Me Too: એમ જે અકબરને ઝટકો, પ્રિયા રમાની વિરુદ્ધનાં માનહાની કેસને કોર્ટે ફગાવ્યો

વર્ષ 2018માં ચાલેલા Me Too કેમ્પેન દરમિયાન પત્રકાર પ્રિયા રમાની એ પૂર્વ પ્રધાન એમજે અકબર સામે સોશિયલ મીડિયામાં જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એમજે અકબરે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો

Me Too: એમ જે અકબરને ઝટકો, પ્રિયા રમાની વિરુદ્ધનાં માનહાની કેસને કોર્ટે ફગાવ્યો
MJ Akbar - Priya Ramani
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 17, 2021 | 7:24 PM

લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી દિલ્હી કોર્ટ એમ.જે.અકબરની પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિ કેસમાં બુધવાર, 17 ફેબ્રુઆરીએ ચુકાદો આપ્યો છે. જેમાં પત્રકાર રમાની વિરુદ્ધની અરજીને કોર્ટે ફગાવી દીધી. ઓક્ટોબર, 2018 માં રમાનીએ તત્કાલીન કેન્દ્રીય પ્રધાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

શું આવ્યો ચુકાદો?

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબર દ્વારા પત્રકાર પ્રિયા રમાની પર કરવામાં આવેલી માનહાનીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અને આ ફોજદારી માનહાનિના કેસમાં દિલ્હી કોર્ટે પત્રકાર પ્રિયા રામાણીને નિર્દોષ જાહેર કર્યા છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

શું કહ્યું કોર્ટે

આ બાબતે કોર્ટે કહ્યુ કે “આપણા સમાજને સમજવાનો સમય આવી ગયો છે કે કેટલીકવાર માનસિક આઘાતને લીધે પીડિત વર્ષો સુધી એ મુદ્દે આવાજ ના પણ ઉઠાવી શકે. જાતીય દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવા બદલ સ્ત્રીને સજા થઈ શકે નહીં.”

કોર્ટે એમ પણ કહ્યું કે આર્ટીકલ 21 અને સમાનતાના અધિકારની બાંયધરી બંધારણ હેઠળ આપવામાં આવે છે. તેણીને પોતાની પસંદગીના કોઈપણ પ્લેટફોર્મ પર પોતાનો મુદ્દો મૂકવાનો પૂરો અધિકાર છે.

શું હતો મામલો 2018 માં Me too કેમ્પેન પછી સોશિયલ મીડિયા પર તોફાન સર્જાયું હતું. આ અભિયાનના ભાગ રૂપે ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયા પર તેમના જાતીય સતામણી વિશે ખુલીને વાત કરી હતી. જેમાં વર્ષ 2018 માં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ પ્રધાન એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. આ અંગે અકબરે રમાની સામે માનહાનિનો દાવો કર્યો હતો. જેને આજે કોર્ટે ફગાવી દીધો છે અને પત્રકાર રમાનીને નિર્દોષ જાહેર કર્યા છે.

સોશિયલ મીડિયામાં વર્ષ 2018માં Me too કેમ્પેને જોર પકડ્યું હતું. જેમાં પત્રકાર પ્રિયા રમાનીએ પૂર્વ પ્રધાન એમ.જે. અકબર પર આ કેમ્પેનમાં જ જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. જેની સામે એમ.જે. અકબરે પ્રિયા રમાની પર માનહાનીનો દાવો કર્યો હતો. આ કેસની પહેલી સુનાવણી 10 એપ્રિલ 2019માં થઇ હતી. આ કેસની છેલ્લી સુનાવણીમાં ચુકાદાની તારીખ 17 કહેવામાં આવી હતી. કોર્ટે 10 ફેબ્રુઆરીના રોજ 17 ફેબ્રુઆરીના રોજ ચુકાદો મુલતવી રાખતા કહ્યું હતું કે બંને પક્ષોએ મોડેથી પોતાની લેખિત દલીલો રજુ કરી હતી, તેથી નિર્ણય સંપૂર્ણ લખી શકાયો નથી.

દલીલો પૂર્ણ અકબર અને રામાનીના વકીલો તરફથી દલીલો પૂરી થયા બાદ 1 મે ફેબ્રુઆરીના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે આ ચુકાદો સુરક્ષિત કરી દીધો હતો. અકબરે કોર્ટમાં મહિલા પત્રકાર પર આરોપ લગાવ્યો હતો કે રમાનીએ તેની પ્રતિષ્ઠાને ડામવા માટે 20 વર્ષ પછી તેના પર ખોટા આક્ષેપો કર્યા છે. જો તેની સાથે જાતિય દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તો તે આટલા વર્ષો સુધી શા માટે મૌન રહ્યા? આ સિવાય તે ક્યારે અને ક્યાં જાતીય શોષણ થયું તે અંગે કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા. તેમજ આ ઘટના અંગે કોઈ સાક્ષી નથી. આવા કિસ્સામાં તેમને માનહાનિના આરોપમાં સજા થવી જોઈએ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">