પત્ની અને સાવકો પુત્ર મારતા હતા માર, પોલીસે પણ કાર્યવાહી કરવાની જગ્યાએ લખી આપ્યો ગાયત્રી મંત્ર

મેરઠના નૌચંદી પોલીસ સ્ટેશનની અજીબોગરીબ ઘટના સામે આવી છે. પતિની ફરિયાદ પર કાર્યવાહી કરવાને બદલે તેમણે પોલીસ અધિકારીએ ગાયત્રી મંત્ર કરવાની સલાહ આપી હતી.

  • tv9 webdesk37
  • Published On - 13:05 PM, 3 Apr 2021
પત્ની અને સાવકો પુત્ર મારતા હતા માર, પોલીસે પણ કાર્યવાહી કરવાની જગ્યાએ લખી આપ્યો ગાયત્રી મંત્ર
મેરઠમાં અજીબો-ગરીગ ઘટના

જ્યારે એક પુરુષનો પત્ની સાથે વિવાદ થયો. ત્યારે તે ફરિયાદ નોંધાવા માટે પોલીસ મથકે પહોંચી ગયો. ત્યાં એસએચઓએ ગાયત્રી મંત્ર પોતાના હાથથી લખીને હેમંત ગોયલને આપ્યો. અને 108 વાર જાપ કરવાથી બરાબર થઇ જશે. આ સાથે તેમણે કહ્યું કે તમારી ઉપાસનામાં કોઈ ઉણપ રહી છે, પૂજા યોગ્ય રીતે કરો, બધુ ઠીક થઈ જશે.

શું છે ઘટના

મળતી માહિતી મુજબ, આ મામલો યુપીના મેરઠના નૌચંદી પોલીસ સ્ટેશનનો છે. શાસ્ત્રી નગરના રહેવાસી હેમંત ગોયલ આશરે 58 વર્ષના છે. તેમનો પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે. હેમંત ગોયલનો આરોપ છે કે તે એકલા રહેતા હતા અને તેના પડોશની એક મહિલાએ તેનો સવિતા નામની સ્ત્રી સાથે પરિચય કરાવ્યો હતો જેણે છૂટાછેડા લીધા હતા.

સાવિત્રીને 19 વર્ષનો પુત્ર પણ હતો. હેમંત ગોયલ કહે છે કે મહિલાએ એક ષડયંત્ર હેઠળ ફસાવીને તેની સાથે લગ્ન કર્યા, વૃદ્ધાવસ્થાને કારણે તેણે 2020 ઓકટોબરમાં સવિતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પતિ-પત્નીના ઝગડા શરુ થઇ ગયા હતા. અને તેની પત્ની અને સાવકા-પુત્રએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને વારંવાર પૈસા આપવાનું દબાણ કરવા લાગ્યા.

ગાયત્રી મંત્રના જાપ કરો

આ અંગેની ફરિયાદ લઈને તેઓ મેરઠના નૌચંદી પોલીસ મથકે ગયા ત્યારે એસએચઓની આ વિચિત્ર વાતો જાણીને તેઓ ચોંકી ગયા. હેમંત ગોયલના વકીલ રામ કુમાર કહે છે કે એસએચઓના કારણે હેમંત ગોયલને ત્રણ વખત માર મારવામાં આવ્યો છે અને જ્યારે ત્રીજી વખત માર બાદ હેમંત ગોયલ પોલીસ સ્ટેશન ગયા ત્યારે એસએચઓએ ગાયત્રી મંત્રને પોતાના હાથથી લખીને હેમંત ગોયલને આપ્યો અને કહ્યું કે 108 વખત જાપ કરવાથી બધું બરાબર થઈ જશે. આ સાથે તેમણે કહ્યું કે તમારી ઉપાસનામાં ખોટ છે, યોગ્ય રીતે પૂજા કરો, બધુ ઠીક થઈ જશે.

શું કહ્યું SHOએ?

કોઈ કાયદેસરની કાર્યવાહી કરી ન હતી, પરંતુ તેઓને શંખના વગાડવા, તિલક લગાવવા, ગંગા જળ છાંટવાની અને ગાયત્રી મંત્રનો જાપ કરવાની સલાહ આપી. તેમજ હરિદ્વાર જઇને ગાયત્રી આશ્રમમાં રોકાવાની સલાહ આપી. ભગવાનનું ધ્યાન કરો. બધી સમસ્યાઓ દુર થઈ જશે.

આ પછી એસએચઓની આ વર્તણૂક અંગે ફરિયાદ લઈને હેમંત વકીલ સાથે મેરઠની આઈજી ઓફીસ ગયા. અને મેરઠના આઈજીની વિનંતી કરી હતી. કે થાણેદાર કાર્યવાહી કરવાને બદલે ગાયત્રી મંત્રનો પાઠ કરવાની ભલામણ કરે છે. પીડિતના વકીલ રામ કુમારે જણાવ્યું છે કે આઇજી સહબે પીડિતનો કેસ લખવાની ખાતરી આપી છે.

હેમંતે જણાવ્યું કે તેની પત્ની અને સાવકા પુત્ર દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેના ઘર પર કબજો પણ કરી લીધો. તેમનું કહેવું છે કે ઘડપણમાં સહારાની આશાથી તેણે સવિતા કૌશિક સાથે લગ્ન કર્યાં હતાં. અને આ અંગે ફરિયાદ કર્યા પછી થાણેદાર સાહેબ પાસે આવ્યા ત્યારે તેમણે તેમને બેસાડીને કહ્યું હતું કે તેમણે ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ, કારણ કે દુનિયાની આ એકમાત્ર વસ્તુ છે જેનથી શાંતિ મળે છે.

 

આ પણ વાંચો: એક અધૂરી પ્રેમ કહાની થઇ પૂરી: 82 વર્ષના ચોકીદારને 50 વર્ષ બાદ મળવા જઈ રહ્યો છે તેનો પહેલો પ્રેમ

આ પણ વાંચો: સાવધાન: ફેક એપના ચક્કરમાં થયું 4.3 કરોડનું નુકસાન, તમે ડાઉનલોડ ના કરી લેતા આ એપ