કચ્છ ભલે સરહદીય જીલ્લો હોય પરંતુ હથિયારોની સોદાગરીના અનેક કિસ્સાઓ કચ્છમાં ભુતકાળમાં સામે આવી ચુક્યા છે. લગ્ન પ્રસંગે કે અન્ય સામાજીક કાર્યક્રમોમાં પણ ફાયરીંગની અનેક ધટનાઓ સામે આવતી હોય છે. આવી ઘટનાઓ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો ઉભા કરે છે. સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા હતા જેમાં ધડાધડ ફાયરીંગ કરતા શખ્સો જોવા મળ્યા હતા.
પહેલા ભચાઉ અને હવે રાપરના સુવઇમાં ફાયરીંગ
ગઇકાલે સોશિયલ મીડિયામા કચ્છના 3 વિડીયો વાયરલ થયા હતા. જેમાં 3 અલગ-અલગ શખ્સો લગ્નમાં 8 રાઉન્ડ જેટલુ ફાયર કરે છે. પોલિસે વિડીયો વાયરલ થયા બાદ તપાસ કરતા સામે આવ્યુ કે 14 તારીખે ભચાઉના સિતારામપરમાં યોજાયેલ એક લગ્નમાં આ ધટના બની હતી. પોલિસે આ મામલે અત્યાર સુધી 3 શખ્સો અબ્દુલ સુલેમાન કુંભાર, જાવેદ વલીમામદ કુંભાર અને અલીમામદ કુંભાર સામે ફરીયાદ નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે, આ તપાસ પુર્ણ થાય તે પહેલા વધુ એક લગ્નનો વિડીયો વાયરલ થયો છે જે રાપરના સુવઇ ગામનો હોવાનુ સામે આવ્યુ છે. જેમાં પણ બે શખ્સો લગ્નમાં હવામાં ફાયરીંગ કરતા નજરે પડી રહ્યા છે. રાપર પોલિસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમીક તપાસમાં ગઇકાલે એક લગ્નમાં આ ફાયરીંગ થયાનુ સામે આવ્યુ છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહિ શરૂ કરી છે.
આ પણ વાંચો: Zareen Khanની માતાની તબિયત બગડી, અભિનેત્રીએ ચાહકોને કહ્યું- તેમના માટે પ્રાર્થના કરો