લેડી ડોન અનુરાધાની દિલ્હી પોલીસે કરી ધરપકડ, કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની છે ગર્લફ્રેન્ડ

ખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની ધરપકડના કલાકો બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે તેની નજીકની મિત્ર લેડી ડોન અનુરાધાની ધરપકડ કરી છે.

લેડી ડોન અનુરાધાની દિલ્હી પોલીસે કરી ધરપકડ, કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની છે ગર્લફ્રેન્ડ
ફાઈલ ફોટો

ગેંગસ્ટર કાલા જાઠેડી બાદ દિલ્હી પોલીસ લેડી ડોન અનુરાધાની પણ ધરપકડ કરવામાં સફળ રહી છે. કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની ધરપકડના કલાકો બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે તેની નજીકની મિત્ર લેડી ડોન અનુરાધાની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસે લેડી ડોન અનુરાધા પર 10,000 રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

મળતી માહિતી અનુસાર અનુરાધા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રાજસ્થાનના ગેંગસ્ટર આનંદપાલ સિંહની (Anand Pal Singh) સહયોગી રહી ચૂકી છે. રાજસ્થાનમાં અનુરાધા સામે ખંડણી, અપહરણ, હત્યાનું કાવતરું જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 2 વર્ષની સજા ભોગવ્યા બાદ અનુરાધા ફરાર હતી.

અનુરાધા ઉર્ફે મેડમ મિન્ઝ 6 વર્ષ પહેલા સુધી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદ પાલના સંપર્કમાં હતી. તેની સાથે તે આનંદ પાલની ગેંગ ચલાવતી હતી. તે સમયે આનંદ પાલ રાજસ્થાનના અન્ય ગેંગસ્ટર રાજુ બસોડીના નિશાના પર હતો. આનંદ પાલ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ અનુરાધા રાજુ બસોદીના નિશાના પર હતી, ત્યારબાદ તેણે બલબીર બાનુડાનો સાથ લીધો. પણ પછી જ્યારે બલબીર બાનુડા પકડાયો ત્યારે અનુરાધા લોરેન્સ વિશ્નોઈના સંપર્કમાં આવી, જ્યાંથી તેને કાલા જાઠેડીન સાથે જોડાઈ ગઈ હતી.

મહત્વનું છે કે, અનુરાધા એ ગેંગસ્ટર હતી જેની સાથે જોડાયા બાદ આનંદ પાલ આર્થિક રીતે મજબૂત બન્યો. એવું કહેવામાં આવતું હતું કે, અનુરાધાના મન અને આનંદ પાલની શક્તિ સામે રાજસ્થાન સરકાર અને પોલીસ પણ પાણી ભરતા હતા.

તમને જણાવી દઈએ કે. અહેવાલો અનુસાર અનુરાધા અગાઉ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદ પાલની ગર્લફ્રેન્ડ હતી. આનંદ પાલના એન્કાઉન્ટર દરમિયાન અનુરાધા રાજસ્થાન પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગઈ હતી. ફરાર થયા બાદ અનુરાધા લોરેન્સ વિશ્નોઈની મદદથી કાલા જેઠેડીને મળી હતી. બંને છેલ્લા 9 મહિનાથી લિવ-ઈનમાં રહેતા હતા.

ખાસ વાત એ છે કે, અનુરાધાના કહેવા પર કાલા રાજસ્થાનમાં ખંડણી અને હત્યા જેવા જઘન્ય ગુનાઓ કરતો હતો. કાલા જેઠેડી 2020માં ફરાર થઈ ગયા બાદ માત્ર એક વખત નેપાળ ગયો હતો અને અત્યારે તે અનુરાધા સાથે ઉત્તરાખંડમાં છુપાયો હતો. જ્યારે તે ત્યાંથી સહારનપુર આવ્યો ત્યારે તે પકડાઈ ગયો હતો.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati