કોરોના મહામારીનો સામનો કરવા માટે લીધી કરોડોની લોન, મસ્તી કરતા ઝડપાયા, હવે 9 વર્ષની થઈ જેલની સજા

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Jayraj Vala

Updated on: Dec 02, 2021 | 9:50 PM

કોરોનામાં રાહતની રકમમાંથી મળેલી કરોડો રૂપિયાની લોન લઈને મોજ કરવી વ્યક્તિ માટે ખૂબ મોંઘી સાબિત થઈ છે.

કોરોના મહામારીનો સામનો કરવા માટે લીધી કરોડોની લોન, મસ્તી કરતા ઝડપાયા, હવે 9 વર્ષની થઈ જેલની સજા
પ્રતિકાત્મક તસવીર

કોરોનામાં રાહતની રકમમાંથી મળેલી કરોડો રૂપિયાની લોન લઈને મોજ કરવી વ્યક્તિ માટે ખૂબ મોંઘી સાબિત થઈ છે. આરોપીએ આ રકમ કોરોનાના સમયગાળા દરમિયાન આવેલા આર્થિક સંકટમાંથી બહાર આવવાના નામે ઉભી કરી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે, આરોપી આ મોટી રકમની લોનની મોજ મસ્તી કરી ઉડાવવામાં વ્યસ્ત છે. આથી એજન્સીઓએ આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 9 વર્ષની કેદની સજા ફટકારી છે.

કોરોનાના સમયગાળા દરમિયાન પણ અમેરિકાના ટેક્સાસમાંથી આર્થિક મદદ માટે જૂઠું બોલવાનો અને મોજમસ્તી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા ભારતીય ચલણમાં મળ્યા હતા. આ રકમ કોરોના રિલીફ લોનના નામે લેવામાં આવી હતી. હાલમાં, આરોપો સાબિત થતાની સાથે જ ફેડરલ પ્રોસિક્યુટર્સે કોર્ટમાં આરોપીઓ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

કોર્ટે આરોપ સાચા માનીને સજા ફટકારી

આરોપોને સાચા માનીને કોર્ટે તેને 9 વર્ષની સજા ફટકારી હતી, આ 12 કરોડની રાહત લોનની રકમ, જે છેતરપિંડીથી આરોપીઓ દ્વારા પડાવી લેવામાં આવી હતી. તેમાંથી લગભગ 5 કરોડ 25 લાખ એટલે કે લગભગ 7 લાખ ડોલર પણ વસૂલ કરવામાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર આરોપીનું નામ લી પ્રાઈસ-III છે. તેની ઉંમર 30 વર્ષની છે. આરોપીને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપમાં કોર્ટે 110 મહિનાની સજા ફટકારી છે.

લી પ્રાઇસ-III સપ્ટેમ્બરમાં જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ હ્યુસ્ટન નિવાસી પ્રાઇસ પર પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી) હેઠળ આ 12 કરોડની લોનની રકમનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. આ કેટેગરીમાં મદદની જાહેરાત માત્ર ગયા વર્ષે એટલે કે માર્ચ 2020માં મહામારીથી પ્રભાવિત વેપારીઓને મદદ કરવા માટે જ પસાર/મંજૂર કરવામાં આવી હતી. જેથી ખરાબ સમયમાં દેશના ઉદ્યોગપતિને ફરીથી પોતાના પગ પર ઉભા રહેવા માટે કોઈ આર્થિક પડકારનો સામનો ન કરવો પડે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, લોન તરીકે લેવામાં આવેલા આ 12 કરોડમાંથી આરોપીએ લેમ્બોર્ગિની ઉરુસ, ફોર્ટ-350 પણ ખરીદી હતી. આ ઉપરાંત આ રકમમાંથી અમુક રકમ ખર્ચીને આરોપી દ્વારા રોલેક્સ ઘડિયાળ ખરીદવાનો મામલો પણ સામે આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, આરોપી પાસેથી બાકીની લોનની રકમ વસૂલવા માટે તમામ કાયદાકીય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

આ કેસની તપાસ સાથે સંકળાયેલી એજન્સીઓ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે છેતરપિંડીની આ રમતમાં આરોપી એક જ સંડોવાયેલો હતો. અથવા તો કેટલાક અન્ય લોકો પણ આ રમતમાં સામેલ થયા છે.

આ પણ વાંચો:  NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

આ પણ વાંચો: Railway Jobs: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી કરવામાં આવશે, જુઓ નોટિફિકેશન અને વિગતો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati