PM મોદીના કાફલાને રોકવાના મામલે મોટી કાર્યવાહી, પંજાબમાં 150 અજાણ્યા લોકો પર FIR દાખલ

આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તે પીએમની સુરક્ષામાં ખામીની તપાસ કરશે.

PM મોદીના કાફલાને રોકવાના મામલે મોટી કાર્યવાહી, પંજાબમાં 150 અજાણ્યા લોકો પર FIR દાખલ
PM Modi's convoy stuck on the flyover
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 9:06 PM

પંજાબ (Punjab) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવા (Prime Minister Narendra Modi in Punjab) ના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 150 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ FIR પંજાબના ફિરોઝપુર (Firozpur) જિલ્લાના કુલગારી પોલીસ સ્ટેશન (Kulgari Police Station) માં નોંધવામાં આવી છે. માહિતી અનુસાર, 6 જાન્યુઆરીએ પોલીસે IPC કલમ 283 હેઠળ 150 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

ભટિંડાના SSPની કરવામાં આવી હતી પૂછપરછ આ પહેલા ગૃહ મંત્રાલયની ટીમે ભટિંડાના એસએસપીની પૂછપરછ કરી હતી (The Ministry of Home Affairs had questioned the SSP of Bathinda) ગૃહ મંત્રાલય વતી એસએસપીને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી. એસએસપી પાસેથી શું પૂછપરછ કરવામાં આવી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તે પીએમની સુરક્ષામાં ખામીની તપાસ કરશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ રાજ્યના પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય સહિત એક ડઝનથી વધુ વરિષ્ઠ અધિકારીઓને ફિરોઝપુર બોલાવ્યા છે. જે અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યા છે તેમાં ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) જી નાગેશ્વર રાવ, એડીજીપી જિતેન્દ્ર જૈન, પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) પટિયાલા મુખવિંદર સિંહ ચિન્ના, ફિરોઝપુરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈન્દરબીર સિંહ, ફરીદકોટ ડીઆઈજી સુરજીત સિંહનો સમાવેશ થાય છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ ઉપરાંત ફિરોઝપુરના ડેપ્યુટી કમિશનર દવિંદર સિંહ, ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) હરમનદીપ હંસ, મોગાના એસએસપી ચરણજીત સિંહ સોહલ, કોટકપુરા ડ્યુટી મેજિસ્ટ્રેટ વરિન્દર સિંહ, લુધિયાણાના જોઈન્ટ કમિશનર અંકુર મહેન્દ્રુ, ભટિંડાના ડેપ્યુટી કમિશનર એએસપી સંધુ, ભટિંડાના એસએસપી અજય દમલુજા અને ફિરોઝપુરના વીવીઆઈપી કંટ્રોલ રૂમના ઈન્ચાર્જનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચો: RSS ના નાગપુર હેડક્વાર્ટર પર હુમલાની શક્યતા, જૈશ-એ-મોહમ્મદના આતંકીએ કરી રેકી, પ્રજાસત્તાક દિવસ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ હુમલાની આશંકા

આ પણ વાંચો: ઓક્સીજન ઇન્ફ્રાસ્ટ્રકચરની તૈયારીઓને લઈને કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે કરી સમીક્ષા, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કરી આ વાત

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">