રાજ્યનું ગૃહવિભાગ એક્શનમાં, વિસાવદરમાં 5 અસામાજિક તત્વો સામે GUJCTOC અંતર્ગત ફરિયાદ

GUJCTOC in Junagadh : નાસિર ઘાંચી, ઈમ્તિયાઝ બ્લોચ, અખિલ ઉર્ફે ટોની અને કપિલ દાફલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રાજ્યનું ગૃહવિભાગ એક્શનમાં, વિસાવદરમાં 5 અસામાજિક તત્વો સામે GUJCTOC અંતર્ગત ફરિયાદ
Junagadh : Complaint under GUJCTOC against 5 antisocial elements in Visavadar

JUNAGADH :રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યનું ગૃહવિભાગ એક્શનમાં આવ્યું છે. જુનાગઢના વિસાવદર ખાતે 5 અસામાજિક તત્વો સામે GUJCTOC અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નાસિર ઘાંચી, ઈમ્તિયાઝ બ્લોચ, ભૂરો સમા, અખિલ ઉર્ફે ટોની અને કપિલ દાફલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિસાવદરથી ફરિયાદ મળ્યાના  72 કલાકમાં જ ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે.

જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર ઘાતક હુમલો થયો હતો. આ હુમલામાં તેમનો ભાઈ ઘાયલ થયો હતો. તલવારો સહીત હથિયારો સાથે લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાય ભાઈ પર થયેલા હુમલાને પગલે હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાને લઈને વિસાવદર સજ્જડ બંધ રહ્યું હતું. આ હુમલા બે લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના ઘટવાના કારણે વિસાવદરના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મમળ્યો હતો. હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાય ભાઈ પર થયેલા હુમલાને પગલે હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઈને વિસાવદર સજ્જડ બંધ રહ્યું હતું.

વિસાવદરના ધારાસભ્યના હર્ષદ રિબડીયા પિતરાઈ પર હુમલો કરનારા પર જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ પોલીસે 9 પૈકીના પાંચ આરોપીઓ સામે GUJCTOCનું હથિયાર ઉગામ્યું છે. પોલીસે આ ‘બ્રહ્માસ્ત્ર’ છોડતા 9 પૈકીના આ પાંચ આરોપીઓ સામે હવે લાંબી કાયદાકીય આટી કસાઈ ગઈ છે, જેમના નામ છે -નાસિર ઘાંચી, ઈમ્તિયાઝ  બ્લોચ, અખિલ ઉર્ફે ટોની, ભૂરો સમા,અને કપિલ દાફલા. સમગ્ર ઘટનાના પગલે વિસાવદરમાં ભારેલા અગ્નિની સ્થિતિ હતી. આ જૂનાગઢ જિલ્લાની પ્રથમ GUJCTOCની ફરિયાદ છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર, હાર્મોની હોટલના માલિક કાનજી મોકરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

આ પણ વાંચો : શાળામાં કોરોના વિસ્ફોટ, એક સાથે 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યાં

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati