Delhi માં શેમ્પુની બોટલોમાં લવાયેલું કરોડોનું Heroin પકડાયું, Hyderabad માં પણ 12 કિલો હેરોઈન પકડાયું

કસ્ટમ્સ વિભાગે દિલ્હીના IIG એરપોર્ટ પર 2 અફઘાન નાગરિકો દ્વારા શેમ્પુની બોટલોમાં લવાયેલું 136 કરોડનું Heroin ઝડપી પાડ્યું.

Delhi માં શેમ્પુની બોટલોમાં લવાયેલું કરોડોનું Heroin પકડાયું, Hyderabad માં પણ 12 કિલો હેરોઈન પકડાયું
શેમ્પુની બોટલોમાં લવાયેલું 136 કરોડનું Heroin ઝડપાયું
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 11:09 PM

હાલમાં ડ્રગ તસ્કરીની ઘટનાઓ વધી છે. તસ્કરો આના માટે કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે. તેઓ કસ્ટમ અધિકારીઓને થાપ ખવડાવવામાં કોઈ કસર છોડશે નહીં. ફેસ માસ્ક, ટીવી, ઇમરજન્સી લાઇટ્સ અને પાસ્તા મેકિંગ મશીનમાં છુપાવીને ડ્રગની તસ્કરી કરવામાં આવી રહી છે. આવો જ એક ડ્રગ તસ્કરીનો નવો બનાવ દિલ્હીમાં સામે આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પરથી 136 કરોડની કિંમતનું Heroin પકડાયું છે.

શેમ્પુ – કંડીશનરની બોટલમાં કોરોડોના હેરોઈનની તસ્કરી કસ્ટમ્સ વિભાગે દિલ્હીના IIG એરપોર્ટ પર 2 અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે, જેની બેગમાંથી 19.5 કિલો Heroin ઝડપાયું છે, જેની કિંમત 136 કરોડ રૂપિયા છે. આ હેરોઈન શેમ્પૂ અને કન્ડિશનરની બોટલોમાં ભરીને લવાયું હતું. આ બંને આરોપી દુબઈથી અમીરાત એરલાઇન્સમાં આવ્યાં હતા.

Heroin વગેરે ડ્રગ્સની તસ્કરીની આવી નવી ટેકનીકથી કસ્ટમ અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તેઓ હવે વધારે સતર્ક બન્યા છે. અહેવાલો અનુસાર 15 એપ્રિલથી  દિલ્હી એરપોર્ટ પર જ હેરોઇનના પાંચ મોટા જથ્થા પકડવામાં આવ્યાં છે જેની કિંમત આશરે 160 કરોડ રૂપિયા છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

હૈદરાબાદમાં 12 કિલો હેરોઈન ઝડપાયું હૈદરાબાદમાં બે અલગ અલગ ગુનામાં કુલ 12 કિલો Heroin ઝડપાયું છે. હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ પરથી DRI એ યુગાન્ડાની મહિલા પાસેથી આશરે 25 કરોડની કિંમતનું 3.9 કિલો હેરોઇન પકડ્યું છે. આ મહિલા તેની બેગમાં હિરોઇન છુપાવીને લાવી હતી.

બીજા ગુનામાં DRI એ હૈદરાબાદના RGI એરપોર્ટથી એક ઝામ્બિયન મહિલા પાસેથી આશરે 8 કિલોની હેરોઇન ઝડપી પાડ્યું છે, જેની કિંમત 52 કરોડથી વધુ થાય છે.મહિલાએ આ Heroin ને ગેસ પાઇપ રોલમાં છુપાવ્યું હતું.

પેટમાં છુપાવીને હેરોઈનની તસ્કરી જાન્યુઆરીમાં કસ્ટમ અધિકારીઓએ એક અફઘાનિસ્તાનના નાગરિકને ઝડપી લીધો હતો. શોધખોળ દરમિયાન તેના પેટમાં પ્લાસ્ટિકની 89 કેપ્સ્યુલ્સમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેપ્સ્યુલ્સમાં આશરે 635 ગ્રામ Heroin મળી આવ્યું. જેની કિંમત રૂ4.50 કરોડ હતી.

તાજેતરમાં દિલ્હી પોલીસે એક ગેંગ પકડી હતી જે મસાલાઓની આડમાં Heroin ની તસ્કરી કરતી હતી. આ માટે ગેંગ મસાલાની બોરીઓમાં ખાસ પ્રકારનું કેમિકલ અને હેરોઇનની પેસ્ટ બનાવી લગાડતા.

આ પણ વાંચો : Israel માં PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકા કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા

આ પણ વાંચો : Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">