
મુંબઈથી એક શરમજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક 14 વર્ષની સગીર છોકરી પર ચાલતી ટેક્સીમાં રેપ કરવામાં આવ્યો છે. આરોપી ડ્રાઈવર ટેક્સી ચલાવતો રહ્યો અને તેનો સાથી યુવતી પર રેપ કરતો રહ્યો. આ પછી તે યુવતીને રસ્તા પર છોડીને ભાગી ગયો હતો. પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : Marital Rape Judgement : 15 વર્ષની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધનાર પતિને HCની રાહત, કોર્ટે કહ્યું- રેપ નથી
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સગીર યુવતી રાત્રે લગભગ 2.30 વાગે દક્ષિણ મુંબઈથી કોઈ સંબંધીને મળવા માટે નીકળી હતી. આ દરમિયાન તે એક ટેક્સીમાં બેઠી હતી જેને પ્રકાશ પાંડે નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. પાંડે યુવતીને રસ્તામાં દાદર લઈ ગયો, ત્યારબાદ તેણે તેના બીજા મિત્રને કારમાં બેસાડ્યો. મળતી માહિતી મુજબ ડ્રાઈવરનો સાથી સલમાન દાદર વિસ્તારમાં લોજ ચલાવતો હતો.
આ પછી સલમાને ચાલતી ટેક્સીમાં સગીર છોકરી સાથે રેપ કર્યો, આ દરમિયાન ડ્રાઈવર પ્રકાશ પાંડે સતત ટેક્સી ચલાવી રહ્યો હતો. જ્યારે આરોપીએ બાળકી પર રેપ કર્યો ત્યારે તે તેને રસ્તા પર છોડીને જતો રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતા માનસિક રીતે બીમાર છે. તે મધરાતે તેના પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. પીડિતા કોઈક રીતે બસ દ્વારા તેના સંબંધીના ઘરે પહોંચી અને ત્યાં તેણે આખી ઘટના જણાવી.
જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓએ ટેકનિકલ સેલની મદદથી અને સંબંધિત વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીઓને શોધી કાઢ્યા. પોલીસે દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 26 વર્ષીય આરોપી સલમાન પર રેપનો અને આરોપી ટેક્સી ડ્રાઈવર પર તેની મદદ કરવાનો આરોપ છે. પોલીસે પોક્સો અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો