સુરત શહેરમાં ત્રણ દિવસમાં, એક પછી એક દુષ્કર્મની ત્રણ ઘટના ઘટી

સુરત શહેરમાં ત્રણ દિવસમાં, એક પછી એક દુષ્કર્મની ત્રણ ઘટના ઘટી

ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યો છે. ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરી રહી છે. સુરતમાં ત્રણ દિવસમાં ત્રણ રેપની ઘટના સામે આવી. સુરતમાં એક પછી એક ઘટના રેપ ની સામે આવી રહી છે ત્યારે સુરતમાં વધુ એક ઘટનાએ […]

TV9 Web Desk101

| Edited By: Bipin Prajapati

Dec 10, 2020 | 7:58 PM

ડાયમંડ નગરી સુરત શહેરમાં રોજ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ સામાન્ય બની રહી છે ગુનાખોરીનો રેટ સતત વધી રહ્યો છે. ત્યારે સૌ કોઈ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરી રહી છે. સુરતમાં ત્રણ દિવસમાં ત્રણ રેપની ઘટના સામે આવી.

સુરતમાં એક પછી એક ઘટના રેપ ની સામે આવી રહી છે ત્યારે સુરતમાં વધુ એક ઘટનાએ સુરત પોલીસ તથા ઉપરી અધિકારીને દોડતા કર્યા છે સુરતના લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં ગુમ થયેલી 18 વર્ષીય યુવતી 17 કીલોમીટર દૂર ઇજાગ્રસ્ત હાલતમાં પાર્લેપોઈન્ટના એક એપાર્ટમેન્ટના પાછલા ભાગમાંથી મળી આવી હતી. પોલીસે તાત્કાલિક આ યુવતીને ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ યુવતીને મલ્ટીપલ ફેકચર થયું હોય તેનું તાત્કાલિક ઓપરેશન પણ કરવામાં આવ્યું છે. મેડિકલ તપાસ બાદ ઉમરા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ અને દુષ્કર્મનો ગુનો પણ નોંધાયો, અને તપાસ શરૂ કરી છે.

સુરતમાં એક પછી એક ઘટના જે સામે આવી રહી છે. તેમા પોલીસની તપાસ પર સવાલો ઉભા થઇ રહ્યા છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો પહેલી ઘટના. બે દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 9 વર્ષની માસુમ બાળકીને તેના પાડોશીઓ દ્વારા વડાપાઉ આપવાની લાલચ આપી ઝાડીઓમાં લઈ જઈ રેપ કરવાની કોશિશ કરતા બાળકીએ બુમાબુમ કરતા આરોપીઓ દ્વારા બાળકીને પથ્થર મારી હત્યા કરી નાખી હતી અને પાંડેસરા પોલીસે રેપ ની ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી.

બીજી ઘટના.

સચિન જીઆઇડીસીના લક્ષ્મીવીલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવા બંધાય રહેલા કારખાનામાં બાંધકામની મજુરી કામ કરી રહેલા શ્રમજીવી પરિવારની 6 વર્ષની માસુમ બાળા ગત મોડી રાત્રે 11 વાગ્યે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. મોડી રાત્રે પિતા ઉંધમાંથી જાગ્યા ત્યારે માસુમ નહીં હોવાથી શોધખોળ કરી હતી. પરંતુ તેનો પત્તો નહીં મળતા પોલીસને જાણ કરી હતી.જેને પગલે દોડતી થયેલી સચિન જીઆઇડીસી પોલીસે શોધખોળ કરતા બાળા જયાંથી ગુમ થઇ હતી તેનાથી ત્રીજી ગલીમાંથી બાળા મળી આવી હતી. બાળા મળી આવી ત્યારે તેના ગુપ્તાંગમાં ઇજા જણાતા માસુમ સાથે સંભવત દુષ્કર્મ થયાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે..

ત્રીજી ઘટના.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય યુવતી ગતરોજ સવારના સમયે પોતાના ઘરેથી અગ્રવાલ કોલેજમાં કોલેજ નું ફોર્મ ભરવા ગઈ હતી જોકે તે બપોર સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ગઈ કાલ મોડી સાંજ સુધી યુવતીની ભાળ નહીં મળતા આખરે પરિવારજન લિંબાયત પોલીસ મથકે પહોંચ્યું હતું. જો કે પોલીસે જાણવાજોગ ગુમની ફરિયાદ લઇ તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલધામ એપાર્ટમેન્ટની પાછળના ભાગથી યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે ઉમરા પોલીસ મથકને જાણ કરી હતી. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આ યુવતીને સૌપ્રથમ ૧૦૮ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને ઘટનાસ્થળ પરથી એપાર્ટમેન્ટના ધાબા પરથી યુવતીનો એક મોબાઇલ અને સીમકાર્ડ પણ મળી આવ્યો હતો યુવતીની હાલત એટલી ગંભીર હતી કે તેને મલ્ટીલેવલ ફેક્ચર હોય જેને કારણે તાત્કાલિક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ મેડિકલ તપાસ કરાવતા આ યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તથા તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું આચર્યું હોવાનું બહાર આવ્યું હતું જેથી ઉમરા પોલીસે તાત્કાલિક આ ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ કલમ 307 અને 376 મુજબ ગુનો નોંધ્યો અને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ફરી સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યુવતી આ એપાર્ટમેન્ટ સુધી કઈ રીતે પહોંચી અને તે ઇજાગ્રસ્ત કઈ રીતે થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati