કુદરતી આપદામાં કામ કરતા ફાયર બ્રિગેડ વિભાગમાં વ્યાપ્યો ભ્રષ્ટાચાર, છેલ્લા 3 વર્ષમાં 6 અધિકારી લાંચ લેતા ઝડપાયા

એવી પણ માહિતી સામે આવી છે કે તાજેતરમાં લાંચ લેતા પકડાયેલ મનીષ મોડ અને ગાંધીનગરના મહેશ મોડ એકજ ગામના અને કૌટુંબિક સગા થાય છે. તો સુરતના નટુભાઈ મોડ કે જેઓ પણ લાંચમાં પકડાયા હતા જેમનું 2 વર્ષ પહેલાં મરણ થયેલ છે તેઓ પણ કૌટુંબિક સગા છે.

કુદરતી આપદામાં કામ કરતા ફાયર બ્રિગેડ વિભાગમાં વ્યાપ્યો ભ્રષ્ટાચાર, છેલ્લા 3 વર્ષમાં 6 અધિકારી લાંચ લેતા ઝડપાયા
In the last 3 years, 6 officers were caught taking bribe in the fire brigade department
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 29, 2022 | 10:22 PM

રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ મેળવનાર ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર મહેશ મોડ અને તેમના સાળા લાંચ લેતા ઝડપાયા

રાજ્ય સેવાનો એક માત્ર એવો વિભાગ ફાયર બ્રિગેડ કે જે ભ્રષ્ટાચાર મુક્ત હતો પણ હવે તે વિભાગ પણ તેમાંથી બાકાત નથી રહ્યો. કેમ કે લગભગ છેલ્લા ત્રણ વર્ષમાં ફાયર બ્રિગેડ વિભાગના 6 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. જે ઘટના ફાયર બ્રિગેડમાં વધતા ભ્રષ્ટાચારની શાખ પૂરે છે.

ફાયર બ્રિગેડ આ નામ પડતા એવું લાગે કે કોઈ આગ કે દુર્ઘટનાની ઘટનાની વાત થતી હશે. પણ અહીં વાત છે ફાયર બ્રિગેડ વિભાગમાં વધતા જતા ભ્રષ્ટાચાર. આ વાત જરા માનવામાં નહિ આવે પણ વાત સાચી છે. કેમ કે આજે જ acb એ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા ચીફ ફાયર ઓફિસર અને ગાંધીનગર જિલ્લાના રિજયોનલ ઓફિસર તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેકટર મહેશ મોડ અને તેમના સાળા કમલ ગઢવી પાંચ લાખ રૂપિયા લાંચમાં લેતા ઝડપી પાડયા છે.

કોણ ઝડપાયું acb ની ટ્રેપમાં. (1) મહેશકુમાર રવિદાન મોડ, ફાયર ઓફિસર વર્ગ-2 તથા ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગુજરાત રાજ્ય (2) કમલભાઇ ઈન્દુભાઈ ગઢવી રહે.ગાંધીનગર (ખાનગી વ્યક્તિ)

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ગુનાનું સ્થળ – સ્ટેટ ફાયર એન્ડ સેફટી પ્રિવેન્શન સર્વિસીસની કચેરી, ગાંધીનગર

ઘટના એમ હતી કે ફરીયાદીએ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે અંતરીક્ષ- બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગરની કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એન.ઓ.સી મેળવવા અરજી કરેલ, જે અનુસંધાને ફરિયાદીએ ચીફ ફાયર ઓફિસર એવા સ્ટેટ ફાયર એન્ડ સેફટી પ્રિવેન્શન સર્વિસીસના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેકટર મહેશ મોડનો કચેરી ખાતે જઈ રૂબરૂમાં સંપર્ક કરતાં ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના પાંચ લાખ આપવા પડશે તેમ જણાવેલ.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબી સમક્ષ ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં ફરિયાદીએ અધિકારી મહેશ મોડને તેઓની કચેરી ખાતે જઈ મળતાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી સાળા કમલ ગઢવી સાથે ઓળખાણ કરાવી લાંચની રકમ આરોપી કમલ ગઢવીને આપવાનું જણાવેલ. જેથી ફરિયાદીએ સાળા કમલ ગઢવીને સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસની કચેરી ગાંધીનગરની બહાર પાર્કિંગમાં પોતાની કારમાંથી લાંચની રકમ કાઢી આપતાં અધિકારી મહેશ મોડના મેળાપીપણાંમાં સાળા કમલ ગઢવીએ લાંચની રકમ સ્વીકારી બનેએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાનું સામે આવ્યું. જેથી acb એ બનેને પકડી કાર્યવાહી કરી.

