Mumbai NCB Raid: મુંબઈ NCBની મોટી કાર્યવાહી, 1.5 કરોડના ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ

મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (Mumbai NCB) એ મોટી કાર્યવાહી કરી છે. NCBએ 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું (Drugs seized worth of 1.5 crore) છે. આ કાર્યવાહી હેઠળ NCBએ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે.

Mumbai NCB Raid: મુંબઈ NCBની મોટી કાર્યવાહી, 1.5 કરોડના ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ
Mumbai NCB seizes drugs worth 1.5 crores
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 6:06 PM

મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (Mumbai NCB) એ મોટી કાર્યવાહી કરી છે. NCBએ 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું (Drugs seized worth of 1.5 crore) છે. આ કાર્યવાહી હેઠળ NCBએ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની NCBને શંકા છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની પૂછપરછના આધારે, બાકીના લોકોની શોધ કરવામાં આવી રહી છે. સમગ્ર નેટવર્કને ટ્રેસ કરવા માટે ધરપકડ કરાયેલા વ્યક્તિનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. બે અલગ-અલગ કામગીરી હાથ ધરીને આટલો જંગી જથ્થો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.

NCBની પ્રેસ રિલીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શુક્રવારે (13 મે) મોડી રાત્રે થયેલી આ કાર્યવાહીમાં 1.770 કિલો ગાંજા (Hydroponic Weed- GANJA)  જપ્ત કરવામાં આવ્યો છે. મુંબઈ NCB ઝોનલ ડાયરેક્ટર અમિત ઘાવતેએ આ માહિતી આપી છે. મુંબઈ NCBએ બે અલગ-અલગ ઓપરેશન હાથ ધરીને લગભગ 1.5 કરોડની કિંમતનું ડ્રગ્સ રિકવર કર્યું છે. પ્રથમ ઓપરેશનમાં, મુંબઈ NCBએ વિદેશી પોસ્ટ ઓફિસમાંથી યુએસએથી પાર્સલમાં મોકલવામાં આવેલો 850 ગ્રામ ગાંજા જપ્ત કર્યો હતો.

આ ગાંજો મુંબઈના તાડદેવમાં રહેતા એક વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો. મુંબઈ NCB આ વ્યક્તિને પકડવામાં સફળ રહી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આરોપી હિસ્ટ્રીશીટર ગુનેગાર છે. આરોપીઓ સામે કુલ 10 ગુના નોંધાયેલા છે. પૂછપરછ દરમિયાન તે મુંબઈના કુખ્યાત ડ્રગ સ્મગલર માટે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મુંબઈના તાડદેવ ખાતે અમેરિકાથી માલ મોકલાયો, 1.770 કિલો ગાંજો આ રીતે પકડાયો

મુંબઈ એનસીબીએ માહિતીના આધારે બીજી કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં NCBએ 920 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ સામાન પણ અમેરિકાથી જ મોકલવામાં આવ્યો છે. આ કન્સાઈનમેન્ટ પણ એ જ રીતે મોકલવામાં આવે છે. શુક્રવારે જ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાર્સલ તરીકે મોકલવામાં આવેલા આ કન્સાઈનમેન્ટ પણ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું છે.

આ બંને અલગ-અલગ કાર્યવાહી શુક્રવારે હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલા આ બે ઓપરેશનમાં કુલ 1.770 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. માર્કેટમાં તેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. મુંબઈ NCB દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">