જિમમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પોલીસે ફેક્ટ્રી માલિક સહિત 3 આરોપીઓની કરી ધરપકડ

21 વર્ષની યુવતી સાથે 3 લોકોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા એક આરોપીની ફેક્ટરીમાં કામ કરે છે.

જિમમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પોલીસે ફેક્ટ્રી માલિક સહિત 3 આરોપીઓની કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 1:46 PM

દેશની રાજધાની દિલ્હીના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 21 વર્ષની યુવતી સાથે 3 લોકોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા એક આરોપીની ફેક્ટરીમાં કામ કરે છે. આ મામલામાં માહિતી આપતાં પોલીસે શુક્રવારે કહ્યું કે, તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વાસ્તવમાં, આ મામલો ઉત્તર-પશ્ચિમ દિલ્હી જિલ્લાના બુધ વિહાર ફેઝ-1 વિસ્તારનો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના બે દિવસ પહેલા ગુરુવારે બની હતી. જ્યાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તે જ સમયે આ કેસમાં પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તે ત્યાં એક આરોપીની ફેક્ટરીમાં કામ કરે છે.

જ્યાં યુવતીના માલિકે તેને કોઈ કામ માટે જીમમાં બોલાવી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું કે, પીડીતાએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ ત્યાં તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને ઘટના વિશે કોઈને ન કહેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે જ સમયે, અધિકારીએ કહ્યું કે, પીડિતાએ પીસીઆર કોલ કર્યો અને પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પોલીસે ત્રણેય આરોપીઓની કરી ધરપકડ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પીડિતાને મેડિકલ તપાસ માટે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. આ પછી, તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદાની સંબંધિત કલમો હેઠળ વિજય વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં બે આરોપી – ફેક્ટરી માલિક ઉમેશ અને જિમ માલિક સુનિલ કુમાર વત્સની ધરપકડ કરવામાં આવી છે અને એક કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે ભૂતકાળમાં ઉત્તર દિલ્હીના બુરારી વિસ્તારમાં એક મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો. જ્યાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ગુરુવારે 3 લોકોએ તેના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેના હાથ-પગ બાંધી દીધા, ત્યારબાદ બધાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલા છત્તીસગઢની રહેવાસી છે. મહિલાનો આરોપ છે કે, આ દરમિયાન તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બહારથી અવાજ આવ્યો હતો. તાળું તોડીને જ્યારે પોલીસ ઘરની અંદર પહોંચી તો મહિલા નગ્ન અવસ્થામાં મળી આવી હતી.

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">