Jammu-Kashmir : સુરક્ષાદળોએ 72 કલાકમાં 12 આતંકવાદીઓને ઠાર કર્યા, 24 કલાકમાં સેનાના જવાનની હત્યાનો બદલો લીધો

Jammu-Kashmir : શનિવારે ભારતીય સેનાના ટેરિટોરિયલ આર્મીના એક જવાનની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનની હત્યાનો બદલો લીધો છે.

Jammu-Kashmir : સુરક્ષાદળોએ 72 કલાકમાં 12 આતંકવાદીઓને ઠાર કર્યા, 24 કલાકમાં સેનાના જવાનની હત્યાનો બદલો લીધો
PHOTO SOURCE : PTI
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 3:45 PM

Jammu-Kashmir : શનિવારે ભારતીય સેનાના ટેરિટોરિયલ આર્મીના એક જવાનની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનોની હત્યાનો બદલો લીધો છે.

Jammu-Kashmir : શજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે અને 72 કલાકની અંદર સુરક્ષાદળોએ કાશ્મીર ખીણના 12 આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા છે. ટેરિટોરિયલ આર્મીના એક જવાનની હત્યા કરનારા આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ 24 કલાકમાં સેનાના જવાનોની હત્યાનો બદલો લીધો છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે આ બધી માહિતી આપી છે.

72 કલાકમાં 12 આતંકી ઠાર Jammu-Kashmir પોલીસના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા અનુસાર સુરક્ષાદળો દ્વારા બીજબેહરામાં આતંકીઓ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલ ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે.તેમણે કહ્યું કે સુરક્ષાદળોના આ ઓપરેશનને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓ વિરૂદ્ધના આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ 72 કલાકમાં જુદા જુદા સ્થળોએ 12 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદી સંગઠન અલ બદરના 3 આતંકવાદીઓ હરીપોરામાં માર્યા ગયા છે, 7 આતંકવાદીઓ ત્રાલ અને સોપિયા માર્યા ગયા છે, અને હવે બિજબેહરામાં લશ્કરના 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

બિજબેહરામાં લશ્કરના 2 આતંકવાદીઓ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબેહરા ક્ષેત્રના સેમથનમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. અહી શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. મોડી રાત સુધી અથડામણ શરૂ રહી હતી અને સુરક્ષાદળોએ આતંકવાદીઓન છટકી ન જાય તે માટે આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

રવિવારે સવારે ફરી આ અથડામણ શરૂ થઇ અને તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ શુક્રવારે બિજબેહરા વિસ્તારમાં ગોરીવાનમાં ટેરિટોરિયલ આર્મીના જવાન મોહમ્મદ સલીમ અખુનની હત્યામાં સામેલ હતા. કાશ્મીરના પોલીસ મહાનિદેશક વિજય કુમારે કહ્યું, “સૈન્ય જવાનને મારવા માટે જવાબદાર આતંકવાદીઓને સુરક્ષાદળોએ બિજબેહરા એન્કાઉન્ટરમાં બે દિવસની અંદર જ ઠાર કર્યા છે.

ત્રાલ અને શોપિયામાં કુલ 7 આતંકીઓ ઠાર Jammu-Kashmir ના શોપિયા Shopian જિલ્લામાં સુરક્ષાબળ સાથે રાતભર ચાલુ રાખેલ સશસ્ત્ર અથડામણમાં, ( Encounter ) વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મિર પોલીસે રવિવાર 11 એપ્રિલે જણાવ્યુ કે, આ સાથે સુરક્ષાબળ સાથેની સશસ્ત્ર અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક આતંકવાદી તો ગઈકાલ શનિવારે જ માર્યો ગયો હતો.

કાશ્મિરના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ પૈકી, એકે તો તાજેતરમાં જ હથિયાર ઉઠાવ્યા હતા. સુરક્ષાદળોએ માર્યા ગયેલા આતંકવાદીઓને પહેલા તો શરણે આવીને આત્મસમર્પણ કરવા અપીલ કરી હતી. કાશ્મિરના પોલીસ મહાનિર્દેશક (IGP) વિજયકુમારે કહ્યુ કે તાજેતરમાં જ હથિયાર ઉઠાવીને આતંકવાદી બનેલા યુવાનના માતા પિતાએ પણ સુરક્ષાદળોના શરણે આવીને આત્મસમર્પણ કરવા જણાવ્યુ હતું. પરંતુ બાકીના આતંકવાદીઓએ આ યુવાનને સરેન્ડર કરતા રોક્યો હતો.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">