MUMBAI : કોરોનાની નકલી દવાઓ વેચવાનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, માસ્ટરમાઈન્ડની મુંબઈથી ધરપકડ

સુદિપ મુખર્જી (Sudip Mukherjee)નામનો આ આરોપી મુંબઈ, દિલ્હી, રાજસ્થાન સહિત દેશભરની જુદી જુદી દવાની દુકાનમાં નકલી કંપની, નકલી લાઇસન્સ, નકલી ડિસ્ટ્રીબ્યુટરની મદદથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની નકલી ગોળીઓ વેચતો હતો.

MUMBAI : કોરોનાની નકલી દવાઓ વેચવાનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, માસ્ટરમાઈન્ડની મુંબઈથી ધરપકડ
Mastermind arrested in Mumbai for selling fake Corona Medicines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 11:57 PM

MUMBAI : કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી નકલી દવાઓ દેશભરમાં સપ્લાય કરવામાં આવી રહી હતી.આ સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ મુંબઈમાં પકડાયો છે. સુદિપ મુખર્જી (Sudip Mukherjee) વ્યવસાયે કેમિકલ એન્જિનિયર અને ઉદ્યોગપતિ છે.તેણે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી ફેવીપીરવીર (Favipiravir)ની ગોળીઓ સહિત ઘણી દવાઓના ડુપ્લિકેટ માલ બનાવવા માટે નકલી કંપની પણ બનાવી હતી. પરંતુ હવે આ છેતરપિંડીની રમત પૂરી થઈ ગઈ છે અને મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે.

કોરોનાના સમયગાળામાં તેજી દરમિયાન એન્ટિ વાયરલ ફેવીપીરાવીર (Favipiravir) ટેબ્લેટ્સ સહિતની અન્ય દવાઓની માંગમાં વધારો થયો હતો.આ સમયગાળા દરમિયાન આ વેપારીએ હિમાચલ પ્રદેશમાં ડુપ્લિકેટ ફાર્મા કંપની બનાવી. નકલી કાગળો તૈયાર કરીને, બોગસ દવાઓનો સ્ટોક વધારીને અને ત્યારબાદ આવી ડુપ્લિકેટ દવાઓ દેશભરમાં બજારમાં વેચવાની શરૂ કરી. લોકોની જીંદગી સાથે રમત રમતા તે આ રીતે કરોડો રૂપિયાની કમાણી કરવામાં વ્યસ્ત હતો.

હિમાચલ પ્રદેશમાં નકલી દવાની ફેક્ટરી મુંબઈ પોલીસ દ્વારા પકડાયેલો આ ઉદ્યોગપતિ કોરોના સમયગાળા દરમિયાન થયેલ હજારો મોત માટે આડકતરી રીતે જવાબદાર છે. સુદિપ મુખર્જી (Sudip Mukherjee) નામનો આ કેમિકલ એન્જિનિયર તેની નકલી કંપનીમાં કોરોનાની સારવારમાં ઉપયોગી ફેવીપીરાવીર (Favipiravir) અને બીજી દવાઓની નકલી ગોળીઓ ખૂબ જ ચાલાકીથી તૈયાર કરતો હતો અને ત્યારબાદ તે આખા દેશમાં સપ્લાય કરતો હતો.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ રીતે આ આરોપી મુંબઇ, દિલ્હી રાજસ્થાન સહિત દેશભરની જુદી જુદી દવાની દુકાનમાં નકલી કંપની, નકલી લાઇસન્સ, નકલી વિતરકોની મદદથી કોરોના સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની નકલી ગોળીઓ વેચતો હતો.એટલું જ નહીં, આ નકલી દવાઓ ઓનલાઇન આડેધડ વેચી રહ્યો હતો.

આ રીતે થયો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ આ નકલી દવાઓનો એક જથ્થો દક્ષિણ મુંબઈના બજારમાં પહોચ્યો હતો. આ જથ્થામાંથી ફેવીપીરાવીર (Favipiravir) હાઇડ્રોક્લોરોક્વિન (Hydrochloroquine) અને અન્ય દવાઓની નળી ગોળીઓ ઘણી જાણીતી હોસ્પિટલોમાં મોકલવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યાં હતા અને નકલી દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

જપ્ત કરવામાં આવેલા નકલી દવાના જથ્થામાં એટલા મોટા પ્રમાણમાં દવાઓ હતી કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને એ વાતનો અંદાજો આવી ગયો કે આ બોગસ દવાઓની સપ્લાય ચેન ઘણી લાંબી છે.ત્યારબાદ અધિકારીઓએ મુંબઇના પરા વિસ્તારોમાં દવાના ત્રણ મોટા વેપારીઓના ગોડાઉનો પર દરોડા પાડ્યા હતા અને આવી નકલી દવાઓનો વિશાળ સ્ટોક કબ્જે કર્યો હતો.આ રીતે સુદિપ મુખર્જીનો નકલી દવાઓનો કાળો ધંધો સામે આવ્યો.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">