 | 1:32 PM

Narendra Giri Death Case: અખાડા પરિષદના પૂર્વ પ્રમુખ મહંત નરેન્દ્ર ગીરીના મૃત્યુનો ભેદ ઉકેલવાની આશા હવે વધી રહી છે. CBIને એક ઓડિયો ક્લિપ (Audio Clip) મળી છે જે આ સમગ્ર કેસના ખુલાસામાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ક્લિપમાં આનંદ ગિરી (Anand Giri) નો અવાજ (voice) છે અને તેની પુષ્ટિ કરવા માટે CBI કોર્ટ પાસે તેમના અવાજના નમૂના લેવાની પરવાનગી માંગી છે. અવાજ આનંદ ગિરીનો છે કે નહીં, આ મામલે શુક્રવારે સુનાવણી થશે. જાણકારોના મતે વોઈસ સેમ્પલ (Voice Sample) લેવાનો અર્થ એ છે કે સીબીઆઈને એક ઓડિયો ક્લિપ મળી છે, જેમાં આનંદ ગીરીનો અવાજ હોવાની શક્યતા છે.

આ જ કારણ છે કે તે ક્લિપમાં આનંદ ગિરીના અવાજ સાથે મેચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓડિયો ક્લિપ ફોન પરની વાતચીતની હોઈ શકે છે. જેમાં મહંતને લગતી એવી વાત કરવામાં આવી છે જે તેમના મૃત્યુના ખુલાસામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

CBIએ આનંદ ગિરીના અવાજના નમૂના લેવા માટે પરવાનગી માંગી મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ હરેન્દ્ર નાથે મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ જેલમાં બંધ આનંદ ગિરીના અવાજના નમૂનાનું પરીક્ષણ કરાવવાની CBIની અરજી પર સુનાવણી માટે 12 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. કોર્ટે કહ્યું કે 12 નવેમ્બરે આનંદ ગિરી સહિત ત્રણેય આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ સમાપ્ત થઈ રહી છે. જ્યુડિશિયલ કસ્ટડી અને વૉઇસ ટેસ્ટ સેમ્પલની બંને અરજીઓ એકસાથે સાંભળવામાં આવશે.

આ કેસની તપાસ કરી રહેલા CBI અધિકારી કે.એસ. નેગીએ CJM કોર્ટમાં અરજી દાખલ કરીને નરેન્દ્ર ગિરીના મૃત્યુમાં સત્ય બહાર લાવવા માટે આનંદ ગિરીના અવાજના નમૂના લેવાની પરવાનગી માંગી છે.

CBI કરી રહી છે તપાસ નોંધનીય છે કે 19 સપ્ટેમ્બરે મહંત નરેન્દ્ર ગિરી બાગંબરી અખાડા સ્થિત ગેસ્ટ હાઉસના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તપાસ બાદ પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે મહંતે આત્મહત્યા કરી છે, પરંતુ સંજોગોવશાત્ પુરાવા મળ્યા બાદ રહસ્ય ઘેરાયું છે. બીજી તરફ, મહંતના શિષ્યએ આનંદ ગિરી અને આદ્યા તિવારી, સંદીપ તિવારી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ત્યારથી સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Viral : પાકિસ્તાનના આ ખેલાડીએ કેચ છોડીને જીત્યુ ભારતીયોનું દિલ, ચાહકોએ કહ્યું ‘મેન ઓફ ધ મેચ’

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકીઓની ઓળખ થઈ, ફિદાયીન હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો આતંકી રિયાઝ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati