જામનગરઃ વાહન ચોરી કરતા બે સગીરોને સ્થાનિકોએ ઝડપી લીધા, પૂછપરછમાં તેમના ગુનાનું ચોંકાવનારું સત્ય આવ્યું સામે

પોલિસ તપાસમાં બહાર આવ્યુ કે બંન્ને કિશોર મિત્ર છે, અને સ્કૂટર ચોરી માત્ર ફરવાનો શોખ પુરો કરવા માટે કરતા હતા. સ્કૂટરની ચોરી કરીને સ્કૂટરમાં ફરતા અને પેટ્રોલ પુર્ણ થાય તો અન્ય સ્કૂટરની શોધમાં લાગી જતા.

જામનગરઃ વાહન ચોરી કરતા બે સગીરોને સ્થાનિકોએ ઝડપી લીધા, પૂછપરછમાં તેમના ગુનાનું ચોંકાવનારું સત્ય આવ્યું સામે
Jamnagar: Locals nabbed two minors for stealing a vehicle

જામનગર શહેરમાં હવાઈ ચોક નજીકથી સોમવારે સાંજે બે કિશોર સ્કૂટર ચોરી કરતા પકડાયા હતા. લોકોએ સ્કૂટર ચોરી કરનાર બે ટાબરીયાને રંગે હાથે પકડી પાડેલ. બાદ પોલિસને સોપ્યા હતા. પોલિસની પુછપરછમાં ટાબરીયાએ કબુલ્યુ કે કુલ ત્રણ સ્કૂટરની ચોરી કરી હતી.

જામનગરમાં સોમવારે સાંજે એક સ્કૂટર ચોરી થઈ જતા ગણતરીના મીનીટોમાં તે સ્કૂટર માલિકને મળી ગયુ હતુ. સાથે ચોરી કરનાર બે ટાબરીયા પણ રંગે હાથે પકડાયા હતા. સ્કૂટરની ચોરી થયા બાદ આસપાસના વિસ્તારમાં સ્કૂટરની શોધ કરતા થોડે દુર સત્યનારાયણના મંદિર પાસે પાર્ક કરેલ નજરે પડયુ. હજુ તો ત્યાં નજર પડે ત્યાં બે ટાબરીયા આવીને સ્કૂટરમાં પેટ્રોલ ભરતા જોવા મળ્યા. તે બંન્ને પકડીને લોકોએ પુછપરછ કરી કે સ્કૂટર કયાથી આવ્યા. તો કબુલ્યુ કે ચોરી કર્યુ બાદ પેટ્રોલ પુરૂ થતા ત્યાં રાખીને પેટ્રોલ લેવા ગયા હતા. અને પેટ્રોલ ભરીને સ્કૂટર જવાની તૈયારીમાં હતા. ત્યાં સ્કૂટર માલિકે પકડી પાડેલ. બાદ લોકોએ સ્કૂટર ચોર બે ટાબરીયાઓ પોલિસને સોપી દીધા.

પોલિસે પકડાયેલ બે કિશોર વયના આરોપીની પુછપરછ કરતા તેમણે ત્રણ સ્કૂટરની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જેમાં જીજે-10-બીક્યુ 9155, જીજે-10- બીબી 1991, અને જીજે-10-બીપી 3957 ત્રણ સ્કૂટરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલિસ ત્રણ સ્કૂટરની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી બે સગીરવયના કિશોરએ સાથે મળી ને ચોરી કરી હતી. શહેરના દિગ્વિજય પ્લોટ, તળાવની પાળે અને બાલાહનુમાન મંદિર પાસેથી ચોરી કર્યા હતા.

પોલિસ તપાસમાં બહાર આવ્યુ કે બંન્ને કિશોર મિત્ર છે, અને સ્કૂટર ચોરી માત્ર ફરવાનો શોખ પુરો કરવા માટે કરતા હતા. સ્કૂટરની ચોરી કરીને સ્કૂટરમાં ફરતા અને પેટ્રોલ પુર્ણ થાય તો અન્ય સ્કૂટરની શોધમાં લાગી જતા. સ્કૂટરની ચોરી એક જગ્યાથી કરીને અન્ય જગ્યાએ મુકીને નાસી જતા હતા. ફરવા માટે સ્કૂટરની ચોરી કરતા પરંતુ પેટ્રોલના પૈસા ના હોવાથી ફરી નવી સ્કૂટરની શોધ કરીને ચોરી કરતા હતા. સ્કૂટર માલિકની સતર્કતાથી તેને પોતાનુ સ્કૂટર મળ્યુ અને બે સગીર વયના સ્કૂટર ચોર પકડયા.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓ સલામત, યાત્રાળુઓને પરત લાવવા સરકાર કાર્યરત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati