Mumbai: આ પબજી તો હજુ જીવ છોડતી નથી ! ગેમ રમવા કિશોરે 10 લાખ ઉડાડી માર્યા, ઠપકો આપ્યો તો ઘર છોડી દીધુ

Pubg ગેમ માટે 'id' અને 'uc' મેળવવા માટે કિશોરે તેની માતાના બેંક ખાતામાંથી 10 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.

Mumbai: આ પબજી તો હજુ જીવ છોડતી નથી ! ગેમ રમવા કિશોરે 10 લાખ ઉડાડી માર્યા, ઠપકો આપ્યો તો ઘર છોડી દીધુ
teenager transfer 10 lakh rupees from his mothers bank account to play pubg
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:29 PM

Mumbai :  પબજી રમવાના વ્યસનમાં યુવક કેટલી હદે જઈ શકે છે તેનું ઉદાહરણ મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં (Jogeshvari Area) સામે આવ્યું છે. એક કિશોરે આ વ્યસન માટે તેની માતાના ખાતામાંથી 10 લાખ રૂપિયા ઉપાડી લીધા. જ્યારે તેના માતા પિતાને આ વિશે ખબર પડી, ત્યારે તેમણે યુવકને ઠપકો આપ્યો અને ગુસ્સામાં આ સોળ વર્ષનો કિશોર ઘર છોડીને ચાલ્યો ગયો. જો કે પોલીસે હાલ કિશોરની શોધ કરી લીધી છે.

કિશોર PUBG રમવાનો વ્યસની છે

જોગેશ્વરી પૂર્વના દુર્ગાનગરમાં રહેતા દાસ પરિવારે 25 ઓગસ્ટના રોજ તેમના 16 વર્ષના છોકરાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. છોકરો સગીર હોવાથી MIDC પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાંચના યુનિટ 10 ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશકુમાર ઠાકુરના (MaheshKumar Thakur) નેતૃત્વમાં પોલીસ ટીમે કિશોરની શોધખોળ શરૂ કરી હતી.જો કે કિશોરનો સ્વભાવ અને ધરનો વિવાદ અંગે વિસ્તૃત માહિતી મળતા પોલીસને એક ખાસ બાબત જાણવા મળી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યુ કે કિશોર PUBG રમવાનો વ્યસની છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પબજી રમવા માટે 10 લાખ રૂપિયા ખર્ચ્યા

Pubg ગેમ માટે ‘id’ અને ‘uc’ મેળવવા જરૂરી હોય છે, ત્યારે આ માટે કિશોરે તેની માતાના બેંક એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા. જ્યારે માતા -પિતાને આ બાબતની જાણ થઈ, ત્યારે તેમણે ઠપકો આપ્યો.જેથી કિશોરે નારાજ થઈને ઘર છોડી દીધુ, જો કે ઘરેથી નીકળતાં પહેલાં તેણે એક પત્ર લખ્યો હતો અને પત્રમાં લખ્યું હતું કે, “હું ઘર છોડી રહ્યો છું. હું પાછો નહીં આવું.”

કિશોરના માતાપિતા પાસેથી બધું જાણ્યા પછી પોલીસે (Police) કિશોરના મિત્રોનો સંપર્ક કર્યો અને ટેકનિકલ મદદ લઈને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ શોધ દરમિયાન તે અંધેરી પૂર્વમાં મહાકાળી ગુફા પાસે જોવા મળ્યો હતો. પોલીસે તરત જ તેને પકડી તેની પૂછપરછ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે,હાલ કિશોરને આગળની કાર્યવાહી માટે MIDC પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Maharashtra : ગણેશોત્સવમાં કડક પ્રતિબંધ રહેશે ? કેન્દ્રએ પત્ર મોકલીને મહારાષ્ટ્રને આપી સૂચના

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">