અમેરિકામાં હેકરે, પાણી પ્લાન્ટને હેક કરી શહેરભરના પાણી પૂરવઠાને ઝેરી કરવાનો કર્યો પ્રયાસ

અમેરિકામાં હેકરે, પાણી પ્લાન્ટને હેક કરી શહેરભરના પાણી પૂરવઠાને ઝેરી કરવાનો કર્યો પ્રયાસ
પાણી પુરવઠા પ્લાન્ટને હેક કરવાનો પ્રયત્ન

હેકરે ઓલ્ડસ્માર શહેરના પાણી પુરવઠા સીસ્ટમને હેક કરીને પાણીમાં સોડીયમ હાઈડ્રોક્સાઈડનું પ્રમાણ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક કર્માંચારીનું એના પર ધ્યાન ગયું અને આ ઘટનાને રોકી દેવામાં આવી.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 09, 2021 | 3:29 PM

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે કમ્પ્યુટર હેકરે ફ્લોરીડા રાજ્યના એક શહેરના પાણી પુરવઠા પ્લાન્ટને હેક કરવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં આમાં ઝાહેરીલું રસાયણ ભેળવવાની કોશિશ કરી હતી. તેમને જણાવ્યું કે હેકરે ઓલ્ડસ્માર શહેરના પાણી પુરવઠા સીસ્ટમને હેક કરીને પાણીમાં સોડીયમ હાઈડ્રોક્સાઈડનું પ્રમાણ વધારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક કર્માંચારીનું એના પર ધ્યાન ગયું અને આ ઘટનાને રોકી દેવામાં આવી.

પાણીમાં એસિડિટીને રોકવા માટે ઓછી માત્રામાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તેની માત્રામાં વધારો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ઓલ્ડસ્મર

સિટીના મેયરનું કહેવું છે આ એક ખરાબ વ્યક્તિ છે જે આ કામ કરી રહ્યો હતો. આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી. અને તે પણ માહિતી નથી મળી કે હેક કરવાનો પ્રયાસ અમેરિકાની અંદરથી થયો છે કે પછી કોઈ વિદેશી દેશમાંથી કરવામાં આવ્યો છે.

શુક્રવારે ઓલ્ડસ્મરની વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમનું નિયંત્રણ કરતા કમ્પ્યુટરને બહારથી કાબૂમાં લેવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ પ્લાન્ટના ઓપરેટરને સવારે સિસ્ટમમાં દખલની શંકા લાગી, પરંતુ તેને લાગ્યું કે સુપરવાઇઝર આવું કરી રહ્યો છે. પરંતુ આવી જ ઘટના બપોરે ફરીથી કરવામાં આવી અને આ વખતે હેકરે ટ્રીટમેન્ટ પ્લાન્ટના સોફ્ટવેરને હેક કરી દીધું હતું. તેમજ તેમાં સોડિક હાઇડ્રોક્સાઇડનું પ્રમાણ 100 પ્રતિ દસ લાખથી વધારીને 11100 કરી દીધું હતું. બાદમાં ઓપરેટે તરત જ તેનું પ્રમાણ સામાન્ય સ્તરે કર્યું હતું.

સોડિયમ હાઇડ્રોક્સાઇડ ત્વચા અને આંખોમાં બળતરા પેદા કરી શકે છે. તેમજ વાળ ખરવાનું કારણ પણ બની શકે છે. જો કોઈ તેને ગળી જાય તો તેનાથી મોઢા, ગળા અને પેટને નુકસાન થઈ શકે છે. ઉલટી, ચક્કર ઉપરાંત, ઝાડા પણ થઈ શકે છે. કાઉન્ટી શેરીફ બોબ ગ્વાલટેરીનું કહેવું છે ‘પાણી પર કોઈ ખરાબ અસર નહોતી થઈ અને લોકોનું જીવન જોખમમાં નથી.’ આ પ્લાન્ટમાંથી લગભગ 15 હજાર લોકોને પાણી પહોંચાડવામાં આવે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati