માતા અને ભાઈની કાળી કરતૂત આવી સામે, પૈસા માટે સગીર યુવતીના ત્રણ વખત કરાવ્યા લગ્ન, જાણો સમગ્ર મામલો

રહેતી 17 વર્ષની યુવતીના લગ્ન થયા હતા. પૈસા માટે પીડિતાની માતા અને ભાઈએ મળીને ત્રણ વખત આ કામ કર્યું હતું.

માતા અને ભાઈની કાળી કરતૂત આવી સામે, પૈસા માટે સગીર યુવતીના ત્રણ વખત કરાવ્યા લગ્ન, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:48 PM

મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ભોકરદન શહેરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં મ્હાડા કોલોનીમાં રહેતી 17 વર્ષની યુવતીના લગ્ન થયા હતા. પૈસા માટે પીડિતાની માતા અને ભાઈએ મળીને ત્રણ વખત આ કામ કર્યું હતું. જ્યારે ચોથી વખત આવો જ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પીડિત યુવતી ભાગીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાની ફરિયાદ પર ભોકરદન પોલીસ સ્ટેશનમાં તેની માતા, તેના ભાઈ, ત્રણ પતિ સહિત 12 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સંબંધોને શરમાવે તેવી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

માતા અને ભાઈએ પીડિતાના વારંવાર આ રીતે લગ્ન કરાવ્યા

પોલીસે આપેલી માહિતી મુજબ ભોકરદન શહેરની મ્હાડા કોલોનીમાં રહેતી પીડિતાની માતા અને ભાઈએ ત્રણ વર્ષ પહેલા જલગાંવના જામનેર તાલુકાના શેંદુરનીમાં રહેતા યુવક સાથે બાળલગ્ન કરાવ્યા હતા. તેના બદલામાં તે યુવક પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એક મહિના પછી પીડિતાની માતા અને ભાઈએ તેને તેના માતાના ઘરે બોલાવી. પીડિતાને ફરીથી તેના સાસરે મોકલવામાં આવી ન હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પચોરા તાલુકાના વરખેડીના એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને આઠ માસ બાદ ફરી એકવાર પીડિતાએ બીજા લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ ફરી એકવાર માતા અને ભાઈએ મળીને પીડિતાને પરત ઘરે બોલાવી લીધી હતી. પાંચ માસ બાદ ફરી એકવાર ભોકરદન શહેરના એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને પીડિતાએ ત્રીજા લગ્ન કર્યા હતા. પીડિતા એક વર્ષ સુધી ઔરંગાબાદમાં આ યુવક સાથે રહી હતી. ત્યારબાદ પતિ સાથે અણબનાવ થતાં તે ચાર માસ પહેલા પરત ઘરે આવી હતી.

જ્યારે ચોથા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ત્યારે પીડિતાએ વિરોધમાં આ પગલું ભર્યું

આ દરમિયાન પીડિતાની માતા અને ભાઈએ મળીને તેના ચોથા લગ્નનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. જ્યારે પીડિતાને ખબર પડી કે જાલના જિલ્લામાંથી કોઈ તેને જોવા માટે આવવાનું છે, ત્યારે તેણે વિરોધ કર્યો. જેના પર પીડિતાના ભાઈએ તેને માર માર્યો હતો. જ્યારે પીડિતાને લાગ્યું કે જો તેણી લગ્ન માટે હા નહીં કહે તો તેના જીવને જોખમ છે, ત્યારે તેણે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક કર્યો. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ.પોલીસ પીડિતાને મળી અને મામલાની તપાસ કરી. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે તેની માતા, બે ભાઈઓ, ત્રણ પતિ સહિત 12 સંબંધીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: BRO Recruitment 2021: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં અનેક જગ્યાઓ માટે ભરતી, અહીં જાણો વિગત

આ પણ વાંચો: નેશનલ ટેલેન્ટ સર્ચની મદદથી વિદ્યાર્થીઓને મળે છે PHD સુધીની સ્કોલરશિપ, જાણો કોણ લઈ શકે છે આ લાભ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">