મહેશ મોડને તેમની કામગીરીને લઈને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ પણ મળ્યો છે

મહેશ મોડને તેમની કામગીરીને લઈને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ પણ મળ્યો છે.મહેશ મોડ 1997 થી 2002 સુધી સુરતમાં ફાયર અધિકારી તરીકે રહ્યા. જે બાદ તેઓની બદલી ગાંધીનગર ખાતે થઈ. જેઓએ તેમની કામગીરી દરમીયામ ધરતીકંપ સહિત વિવિધ કુદરતી આપદામ ઉત્કૃષ્ટ કામગીરી કરી. જેમની કામગીરીને ધ્યાને રાખીને તેઓને 26 જાન્યુઆરી 2013માં રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અગાઉ પણ ફાયર બ્રિગેડના અધિકારી લાંચ લેતા ઝડપાઇ ચુક્યા છે.ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા પકડવાની આ પહેલી ઘટના નથી. પણ અગાઉ પણ કેટલાક ફાયર અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. જેમાં અમદાવાદ. સુરત અને રાજકોટના અધિકારીઓનો સમાવેશ થાય છે.

જો અલગ અલગ શહેરના અધિકારીઓની માહિતી જોઈએ તો,

અમદાવાદમાં મનીષ મોડ 60 હજારની લાંચ લેતા ઝડપાયા હતા સુરતમાં ત્રણ ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા સુરતમાં લાંચ માંગનારમાં એક નટુભાઈ મોડ જેઓનું બે વર્ષ પહેલાં નિધન થયું તો અન્ય બેમાં ગંભીરદાન બારડ અને ત્રણ દિવસ પહેલા બેચરસિંહ સોલંકી લાંચ લેતા ઝડપાયા હતા તો રાજકોટમાં ફાયર ઓફિસર કિરીટ કોહલી પણ લાંચ લેતા ઝડપાઇ ચુક્યા છે.

આ તમામમાં તાજેતરમાં સુરતના ફાયર ઓફિસર બેચરસિંહ સોલંકી અને રાજકોટના ફાયર ઓફિસર કિરીટ કોહલી લાંચ લેતા ઝડપાયા. જે બાદ આજે ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર મહેશ મોડ લાંચ લેતા ઝડપાયા. જે તમામ લોકો noc આપવા માટે લાંચ લેતા ઝડપાયાનું સામે આવ્યું છે.

કેમ noc માં લાંચ લેવાના કિસ્સા આવ્યા સામે

જો ફાયર noc ની વાત કરીએ તો પહેલા ચીફ ફાયર ઓફિસર પાસે સ્થળ મુલાકાત કરી ફાયર noc ની પ્રક્રિયા કરવા અને noc પાસ કરવાની સત્તા હતી. કોકે છેલ્લા કેટલાક વર્ષથી ફાયર noc ફરજિયાત કરતા અને ઝડપી કામગીરી કરવા માટે noc માટે અલગ પ્રકારની કામગીરી હાથ ધરાઈ. જેમાં noc માટે વિશેષ સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવી. જેમાં ટીમ સ્થળ પર જઈને પ્રક્રિયા કરી બાદમાં ચીફ ફાયર ઓફિસર પાસે મંજૂરી લઈને noc પાસ કરાવતા હોય છે. બસ આજ બાબતનો લાભ લઈને noc મેળવવા જે વસ્તુ ની જરૂર હોય છે તેમાં સ્થળ પર નિરીક્ષણ કરનાર અધિકારી noc મેળવનારના કહેવાથી થોડી બાંધછોડ માટે નાણાં ની માંગ કરતા હોય છે અને ઉપરી અધિકારી પાસે noc પાસ કરાવી લેતા હોય છે. જેથી Noc ની પ્રક્રિયા તેજ કરતા noc આપવાની સતાની વહેંચણી કરી દેવાઈ હોવાના કારણે પણ લાંચ ના કેસ વધ્યા હોવાની ચર્ચા વ્યાપી છે.

6 અધિકારીમાંથી 3 અધિકારી એક જ ગામના અને કૌટુંબિક સગા

એટલું જ નહિ પણ એક એવી પણ માહિતી સામે આવી છે કે તાજેતરમાં લાંચ લેતા પકડાયેલ મનીષ મોડ અને ગાંધીનગરના મહેશ મોડ એકજ ગામના અને કૌટુંબિક સગા થાય છે. તો સુરતના નટુભાઈ મોડ કે જેઓ પણ લાંચમાં પકડાયા હતા જેમનું 2 વર્ષ પહેલાં મરણ થયેલ છે તેઓ પણ કૌટુંબિક સગા છે.

આ પણ વાંચો : Vadodara : પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવનાર આરોપીએ ડિસેમ્બરમાં પણ બે કાર સળગાવી હોવાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો : 30 જાન્યુઆરી એટલે વિશ્વ રક્તપિત્ત (લેપ્રસી) દિવસ, ગુજરાતમાં રકતપિત્ત રોગનો પ્રમાણદર દર 10,000ની વસ્તીએ 0.28 ટકા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">