Kutch : ગાંધીધામમાં લીવ-ઇનમાં રહેતા રાજસ્થાની યુવકે કરી પ્રેમિકા અને તેની પુત્રીની હત્યા
Kutch : આ હત્યારો પ્રેમી 10 વર્ષ પહેલા તેની પ્રેમિકા અને તેના બે સંતાનો સાથે live-inમાં રહેવા માટે ગાંધીધામ આવ્યો હતો.
Kutch : ગાંધીધામમાં live-in રિલેશનશિપનો કરૂણ અંત આવ્યો છે. ગાંધીધામમાં છેલ્લા 10 વર્ષથી live-inમાં રહેતા યુવકે સાથે રહેતી મહિલા અને તેની પુત્રીની કરી હત્યા કરી છે. આ યુવકે પ્રેમિકા અને તેની પુત્રીની હત્યા કર્યા બાદ બંનેના મૃતદેહને કિડાણા નજીક મુખ્ય ગટરલાઇનમાં ફેંકી દીધા હતા.
ઘટનાની જાણ થતા ગાંધીધામ બી ડીવીઝને મૃતદેહ શોધવાની કવાયત હાથ ધરી છે. આ હત્યારો પ્રેમી 10 વર્ષ પહેલા મહિલા અને તેના બે સંતાનો સાથે રહેવા માટે ગાંધીધામ આવ્યો હતો.
Latest Videos
Latest News