Ahmedabad : શિવરંજની હીટ એન્ડ રન ઘટનામાં નવો વળાંક, અજાણ્યા ખાખીધારી વ્યક્તિની સંડોવણી સામે આવી

Shivaranjani Hit and Run Case : શિવરંજની હીટ એન્ડ રનની ઘટનામાં બે કારચાલક ઉપરાંત ત્રીજા ખાખીધારી અજાણ્યા વ્યક્તિની સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. એ ખાખીધરી અજાણી વ્યક્તિ કોણ હતી એ સૌથી મોટો પ્રશ્ન સામે આવીને ઉભો રહી ગયો છે.

Ahmedabad : શિવરંજની હીટ એન્ડ રન ઘટનામાં નવો વળાંક, અજાણ્યા ખાખીધારી વ્યક્તિની સંડોવણી સામે આવી
Shivaranjani Hit and Run Case
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 01, 2021 | 9:16 PM

Shivaranjani Hit and Run Case : અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે થયેલ ચકચારી હીટ એન્ડ રનની ઘટનામાં હવે નવો ખુલાસો થતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ ખુલાસો અકસ્માત સર્જ્યો એ કારચાલક પર્વ શાહ સિવાયના બીજા કારચાલક ધીર પટેલે કર્યો છે. ધીર પટેલે કરેલા આ ચોંકાવનારા ખુલાસા મુજબ આ ઘટનામાં આ બંને કારચાલક સિવાય ત્રીજા વ્યક્તિ તરીકે એક અજાણ્યા ખાખીધરી વ્યક્તિની સંડોવણી સામે આવી છે.

બીજા કારચાલક ધીર પટેલની ધરપકડ અમદાવાદ (Ahmedabad) માં શિવરંજની ચાર રસ્તા પાસે થયેલ ચકચારી હીટ એન્ડ રનનના (Shivaranjani Hit and Run Case) અકસ્માતમાં કાર રેસીંગની શંકાને લઈને પોલીસે સીસીટીવીમાં જોવા મળતી બીજી કાર બ્લેક વેન્ટોની શોધીને કારચાલક ધીર પટેલની કરફ્યુ ભંગ હેઠળ ધરપકડ કરી છે. આ ધીરની પુછપરછમાં ખુલ્યુ છે કે તે થલતેજ પોતાની બહેનના ઘરેથી નીકળીને મિત્રોને મળીને આવી રહયો હતો ત્યારે ગુરૂદ્વારા નજીક એક ખાખીડ્રેસ પહેરેલા શખ્સે તેની ગાડી અટકાવી હતી અને અકસ્માત સર્જેલ i-20 કાર પર શંકા જતા પીછો કરવાનું કહ્યું

કોણ હતો એ ખાખીધારી માણસ ? શિવરંજની હીટ એન્ડ રનની ઘટનામાં બે કારચાલક ઉપરાંત ત્રીજા ખાખીધારી અજાણ્યા વ્યક્તિની સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. એ ખાખીધરી અજાણી વ્યક્તિ કોણ હતી એ સૌથી મોટો પ્રશ્ન સામે આવીને ઉભો રહી ગયો છે. અકસ્માત કરનાર પર્વ શાહની ગાડીનો પીછો કરનાર ધીર પટેલે ખાખી ડ્રેસમા કોઈ પોલીસ કર્મચારીએ પીછો કરવાનું કહ્યું હોવાનુ નિવેદન આપ્યુ છે. આ નિવેદનને લઈને પોલીસે આ ખાખીધારી કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ખાખીધારી હોમગાર્ડ કે પોલીસ જવાન? આ ખાખીધારી વ્યક્તિ હોમગાર્ડ હોવાની શકયતાને લઈને પોલીસે 7થી વધુ હોમગાર્ડને બોલાવીને ઓળખ કરાવી છે. પરંતુ હજુ સુધી ખાખી ડ્રેસ પહેરેલા શખ્સની ઓળખ થઈ નથી. ત્યારે આ પોલીસ કર્માચારી છે કે હોમગાર્ડ જવાન, કે કોઈ અન્ય વ્યકિત? તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર પર્વ શાહે પોલીસ સમક્ષ નિવેદનમાં જે હકકીત જાણવી હતી તે સાચી પડી છે. પર્વ શાહે પુરઝડપે કાર ચલાવાનું કારણ આપતા કહ્યું હતું કે કોઈ ગાડી તેનો પીછો કરતી હતી. હાલ પોલીસ અલગ અલગ નિવેદન મેળવી તપાસ કરી રહી છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">