જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારાની ધરપકડ, હથિયાર અને દારૂગોળો જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં  આતંકવાદીઓને મદદ કરનારાની ધરપકડ, હથિયાર અને દારૂગોળો જપ્ત
આતંકીઓના સહાયકની ધરપકડ

કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળોને સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી હતી. આ ઓપરેશનમાં હથિયાર અને દારૂગોળા સહીત આતંકી સહાયકની ધરપકડ કરવામાં આવી.

Gautam Prajapati

|

May 20, 2021 | 10:17 PM

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં સુરક્ષાદળોને વધુ એક મોટી સફળતા મળી છે. કાશ્મીરના કુપવાડા જિલ્લા (Kupwara) માં ગુરુવારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાં એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરી હતી, જેની પાસેથી ઘણાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે કુપવાડા પોલીસે 28 RR અને 162 CRPF સાથે મળીને સોગમના વાની દોરૂસામાં નાકાબંધી કરી હતી અને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી હતી.

આ વિસ્તારમાં સર્ચ દરમિયાન એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ વ્યક્તિએ તુરંત જ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તેનો પીછો કર્યો અને તેને પકડવામાં સફળ રહ્યા. પ્રારંભિક પૂછપરછમાં ઝડપાયેલા વ્યક્તિએ તેની ઓળખ ગુલામ મુસ્તફા લોન તરીકે જાહેર કરી છે, જે કુપવાડાના નાગમ કારેનમાં રહેતા અબ રશદ લોનનો પુત્ર છે. તેની પાસેથી કેટલાક હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા છે, જેમાં 3 ગ્રેનેડ અને AK-47 ના 58 રાઉન્ડનો સમાવેશ થાય છે.

આતંકીઓના મદદ કરનારા વધુ બેની ધરપકડ

મળતી માહિતી પ્રમાણે પકડાયેલ આ વ્યક્તિ આતંકવાદીઓ માટે કામ કરે છે. સોગમ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે. આ અગાઉ કુપવાડા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓના વધુ બે સહાયકોની ધરપકડ કરી હતી, જેમની પાસેથી 6 ગ્રેનેડ મળી આવ્યા હતા, જે આતંકવાદીઓ દ્વારા બે સહાયકોને આપવામાં આવ્યા હતા. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓને હથિયાર પહોંચાડતા હતા

ધરપકડ કરાયેલા આરોપીઓ આતંકવાદીઓના સહાયક હતા. જે તેમને હથિયાર પ્રદાન કરવામાં તેમની મદદ કરતા. બંનેની ઓળખ જહાગીર અહેમદ હજામ અને અબ્દુલ હમીદ હજામ તરીકે થઈ છે અને બંને ટંગધાર વિસ્તારના છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોને બાતમી મળી હતી કે આતંકીઓના સહાયક એવા બે ભાઈઓ ગ્રેનેડ લઇને આવ્યા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ મુખ્ય બજારમાં નાકાબંધી કરી હતી. અને બંનેને સુરક્ષા દળોએ પકડી લીધા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati