Crime News : 55 લાખની લૂંટ કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, જાણો કેમ ઘડ્યો હતો લૂંટનો પ્લાન

દિવાળી નો સમય આવતાની સાથે જ શહેર અને જિલ્લાની અંદર નાની મોટી લૂંટ અને ચોરીની ઘટના વધતી હોય છે પણ તેની પાછળ ઘણા પરિબળો કામ કરતા હોય છે.

Crime News : 55 લાખની લૂંટ કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી, જાણો કેમ ઘડ્યો હતો લૂંટનો પ્લાન
In the robbery case of 55 lakhs, the complainant turned out to be the accused, know why the robbery plan was made?
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 13, 2022 | 9:20 AM

સુરત(Surat ) ના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી લૂંટના(Loot ) આરોપી બીજુ કોઇ નહીં પરંતુ ખુદ ફરિયાદી જ નીકળ્યો. ડીંડોલી (Dindoli )પોલીસ સ્ટેશન માં ડીંડોલી-ચલથાણ કેનાલરોડ ઉપર સ્કોર્પિયોને આંતરીને 55 લાખની લૂંટની ફરિયાદ દાખલ થઇ હતી. તેમાં અંકિત કનોડિયાએ અજાણ્યા ઇસમોની સામે લૂંટની ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન અંકિત કનોડિયાની ફરિયાદમાં ડિંડોલીને શંકા જતા તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ડિંડોલી પોલીસે આકરી પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો છે.

ડીંડોલી વિસ્તારની અંદર 55 લાખની લૂંટની અંદર પ્રથમ દ્રષ્ટિએ જ શંકાના દાયરામાં આવી ગઈ હતી. પોલીસને લાગી રહ્યું હતું કે ફરિયાદી પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો.કારણ કે ચાલુ scorpio ની અંદર બે મોપેડ ઉપર આવેલા વ્યક્તિઓ ગાડી રોકી અને ગાડીમાંથી 55 લાખની લૂંટ ચલાવે તે કેવી રીતે શક્ય બની શકે ? તેના ઉપર ડીંડોલી પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ કરતા ફરિયાદીએ કબૂલાત કરી લીધી હતી કે આખો લૂંટનો પ્લાન તેના દ્વારા ઘડવામાં આવ્યો હતો.

શા માટે ઘડ્યો લૂંટનો પ્લાન ?

સટ્ટામાં અડધા કરોડની ખોટ જતા તેણે આ કાવતરૂ કર્યુ હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. તેણે જણાવ્યું કે, તેણે તેના મિત્ર અને મામા સાથે ભાગીદારી કરીને પાંચ કરોડની પંપની ફેકટરી કડોદરામાં ખરીદી હતી. તેનુ 3 કરોડનુ પેમેન્ટ અપાઇ ગયુ હતુ. દરમિયાન તેઓ દ્વારા બીજુ પાર્ટ પેમેન્ટ આપવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન તેણે તેના મિત્રોને આ ટીપ આપી હતી. ચલથાણ કેનાલ રોડ પર અંધારૂ હોવાનો ફાયદો મળી શકે તેમ હોવાની વિગતથી અંકિત વાકેફ હતો. તેથી તેણે સેરેટોન ટાવર વીઆઇપી રોડ પાસેથી નીકળ્યો ત્યારે તેની પાછળ જ લૂંટારૂ બનીને આવેલા મળતિયાઓ પાસે લૂંટનુ નાટક કરાવ્યું હતું. તેઓ લૂંટ માટે ગાડીની પાછળ પાછળ આવ્યા હતા.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ડીંડોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહ્યા છે.બીજી બાજુ લૂંટના નાટકમાં સામેલ તેના અન્ય મિત્રોની પોલીસ શોધખોળ કરી રહી છે. દિવાળી નો સમય આવતાની સાથે જ શહેર અને જિલ્લાની અંદર નાની મોટી લૂંટ અને ચોરીની ઘટના વધતી હોય છે પણ તેની પાછળ ઘણા પરિબળો કામ કરતા હોય છે. દિવાળીના સમયે લોકોએ પોતાના વ્યવસાયની અંદર હિસાબ કિતાબ કરતા હોય છે જેમાં નુકસાન થવાના કારણે પોતાના પાર્ટનર અથવા તો પોતાના વેપારી કે શેઠને ગેરમાર્ગે દોરવા માટે લૂંટનો કે ચોરી થયાનો પ્લાન બનાવતા હોય તેવા સુરતની અંદર એક નહીં પણ આવા બે કિસ્સા સામે આવતા જ પોલીસ પણ ચોકી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">