JUNAGADH : ATM ફ્રોડ કરનાર UPના આરોપીને 2.26 લાખના મુદામાલ સાથે પોલીસે દબોચી લીધો

JUNAGADH : ATM ફ્રોડ કરનાર UPના આરોપીને 2.26 લાખના મુદામાલ સાથે પોલીસે દબોચી લીધો
ATM ફ્રોડ કરનાર UPના આરોપીને 2.26 લાખના મુદામાલ સાથે પોલીસે દબોચી લીધો

આરોપી ATM માં આવતા લોકોને ટાર્ગેટ કરી મદદ કરવાના બહાને ATM સ્કેન કરી અને ડેટા ચોરી કરીને લેપટોપની મદદથી ડેટા કલોન કરી નવું ATM બનાવી તેમાંથી રૂપીયા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.

Rahul Vegda

| Edited By: Bhavesh Bhatti

May 16, 2021 | 7:28 PM

JUNAGADH : સાયબર ક્રાઇમના ફ્રોડ દિવસે દિવસે વધી રહયા છે, ત્યારે વધુ એક કિસ્સો જૂનાગઢમા સામે આવતા ATM ફ્રોડ કરનાર ઉતર પ્રદેશના આરોપી ને 2.26 લાખ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.

જૂનાગઢની ડેરીમાં નોકરી કરતા અશ્વીની વર્મા ATM માંથી રૂપિયા ઉપાડવા જતા ATM કાર્ડ ભુલાઈ જતા તે કાર્ડની ઉઠાંતરી કરી તેના ATM કાર્ડ ના પાસવર્ડ સ્કેનીગ કરી ખાતામાંથી પેહલા 10 હજાર અને ફરી 10 હજાર અને ત્યાર બાદ સોની દુકાનેથી 58 હજારનો સોનાના ચેનની ખરીદી કરતાની ધટના સામે આવતા ભોગ બનનાર અશ્વિનીને મોબાઇલમાં મેસેજ આવતા તેના બેંક એકાઉન્ટમાંથી 80 હજાર જેટલા રોકડ રૂપિયાની ઉઠાંતરી થતા ફરીયાદી એ પોલીસને જાણ કરતા જૂનાગઢના સી. ડિવિઝન પોલીસમાં સાઇબર ક્રાઇમ ATM ફ્રોડ થયાની ફરીયાદ નોધાવી હતી.

જૂનાગઢ પોલીસ સ્ટેશનમા ATM ફ્રોડની સાઇબર ક્રાઇમની ફરીયાદ નોધતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ATM ફ્રોડ કરનાર આરોપી મૂળ ઉત્તરપ્રદેશનો રેહવાસી અને હાલ રાજકોટનો વતનીને ઝડપી લેવામા સફળતા મળી હતી. આરોપી આશીષ સીંગ ક્રિષ્નપ્રતાપ સીંગ ચૌહાણને જૂનાગઢમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસ તાપસમાં આરોપી આશીષ ચૌહાણ પાસેથી અલગ અલગ બેંકના 61 ATM કાર્ડ સાથે સોનાની ચેન, લેપટોપ, બે મોબાઈલ અને 82,600 રૂપીયા રોકડ સહીત કુલ 2.20 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો, ત્યારે વધુ પૂછપરછમાં તેનો ગુનાહીત ઈતિહાસમાં તેને રાજકોટ 42 હજાર અને કોટડા સાંગાણીમાંથી 32 હજારની ATM ફ્રોડ કર્યાનું સામે આવ્યું હતું.

આરોપી ATM માં આવતા લોકોને ટાર્ગેટ કરી મદદ કરવાના બહાને ATM સ્કેન કરી અને ડેટા ચોરી કરીને લેપટોપની મદદથી ડેટા કલોન કરી નવું ATM બનાવી તેમાંથી રૂપીયા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેના 22 જેટલા ATM ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને વધુ રીમાન્ડ મેળવી હજુ કેટલા જીલ્લામાં ATM ફ્રોડ કર્યો છે તે દીશામાં વધુ તાપસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati