Me Too: પ્રિયા રમાની સામે M J Akbarનાં માનહાનિના કેસમાં ચુકાદો ટળ્યો, નવી તારીખ જાહેર

2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો.

Me Too: પ્રિયા રમાની સામે M J Akbarનાં માનહાનિના કેસમાં ચુકાદો ટળ્યો, નવી તારીખ જાહેર
એમજે અકબર, પ્રિયા રમાની
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 10, 2021 | 2:51 PM

2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી સ્ત્રીઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. આ અંગે અકબરે રમાની સામે માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં દિલ્હીની કોર્ટ બુધવારે 17 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો આપી શકે છે.

શું હતો મામલો સોશિયલ મીડિયામાં વર્ષ 2018માં Me too કેમ્પેને જોર પકડ્યું હતું. જેમાં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ વિદેશ પ્રધાન એમ.જે. અકબર પર આ કેમ્પેનમાં જ જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. જેની સામે એમ.જે. અકબરે પ્રિયા રમાની પર માનહાનીનો દાવો કર્યો હતો. આ કેસની પહેલી સુનાવણી 10 એપ્રિલ 2019માં થઇ હતી. આ કેસની આજે   સુનાવણી થવાની હતી જે હવે 17 તારીખ પર ટળી ગઈ છે. .

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

દલીલો પૂર્ણ અકબર અને રમાનીના વકીલો તરફથી દલીલો પૂરી થયા બાદ 1 મે ફેબ્રુઆરીના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે આ ચુકાદો સુરક્ષિત કરી દીધો હતો. એમને કહ્યું હતું કે કોર્ટ 10 ફેબ્રુઆરીએ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. અકબરે કોર્ટમાં મહિલા પત્રકાર પર આરોપ લગાવ્યો હતો કે “રામાણીએ તેની પ્રતિષ્ઠાને ડામવા માટે 20 વર્ષ પછી તેણે ખોટા આક્ષેપો કર્યા છે. જો તેની સાથે જાતિય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તો તે આટલા વર્ષો સુધી શા માટે મૌન રહ્યા? આ સિવાય તે ક્યારે અને ક્યાં જાતીય શોષણ થયું તે અંગે કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા. તેમજ આ ઘટના અંગે કોઈ સાક્ષી નથી. આવા કિસ્સામાં તેમને માનહાનિના આરોપમાં સજા થવી જોઈએ.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">