જામનગર : હાપા નજીક ધોળા દિવસે એક બાદ એક બે હત્યાના બનાવ, પ્રેમલગ્ન કરનાર યુવાનની સસરાએ હત્યા કરી, તો બદલો લેવા મૃતકના ભાઈએ તેની સાસુની હત્યા કરી

જામનગર : હાપા નજીક ધોળા દિવસે એક બાદ એક બે હત્યાના બનાવ, પ્રેમલગ્ન કરનાર યુવાનની સસરાએ હત્યા કરી, તો બદલો લેવા મૃતકના ભાઈએ તેની સાસુની હત્યા કરી
જામનગરમાં બબ્બે મર્ડરથી ચકચાર

હાપા નજીક આવેલા રીક્ષાના શો-રૂમ નજીક યુવાન પર હુમલો કરવા માટે તેના સસરાએ પીછો કર્યો હતો. તે ભાગતા-ભાગતા શો-રૂમ નજીક આવતા મોટરબાઈક મુકીને શો-રૂમમાં બચવા માટે ઘુસી ગયો.

Divyesh Vayeda

| Edited By: Utpal Patel

May 15, 2022 | 5:01 PM

જામનગરના (Jamnagar) હાપા નજીક ધોળા દિવસે એક-બાદ-એક બે હત્યાના (Murder) બનાવ બન્યા. પ્રેમલગ્ન કરનાર યુવાનની હત્યા તેના સસરાએ કરી. હત્યાની જાણ તેના ભાઈને થતા જ મીનીટોમાં જ યુવાનના ભાઈએ યુવાનની સાસુની હત્યા કરી. બનાવની જાણ થતા પોલીસે (POLICE)વધુ તપાસ હાથ ધરી છે. અને આરોપીઓને શોધવા અલગ-અલગ ટીમ દોડવી છે.

જામનગરમાં ધોળા દિવસે હાપા નજીક આવેલા રીક્ષાના શો-રૂમ પાસે યુવાનની હત્યા થઈ. સોમા રાણસુર સોરીયા નામના 23 વર્ષીય યુવાનની હત્યા તેના જ સસરાએ કરી. છુટક મજુરી કામ કરતા સોમાએ આશરે એક વર્ષ પહેલા ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. અને છેલ્લા આઠ મહિનાથી પોતાના પરિવાર સાથે હાપાના ખીરી વિસ્તારમાં રહેતો હતો. પરંતુ નજીકમાં યોગેશ્વરધામમાં રહેતા તેના સસરાપક્ષ સાથે તેને સારા સંબંધ ના હતા. આજે તે પોતાના મિત્ર સાથે મોટરબાઈક પર જતો હતો. ત્યારે તેના સસરા સતુભા ઝાલાએ પીછો કર્યો. તેનાથી બચવા માટે હાપા નજીક આવેલા રીક્ષાના શો-રૂમમાં નાસી ગયો હતો. ફરી તે શો-રૂમની બહાર આવતા તેના સસરાએ તેની પાછળ ભાગીને તેના પર હુમલો કર્યો. અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારીને તેની હત્યા કરી.

હાપા નજીક આવેલા રીક્ષાના શો-રૂમ નજીક યુવાન પર હુમલો કરવા માટે તેના સસરાએ પીછો કર્યો હતો. તે ભાગતા-ભાગતા શો-રૂમ નજીક આવતા મોટરબાઈક મુકીને શો-રૂમમાં બચવા માટે ઘુસી ગયો. તો તેના સસરા પણ તેની હત્યાના ઈરાદે જ તેની પાછળ જઈને તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેની હત્યા કરીને નાસી જવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસને જાણ થતા મૃતક યુવાન સોમાના સસરા સતુભાને પોલીસે અટકાયત કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

સોમાની હત્યા તેના સસરાએ કરી હોવાની જાણ તેના પરીવારને થતાની સાથે તેના ભાઈ યુવાનની સાસુ આશાબા સતુભા ઝાલાની હાપાની એસબીઆઈ બેન્ક નજીક રોડ પર હત્યા કરી. એક-બાદ-એક હત્યાની જાણ પોલીસને થતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સ્થળે પંચકોશી-એ, પંચકોશી –બી, એલસીબી, ડીવાયએસપી કૃણાલ દેસાઈ અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. યુવાનની હત્યાના બે શંકાસ્પદો પોલીસને હાથે લાગતા પોલીસે પુછપરછ શરૂ કરી છે. અને આશાબાની હત્યાના આરોપીને નાસી જતા તેને શોધવા પોલીસ અલગ-અલગ ટીમ બનાવીને તેને પકડવા કવાયત શરૂ કરી છે.

એક વર્ષ પહેલા યુવાને નજીકમાં રહેતી યુવતિ સાથે પ્રેમલગ્ન તો કર્યા. પરંતુ સસરાને તે પસંદ ના પડતા તેણે જીવ ગુમાવ્યો પડયો. તો તેના ભાઈએ બદલો લેવાની ભાવનાથી ભાઈના સાસુની હત્યા કરીને નાસી ગયો. હાલ પોલીસે બંન્ને પક્ષે બે હત્યાના ગુના નોંધી વધુ તપાસ આરંભી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati