Jamnagar: વધુ રૂપિયા કમાવવાની લાલચે ત્રણ યુવાનો પહોચે છે યુપી અને ત્યાં થઈ જાય છે અપહરણ, કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી જામનગર પોલીસનું ‘ઓપરેશન રિહાઈ’

આરોપી ચાચા ત્રણેય યુવાનોને એક રૂમમાં પૂરી તેના મોબાઈલ કબ્જે કરીને કહે છે કે...આપકો કિડનેપ કર લિયા ગયા હે

Jamnagar: વધુ રૂપિયા કમાવવાની લાલચે ત્રણ યુવાનો પહોચે છે યુપી અને ત્યાં થઈ જાય છે અપહરણ, કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી જામનગર પોલીસનું 'ઓપરેશન રિહાઈ'
જામનગર પોલીસ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Dec 02, 2021 | 11:43 AM

Jamnagar: જામનગરના ત્રણ-ચાર મિત્રો ઘરેથી ફરવા જાય છે અને અડધા રસ્તે જ અપહરણ થાય છે (Jamnagar’s Three Youngs Kidnapped in UP). ગુંડાઓ છુટકારાના બદલામાં રૂપિયાની માંગણી કરે છે. અને પછી કહાણીમાં થાય છે હીરોની એન્ટ્રી અને બંધક યુવાનોને છોડાવી લઇ અસામાજિક તત્વોને પાઠ ભણાવે છે. આ કોઈ ફિલ્મની કહાની નથી. પરંતુ જામનગરમાં ત્રણ મિત્રો સાથે બની ગયેલ વારદાતનો ભાગ જ છે.

ત્રણ મિત્રો ઉતરપ્રદેશ (Uttarpradesh) ફરવા જાય છે, અપહરણ થાય છે, ખંડણી માંગવામાં આવે છે અને છેલ્લે જામનગર પોલીસ (Jamnagar Police) ઓપરેશન પાર પાડી ત્રણેય બંધકોને મુક્ત કરાવી ગુંડાને પકડી પાડે છે. ફિલ્મને ટક્કર મારે તેવી વારદાત જામનગરના યુવાનો સાથે ઘટી છે. ચાલો જાણીએ કેવી રીતે ઘટી આ ઘટના અને જામનગર પોલીસે કેવી રીતે પાર પાડ્યું ‘ઓપરેશન રિહાઈ’

જામનગરના ત્રણ યુવાનો (1) કેયુર ઉર્ફે કિશન હરીશભાઇ હાડા (પટેલ કોલોની શેરી નં -૫ રોડ નં -૪),  (2) વિરલ ઉર્ફે ભોપલો નરેશભાઇ હાડા (રાજપાર્ક શેરી નં -૩ કલ્યાણ રેસીડન્સી)  (3) જતીન રમેશભાઇ પઢીયાર (સ્વામી નારાયણ નગર ગરબી ચોક શેરી નં -૪) આ ત્રણેય યુવાનોને ઉતરપ્રદેશના ભગવાનસિંગ ઉર્ફે ચાચા અર્જુનસિંગ ચોહાણ નામનો સખ્સ ઓછા મૂડી રોકાણમાં બમ્પર નફાની લાલચ આપી ધંધાર્થે લખનૌ બોલાવે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ઓછા મૂડી રોકાણમાં વધુ નફો થાય તેવો ધંધો કરવાની લાલચમાં આ ત્રણેય યુવાનો જામનગરથી યુપી પહોચે છે. યુપીના કાનપુર ખાતે યુવાનોની વાટ જોઈ બેઠેલ અર્જુનસિંગ ચોહાણ આ ત્રણેય યુવાનોને પોતાના કાનપુર જીલ્લાના રાજપુર ગામે લઇ જાય છે. જ્યાં યુપીના આ સખ્સનો અસલી મકસદ સામે આવે છે. આરોપી ચાચા ત્રણેય યુવાનોને એક રૂમમાં પૂરી તેના મોબાઈલ કબ્જે કરીને કહે છે કે…આપકો કિડનેપ કર લિયા ગયા હે

અપહરણનો ભોગ બનેલ અપહૃત કિશન હાડા જામનગરમાં શેર બજારનો વ્યવસાય કરે છે. આ ધંધાર્થે કિશન અને યુપીના સખ્સ વચ્ચે ત્રણેક વર્ષ પૂર્વે પરિચય થયો હતો. બંને વચ્ચે અવારનવાર આર્થિક વ્યવહાર થતા રહેતા હતા……જે ધંધાર્થે થયેલ આર્થિક વ્યવહાર પેટે રૂપિયા 18 લાખ જેવડી મોટી રકમ આરોપી ચાચાને કિશન પાસેથી લેવાની હતી. આ રકમ કઢાવી લેવાના ઉદેશ્યથી આરોપીએ કિશનને યુપી બોલાવી ત્રણેય યુવાનોનું અપહરણ કર્યું હતું.

Jamnagar's Uttar Pradesh Kidnapping case

અપહૃત ત્રણ યુવાનો

ચાચાએ માંગ્યા વીસ લાખ, પરિવાર મુકાયો ચિંતામાં એક દિવસ કિસનના મોબાઈલમાંથી તેની પત્નીને ફોન આવે છે, આરોપી હિન્દીમાં વાત કરી કિશનનું અપહરણ કર્યું છે એમ કહી રૂપિયા ૨૦ લાખની માંગણી કરે છે. જેને લઈને કિશનનો પરિવાર તો ચિંતામાં પડી જ જાય છે પણ અન્ય બે યુવાનોનો પરિવાર પણ ધંધે લાગે છે. પોતાના પતિઓના અપહરણ થયા છે. એમ પોલીસ દફતર પહોચી કિશન અને રવિની પત્નીઓ પોલીસને જણાવે છે. જેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત એક્શનમાં આવે છે. સમગ્ર ઘટના જાણ્યા બાદ પોલીસ ઓપરેશનની તૈયારી કરે છે. અને કાનપુર પોલીસ સાથે ચરચાઓ કરે છે. અને શરુ થાય છે ઓપરેશન રિહાઈ…

જામનગર સીટી બી ડીવીજન પોલીસ દફતરના સ્ટાફમાંથી ચોક્કસ પોલીસકર્મીઓની પસંદગી કરવામાં આવે છે ઓપરેશન રિહાઈ માટે પ્રથમ ઉતરપ્રદેશ પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરાય છે અને તેનું સમર્થન મેળવવામાં આવે છે. ત્યારબાદ તમામ તૈયારીઓ કરી એસપી દીપન ભદ્રન અને એએસપી નેતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એક ટીમ જામનગરથી રવાના થાય છે યુપી તરફ. યુપીમાં કાનપુર પહોચી જામનગર પોલીસ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ઓપરેશનની રણનીતિ તૈયાર કરે છે.

આરોપીએ ત્રણેય યુવાનોને કાનપુરના રાજપુર ગામે ગોંધી રાખ્યા હોવાથી પ્રથમ વિસ્તાર આસપાસનો ચિતાર અને સ્થળ અંગેની ચોક્કસ માહિતી તેમજ સ્થળ પર હાજર શખ્સો અને હથિયારો અંગેની માહિતી મેળવવામાં આવે છે. આ સમગ્ર પાસાઓ પર વર્ક આઉટ કરી જામનગર અને કાનપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે ઓપરેશન રિહાઈ….

સાદા ડ્રેસમાં બે ત્રણ અલગ અલગ વાહનો સાથે પોલીસ ટુકડી રાજપુર ગામમાં ઉતરે છે. જ્યાં બંધી બનાવાયેલ સ્થળની બંને તરફે બે ટીમ ગોઠવાય જાય છે અને એક ટીમ ઓપરેશન પાર પાડે છે. એક રૂમમાં બંધક બનાવાયેલ ત્રણેય સખ્સો મળી આવે છે. સાથે સાથે આરોપી ચાચાને દબોચી લેવામાં આવે છે. જુજ મિનીટમાં ઓપરેશન પાર પાડી પોલીસ ચુપચાપ ત્રણેય યુવાનો અને આરોપીને સાથે રાખી મીનીટોમાં જ સ્થળ છોડી ચાલતી પકડે છે.

કાનપુર જીલ્લાના સીકદારા તાલુકાના રાજપુર ગામે રહેતા આરોપીએ ત્રણેય યુવાનોનાં ફોન કબજે કરી માત્ર કિશનના ફોનમાંથી જ પરિવાર સાથે સંપર્ક રાખ્યો હતો. આ મોબાઈલના લોકેશનના આધારે પોલીસ બંધક સ્થળ પર પહોચી હતી. 40 વર્ષની ઉમર ધરાવતો આરોપી ભગવાનસિંગ ઉર્ફે ચાચુ અર્જુનસિંગ ચોહાણ સામે કાનપુર પોલીસમાં આર્મસ એક્ટ મુજબ અગાઉ ગુનો નોંધાયેલ છે આ ઉપરાંત મારામારી સબબ પણ અન્ય ગુના નોંધાયેલ હોવાનું જાહેર થયું છે. પોલીસે સમયસર પહોચી ત્રણેય યુવાનો ને મુક્ત કરાવી લેતા જામનગરમાં રહેતા ત્રણેયના પરિવારમાં હરખની હેલી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: લો બોલો ! અલીગઢની કોલેજમાં ધૂસી ગયો દીપડો, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ

આ પણ વાંચો: Mission Vibrant Gujarat: આ 6 મોટા ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની આજે બેઠક, જાણો વિગત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">