લગ્ને લગ્ને કુંવારો યુવક ઝડપાયો, પાંચ યુવતીઓની જિંદગી સાથે ખેલ્યો ખેલ

એક વ્યકિતએ મિલકત અને પૈસાની લાલચમા પાંચ યુવતીની જીદંગી ખરાબ કરી દીધી. આરોપી અન્ય કોઈ યુવતી સાથે આવુ કુત્યના કરે અને તેને કડક સજા થાય તેવી યુવતીએ પોલીસ સમક્ષ માંગ કરી છે.

લગ્ને લગ્ને કુંવારો યુવક ઝડપાયો, પાંચ યુવતીઓની જિંદગી સાથે ખેલ્યો ખેલ
Man caught cheating on pretext of marriage with five young women
Mihir Soni

| Edited By: Utpal Patel

Nov 10, 2021 | 6:43 PM

સોલામા લગ્ને લગ્ને કુવારા યુવકે એક નહિ પરંતુ પાંચ યુવતી સાથે લગ્ન કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. યુવકની ચોથી પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. કોણ છે આ શખ્સ. વાંચો આ અહેવાલ.

ટીવી સ્કીન પર જોવા મળતા આરોપી પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબીએ લગ્ન કરવાની હદ વટાવી દીધી, તેણે એક કે બે નહિ પરંતુ પાંચ લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોર્ટ તેની ચોથી પત્નીએ કર્યો. વાત કઈક એવી છે કે 2016મા ખાનગી કંપનીમાં મહિલાનો પરિચય આરોપી પ્રબજોત પંજાબી સાથે થયો. યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા 2018માં પ્રબજોતે પોતે કુંવારો હોવાનું કહીને યુવતી સાથે પ્રેમસંબંધ રાખ્યો. અને, મંદિરમાં લગ્ન કરીને લીવ ઈન રીલેશનશીપમાં રહેવા લાગ્યા. આ દરમ્યાન એક દિકરીનો જન્મ થયો. મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનું કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો. અને, આરોપીની અગાઉની એક પત્ની તેને ફોટો લઈને મહિલાના ઘરે પહોંચતા પ્રબજોતનો ભાંડો ફુટી ગયો.

મહિલાએ આક્ષેપ કર્યો છેકે પ્રબજોતે પરણિત હોવા છતાં કુંવારો કહીને લગ્ન તો કર્યા. પરંતુ પોતે શરૂ કરેલા ખોપચા કાફે અને લકઝરીયર્સ ગાડી વેચીને રૂપિયા ચાઉં કરી દીધા. આરોપીએ અગાઉ દર્શના સૈની, સંતવિન્દરકૌર. હિમાચલ પ્રદેશમાં ચારૂ શર્મા સાથે લગ્ન કર્યા અને હવે શાર્મીન નામની યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમાં રહેતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આરોપીએ એક નહિ પરંતુ પાંચ યુવતી સાથે સંબંધના નામે વિશ્વાસઘાત કર્યો હોવાથી સોલા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

એક વ્યકિતએ મિલકત અને પૈસાની લાલચમા પાંચ યુવતીની જીદંગી ખરાબ કરી દીધી. આરોપી અન્ય કોઈ યુવતી સાથે આવુ કુત્યના કરે અને તેને કડક સજા થાય તેવી યુવતીએ પોલીસ સમક્ષ માંગ કરી છે. ત્યારે સોલા પોલીસે આરોપીની મેડીકલ તપાસ કરાવીને આ આક્ષેપોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: દરગાહ અને લગ્ન સહિતના ભીડવાળા વિસ્તારોમાં ફરી શરૂ થશે કોવિડ ટેસ્ટિંગ સેવા, કોરોનાના વધતા કેસો બાદ આદેશ

આ પણ વાંચો :  જુનાગઢ : સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાયું, 9 નવેમ્બર સુધીમાં 47 હજાર પ્રવાસીઓની મુલાકાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati