નડિયાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ અને એક નામચીન ડૉક્ટરની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Kheda: મોબાઈલ શોપ માલિકની ફરિયાદ બાદ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને તેમના મિત્ર એક ડોક્ટરની ધરપકડ થઇ હતી. જાણો સમાગ્ર મામલો.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 02, 2021 | 8:16 AM

Kheda: નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને શહેરના એક નામચીન ડૉક્ટરની છેતરપિંડી મામલે ધરપકડ થઈ છે. નડિયાદ શહેર કોંગ્રેસ (Congress) પ્રમુખ હાર્દિક ભટ્ટ અને શ્રીજી હોસ્પિટલના (Shreeji Hospital) ડૉક્ટર ભાવિન પરીખની છેતરપિંડીના ગુનામાં ટાઉન પોલીસે ધરપકડ કરી છે.  2019માં મોબાઇલની દુકાનમાંથી 75 હજારનો મોબાઈલ ખરીદી દુકાનદારને રૂપિયા ચૂકવ્યા ન હતા.

આ ઘટનાના પગલે બંને શખ્સો વિરૂદ્ધ દુકાનમાલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે છેતરપિંડીના ગુનામાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. વિગતવાર વાત કરવામાં આવે તો ડૉક્ટરે મોબાઈલની દુકાનમાંથી 75 હજારનો એક મોબાઈલ લીધો હતો. જેના જામીન તરીકે કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ હતા. પરંતુ લાંબા સમય બાદ પણ પૈસા આપવામાં ન આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી.

લાંબા સમય બાદ પણ પૈસા ન ચુકવાતા દુકાનદારે પેનલ્ટી સહીત 1.5 લાખની છેતરપીંડી મામલે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે એકસન લીધી. તો જામીન રહેલા કોંગ્રેસ પ્રમુખનો જવાબ લઈને તેમને બાદમાં મુક્ત કરાયા હતા.

 

આ પણ વાંચો: Amreli: માવઠા બાદ માછીમારો અને ખેડૂતોને સહાય કરવા માગ, ભાજપ-કોંગ્રેસના નેતાઓની સરકારને રજૂઆત

આ પણ વાંચો: Vibrant Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈમાં બિઝનેસ લીડર્સ સાથે મહત્વની વન ટુ વન બેઠક કરશે

આ પણ વાંચો: રાજસ્થાનના મંત્રીએ કહ્યું, ‘નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય’: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati